વડોદરા,વાડીમાં ભરબપોરે રિયલ એસ્ટેટનો ધંધો કરતા શખ્સ પર છેડતીની આશંકા રાખી ચાર આરોપીઓએ હુમલો કર્યો હતો. એક હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે બીજાએ માથામાં સળિયો મારી વેપારીને લોહીલુહાણ કરી દીધો હતો.
વાડી બુરહાની એપાર્ટમેન્ટમાં રહેતા આરીફભાઇ ઇબ્રાહિમભાઇ મિસ્ત્રી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારા મિત્રનું મોપેડ લઇને ફેમિલી ડોક્ટર પાસે દવા લેવા માટે જતો હતો. તે દરમિયાન યાસીનખાન પઠાણ માર્ગ પર પોણા બાર વાગ્યે અબરાર સ્ટોરની સામે આવતા નઇમ અહેમદભાઇ અનસારી ગાડી પર બેઠો હતો.