Vadodara : વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારના 75 મીટર પહોળાઈનો આજવા સ્ટેટ હાઇવેથી વડોદરા ડભોઇ સ્ટેટ હાઇવેને જોડતો અને ત્રણ સ્ટેટ હાઇવેને જોડતા બાકી કામની વધારાની કાર્યવાહી શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, વુડા (વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ) ના 75 મીટર પહોળાઈના રીંગરોડની બાકી લંબાઇમાં પશ્ચિમ વિસ્તારમાં મંજૂર થયેલ વિવિધ કામગીરી ઉપરાંત વડોદરા આજવા સ્ટેટ હાઇવેથી વડોદરા ડભોઇ સ્ટેટ હાઇવેને જોડતા રીંગરોડ સહિત પહેલા તબક્કાની કામગીરી પૂરી થઈ છે હાલ બાકી વધુ કામગીરી શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.