Vadodara : રાજ્ય સરકારના “સ્ટાન્ડર્ડ બિડીંગ ડોક્યુમેન્ટ”ના નિયમો પ્રમાણે ગુજરાત સરકારના વિવિધ વિભાગો હોય કે કોર્પોરેશનો હોય તેનો અમલ કરવાનો હોય છે તે પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા અમલ કરવાને બદલે નિયમોનું ઉલ્લંઘન કરી વર્ક ઓર્ડરની રકમના પાંચ ટકા ડિપોઝિટ લેવાને બદલે વર્ક ઓર્ડરની રકમના 5% ઉપરાંત 18% જીએસટીની રકમ પ્રમાણે વધારાના 5% રકમ ભરાવવામાં આવે છે એટલું જ નહીં “કાર પોલિસી” માં કોર્પોરેશનને કોઈ ફાયદો થતો નથી તેમ છતાં વીમા કંપનીઓને ફાયદો થાય તે પ્રમાણે નિયમ વિરુદ્ધ ટેન્ડરની સમય મર્યાદા પ્રમાણે કાર પોલિસી ખરીદવાને બદલે જ્યાં સુધી કામોનો ગેરંટી પિરિયડ હોય ત્યાં સુધી ખરીદ કરવાની ફરજ પાડવામાં આવે છે. જેનો વિવાદ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે.
પરર્ફોર્મન્સ ગેરેંટી–ટેન્ડરની રકમ +18% જી.એસ.ટી.ની રકમ ઉમેરી પરર્ફોર્મન્સ ગેરેંટીની રકમની ભરપાઈ કરવા ફરજ પાડવામાં આવે છે તે અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ બીડિંગ ડોક્યુમેન્ટ્સના નિયમ મુજબના ટેન્ડરની પ્રક્રીયા શરૂ કર્યા બાદ ગુજરાત સરકારના પબ્લીક વર્કસ ડિપાર્ટમેન્ટ, આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટ અને વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરર્ફોર્મન્સ ગેરેંટીની રકમ પેટે ઈજારદારની મંજુર થયેલા વર્ક ઓર્ડરની રકમના 5% લેખે થતી રકમ જમા લેવામાં આવે છે. જ્યારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈજારદારની મંજુર થયેલ રકમ +18% જી.એસ.ટી.ની રકમ ઉમેરી પરર્ફોર્મન્સ ગેરેંટીની રકમની ભરપાઈ કરવામાં આવે છે. જે ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ ધારાધોરણ કરતાં વધુ હોય છે.
એજ પ્રમાણે“કાર પોલિસી” ટેન્ડરની રકમ +18% જી.એસ.ટી.ની રકમ ઉમેરી “કાર પોલિસી”ની માંગણી તેમજ “કાર પોલિસી” ની સમય મર્યાદા ટેન્ડરની મંજુર થયેલ મુદ્દત+પરર્ફોર્મન્સ ગેરેંટીની મુદ્દત ઉમેરીને વસુલાત કરવાની કોર્પોરેશનની બેવડી નીતિ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા એસ.બી.ડી. મુજબના ટેન્ડરની પ્રક્રીયા શરૂ કર્યા બાદ અને પહેલાં પણ ઈન્સ્યોરન્સ (કાર પોલિસી) ની રકમ ઈજારદારની મંજુર થયેલી ટેન્ડરની રકમથી લેવામાં આવતી હતી. જ્યારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈજારદારની મંજુર થયેલી રકમ +18% જી.એસ.ટી. ની રકમ ઉમેરી ઈન્સ્યોરન્સ(કાર પોલિસી) ની રકમ ભરપાઈ કરવામાં તેમજ ઈન્સ્યોરન્સ(કાર પોલિસી) ની સમય મર્યાદા ટેન્ડરની સમય મર્યાદાથી વધુની સમય મર્યાદાની માંગણી કરવામા આવે છે.