રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડની અધ્યક્ષસ્થાને બાલાસિનોર નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં 2047
.
બેઠકમાં પાણી, રોડ- રસ્તા, ગટર અને આવાસ યોજના જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા આ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરએ મંત્રીને નગરપાલિકા વિસ્તારના ચાલતા વિવિધ કામોથી માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં પૂર્વ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, અગ્રણી દશરથભાઇ, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.