Vadodara : વુડા વિસ્તારના ખાનપુર સેવાસી, અંકોડિયા, સમિયાલા (રેલવે લાઈન નો ઉપરનો ભાગ), કોયલી સહિતની ટીપી સ્કીમો પાલિકા સાથેની સંયુક્ત ભાગીદારીથી બનાવાશે. આ અંગે પાલિકા તંત્ર પાસેથી 50 ટકા રકમ મેળવાશે.
ઉલ્લેખનીય છે કે, વુડા (વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ) ના ખાનપુર, સેવાસી અને રેલવેનો ઉપરનો ભાગ અંકોડિયા-બિલ, કોયલી સહિત વિવિધ સ્કીમોમાં વડોદરા પાલિકા સાથે રહીને સંયુક્ત ભાગીદારીથી બનાવાશે. આ અંગે થનારા ખર્ચ પૈકીની બાકી 50 ટકા એટલે કે અંદાજિત રૂપિયા 76.09થી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.