Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વળતરની યોજનામાં એડવાન્સ વેરો ભરનાર રહેણાંક અને બિન રહેણાંક (કોમર્શિયલ) પર દાતાઓ માટે સને 2025-26 વેરા વળતર યોજના તંત્ર દ્વારા મૂકવામાં આવી છે. સ્થાયી સમિતિની ગઈકાલે મળેલી બેઠકમાં આ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને મંજૂર કરી છે.
વડોદરા કોર્પોરેશનની હદ્દમાં આવેલી મિલકતોના મિલકત વેરા અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ સહ એક સાથે એડવાન્સમાં ભ૨પાઇ કરે તો તેવા ક૨દાતાઓને મિલકતવેરાની રકમમાં રિબેટ (વળતર ) આપવાની પ્રોત્સાહક યોજના દ૨ વર્ષે જાહે૨ ક૨વામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ આવી એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળતર) યોજના 2025-26 અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અમલમાં મુકવામાં આવતા શહે૨નાં અંદાજે 8.40 હજાર ક૨દાતાઓને આ યોજનાનો લાભ મળી શકે તેમ છે. ચાલુ વર્ષે 2025-26 નાં વેરાની આવક પેટે કૂલ 807 કરોડનો બજેટ લક્ષ્યાંક આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ સારો પ્રતિસાદ મળશે તેમ જણાય છે. વધુમાં વધુ કરદાતાઓ એડવાન્સ વેરાની ૨કમ ઓનલાઈન ભ૨વા પ્રેરાય તે માટે વડોદરા કોર્પોરેશનના કરદાતાઓને પ્રોત્સાહન આપવા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1 ટકો વધુ રિબેટ (વળતર) આપવાની યોજના અમલમાં મુકી છે. વડોદરા શહે૨ના કરદાતા/મિલકતધારક તેની ચાલુ વર્ષ 2025-26 ની પ્રોપર્ટી ટેક્ષની રકમ પાછલા વર્ષોની બાકી પ્રોપર્ટી ટેક્ષની રકમ સાથે સને વર્ષ 2025-26ના આકારણી રજીસ્ટર પ્રસિધ્ધ કરતા પહેલાં આ યોજનાની મુદતમાં એડવાન્સમાં ભ૨પાઈ કરે તો તેવા કરદાતાઓને ૨હેણાંક હેતુની મિલકતના પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા વળતર, બીન રહેણાંક હેતુની મિલકતના પ્રોપર્ટી ટેક્ષની રકમમાં 5 ટકા વળતર, તથા બંન્ને કિસ્સામાં એડવાન્સમાં વેરાની રકમ ઓનલાઇન ભરનાર કરદાતાઓને વધુ 1 ટકો વળતર આપવાની યોજના છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા કરદાતાઓએ આ યોજનાની જાહેર નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી એક માસની મુદ્દતમાં જે તે મિલકતનો વર્ષ 2025-26નો પ્રોપર્ટી ટેક્ષ આગળના વર્ષોની બાકી રકમ સાથે ભ૨વાનો રહેશે. આ રિબેટ પ્રોપર્ટી ટેક્ષની રકમ પૈકી સામાન્ય ક૨, પાણીક૨ અને કન્ઝ૨વન્સી અને સુઅરેઝ ટેક્ષની ૨કમ પર મળવાપાત્ર ૨હેશે. જ્યારે શિક્ષણ ઉપકર, સફાઇ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પ૨ કોઇ રિબેટ (વળત૨) મળવા પાત્ર રહેશે નહીં. આમ એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ (વળત૨) યોજના સને 2025-26 નો અમલ કરવા જરૂરી મંજૂરીના વધારાના કામ તરીકે સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ સ્થાયી સમિતિમાં રજુ કરાયું છે.