Vadodara Fraud Case : વડોદરા ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા અને જેલમાં વણાટ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં કરતા યુવકને પાડોશમાં રહેતી મહિલાએ હાલમાં પાલિકાના એમપીએચડબલ્યુમાં જગ્યા ખાલી છે. અધિકારીઓ સાથે સંબંધ સારા છે નોકરીનું થઈ જશે. પણ અધિકારીઓને ખવડાવવા માટે રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. નોકરીનો ઓર્ડર આપવાના બહાને યુવક પાસેથી રૂપિયા 9.20 લાખ પડાવેલી લીધા હતા પરંતુ કોઈ ઓર્ડર આપ્યો ન હતો. યુવકે વારંવાર રૂપિયા પરત માંગ્યા હોવા છતાં નહીં આપીને મહિલાએ તેમની સાથે છેતરપિંડી આચરી હોય તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં મેહુલભાઈ જશવંતસિંહ બારીયાએ પોલીસ ફરીયાદ હું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વણાટ મદદનીશ પધ્ધતીમા કોન્ટ્રાકટ આધારીત નોકરી કરું છું. ગત મે મહિનામાં જાગૃતીબેન ચીરાગભાઇ રાઠવા કે જેઓ અમારા પાડોશી થતા હોય તેઓએ મારી પત્નીને ફોન વડોદરા ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા અને જેલમાં વણાટ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં કરતા યુવકને પાડોશમાં રહેતી મહિલાએ હાલમાં પાલિકાના એમપીએચડબલ્યુમાં જગ્યા ખાલી છે. અધિકારીઓ સાથે સંબંધ સારા છે નોકરીનું થઈ જશે. પણ અધિકારીઓને ખવડાવવા માટે રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. નોકરીનો ઓર્ડર આપવાના બહાને યુવક પાસેથી રૂપિયા 9.20 લાખ પડાવેલી લીધા હતા પરંતુ કોઈ ઓર્ડર આપ્યો ન હતો. યુવકે વારંવાર રૂપિયા પરત માંગ્યા હોવા છતાં નહીં આપીને મહિલાએ તેમની સાથે છેતરપિંડી આચરી હોય તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં મેહુલભાઈ જશવંતસિંહ બારીયાએ પોલીસ ફરીયાદ હું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વણાટ મદદનીશ પધ્ધતીમા કોન્ટ્રાકટ આધારીત નોકરી કરું છું. ગત મેં મહિનામાં જાગૃતીબેન ચીરાગભાઇ રાઠવા કે જેઓ અમારા પાડોશી થતા હોય તેઓએ મારી પત્નીને ફોન કરી અમારી દુકાન ઉપર મળવા માટે આવ્યા હતા. ત્યારે તેઓએ હાલમાં એમ.પી.એચ.ડબ્લ્યુમાં નોકરીની પોસ્ટ ખાલી છે અને મારા ઉપલા અધિકારીઓ સાથે સંબંધ સારા છે તમારૂ નોકરીનું થઈ જશે પરંતુ તેઓએ મને રુપીયા 5 લાખ આપવાનું કહેતા મને તેઓ ઉપર વિશ્વવાસ આવતા મેં તેઓને હા પાડી હતી. મેં જાગૃતીબેનને ફોન કરી બપોરના આશરે સાડા બારેક વાગે દુકાન ઉપર બોલાવી મારી પત્ની તથા મારા કારીગર શૈલેન્દ્રસિંહ બાબુભાઇ પરમાર સામે જાગૃતીબેન રોકડા રુપીયા 5.50 લાખ આપેલા હતા. ત્યારબાદ બીજા 2.50 લાખની સગવડ કરી રાખજો તેમ કહેતા તેઓને ડી.આર.એમ.ઓફીસની બહાર હાથમા રોકડા રૂપીયા 1.50 લાખ આપવા તેઓએ જણાવ્યું હતું. આમ જગૃતીએ તેમના પુત્રને પાલિકામાં એમ.પી.એચ.ડબ્લયુ રીકડેથી તથા ઓનલાઇન મળીને રૂ.9.20 લાખ આપી દીધા હતા. તેઓએ તેમને એમપીએચડબલ્યુમાં નોકરી લાગી હોય હોય તેવો ઓર્ડર આપ્યો હતો. તેની ખાતરી કરાવતા એ બોગસ હોવાનું પાછળથી માલુમ પડ્યું હતું. અમે તેમની પાસે વારંવાર રૂપિયા પરત આપી દેવા માટે માંગણી કરતા હોવા છતાં તે મહિલાએ આજીદિન સુધી રૂપિયા પરત નહીં આપી અમારી સાથે છેતરપિંડી આચરી છે. મકરપુરા પોલીસે ઠગાઈ કરનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પાલિકામાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડીના અનેક કિસ્સાઓ
કોર્પોરેશનમાં નોકરીના બહાને અનેક ધુતારાઓ સક્રિય છે. કેટલાક કહેવાતા રાજકીય અગ્રણીઓ નોકરી ઈચ્છુક ઉમેદવારો પાસેથી તગડી રકમ લઈ એમને નોકરી અપાવવાની લાલચ આપ્યા બાદ છેતરપિંડી કરી હોવાના કેટલાક બનાવોની ચર્ચા છે. સૌથી વધુ આરોગ્ય વિભાગ અને સફાઈ સેવકોને ભરતી અપાવવાના બહાને છેતરપિંડી આચરતી હોવાનો પાલિકામાં ચર્ચા સાંભળવા મળી રહી છે. આ મામલે ઘણી અરજી (લેખિત ફરિયાદ) પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને પણ મળી છે પરંતુ છેતરપિંડી આચરનારાઓ રાજકીય વગ ધરાવતા હોવાથી પાલિકા તંત્ર કે ભોગ બનનાર તેઓ સામે કાર્યવાહી કરી રહ્યા નથી! ચાલતી ચર્ચા મુજબ, એક પોલીસ અધિકારીના પુત્રને પણ નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે પરંતુ પોલીસ અધિકારીના દબાણને વસ થઈ તેમનો પુત્ર કાયદેસરની ફરિયાદ નોંધાવી શકતો નથી! આવા અનેક ઉદાહરણ નોકરીના બહાને છેતરપિંડીમાં થયા હોવાનું પાલિકાની લોબીમાં ખુબ ચર્ચા છે.