નવસારી શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ કરતાં ઈસુ જ પરમેશ્વર છે…તેવી વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જણાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. ત્યાર
.
વાઈરલ વીડિયોમાં યેશુના ગુણગાન નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સેવન્થ ડે અંગ્રેજી માધ્યમની સ્કૂલના શિક્ષક કમલ નાસ્તર અને તેમની પત્ની સરિતા દ્વારા સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા કોઈ ગામમાં અંદાજે નવ મહિના અગાઉ નાના બાળકો સાથે કેટલાક લોકોને ખ્રિસ્તી ધર્મ અનુસાર પ્રાર્થના કરાવતા એક વીડિયોમાં જણાયા છે. જેમાં સરિતા નાસ્તર ઈશુ આ..!! હમારે હિન્દુ ધર્મ મેં જે ભી દૈવી દેવતા હો, જે વાચા વાચી થી, હમ ઉસ વાચા કો ઈસુ કે નામ સે તોડ દેતે હૈ… ઈસુ હી જીવિત પરમેશ્વર હૈ… મેરા ખાના, મેરી પ્રીત પ્રભુ યેશુ કો હી… ઈસુ પરમેશ્વર કો ભજેંગે, અબ તું હી હમારા પરમેશ્વર હૈ… બોલી શપથ લેવડાવતી નજરે પડે છે.
મહિલાએ કોઈ ગામમાં શપથ લેવડાવતી નજરે પડે છે
શાળાએ પણ વીડિયો મુદ્દે ખુલાસો કર્યો જે વીડિયો થોડા દિવસોથી નવસારી, વિજલપોર શહેરમાં વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. જ્યારે વીડિયો શહેરની સેવન્થ ડે સ્કૂલનો હોવાની વાત વહેતી થતાં શાળાએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે. કમલ નાસ્તર શાળાના શિક્ષક છે. પરંતુ તેમની પત્નીને શાળા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે શાળામાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ થતી નથી. આ વીડિયો બહારનો છે. શાળાએ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લઈ લીધા છે અને સાંજ સુધીમાં એની જાણ પણ કરી દેવાશે. બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સેવન્થ ડે સ્કૂલના શિક્ષક કમલ સામે શિક્ષાત્મક પગલાં લેવા સાથે તેની પત્ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી પણ પ્રખર હિન્દુવાદી હોવાથી આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરશે એવી આશા વ્યક્ત કરી છે.
વીડિયો અમારી સ્કૂલનો નથી-સેવન્થ ડે સ્કૂલ સ્કૂલના ક્લાર્ક ભાવેશ પટેલ જણાવ્યું હતું કે, આ વીડિયો અમારી સ્કૂલનો નથી, પરંતુ બારડોલી તાલુકાના કોઈ ગામનો છે. આ વીડિયોમાં દેખાતી મહિલાના પતિ કમલ નાસ્તર અમારી સ્કૂલમાં શિક્ષક છે, જેથી આ વીડિયો વાઈરલ થયા બાદ અમે તેમના વિરુદ્ધ પગલાં લઈ રહ્યા છે. સાંજ સુધી તેનો નિર્ણય લેવામાં આવશે આવા પ્રકારની પ્રવૃત્તિને લઈને અમે વિરોધ નોંધાવીએ છીએ.
મહિલાનો પતિ સેવન્થ ડે સ્કૂલમાં ટીચર
કાયદેસરના પગલાં લેવાય તેવી અમારી માગ-હિન્દુ સંગઠન હિન્દુ સંગઠનના સભ્ય સાજન ભરવાડે જણાવ્યું હતું કે નવસારી શહેરમાં સેવન્થ ડે સ્કૂલના નામથી એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક મહિલા હિન્દુ ધર્મ વિરોધી વાતો કરે છે, જેને અમે કદાપી સહન નહીં કરીએ અને આ મહિલા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તેવી અમારી માંગ છે. શિક્ષણ મંત્રી પ્રખર હિંદુત્વવાદી નેતા છે, જેથી તેઓ પણ આ વીડિયો મામલે કોઈ પગલાં લે તેવી અમારી માંગ છે.
હિંદુ ભાઈ-બહેનોની માફી માગું છું- મહિલા સરિતા નાસ્તર સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂકી ખુલાસો કર્યો છે કે, અમારો ઉદ્દેશ કોઈ પણ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવો ન હતો અને આ વીડિયો સેવન્થ ડે સ્કૂલનો નથી, અમે એક જગ્યાએ પ્રાર્થના કરી રહ્યા હતા, પણ કેટલાક શબ્દો મારા મોઢામાંથી ખોટા નીકળ્યા હતા, જેને લઇને મારા હિન્દુ ભાઈ-બહેનની લાગણી દુભાઈ છે, જેને લઈને હું મારા હિંદુ ભાઈ-બહેનોની માફી માગું છું, આના પછી હવે બીજીવાર આવી ભૂલ નહીં થાય, ધર્માંતરણ કે કોઈ પણ ધર્મ વિશે ખોટું બોલવું એ મારો ઉદ્દેશ્ય ન હતો.
પતિ-પત્ની સ્કૂલમાં હાજર થશે ત્યારે પૂછતાછ કરાશે-પોલીસ આ મામલે જલાલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ દેવરાજ લાડુમોર જણાવે છે કે, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ અમે શાળાએ જઈને તપાસ કરી હતી. જેમાં આ વીડિયોમાં દેખાતા પતિ-પત્ની હાલમાં સ્કૂલમાં નથી અને પ્રિન્સિપાલ પણ ગેરહાજર છે, જેથી તેઓ સ્કૂલે હાજર થયા બાદ આ મામલે તેમની પૂછતાછ કરવામાં આવશે.