સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનું પ્રયાસ કરનાર મહિલાને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મહિલાને બચાવી અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. મહિલા પોતાના આર્થિક અને ઘરના કંકાસના કારણે કંટાળીને આપ
.
મહિલા નદીના કૂદે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ મળતી માહિતી મુજબ, આજે બપોરે શહેરના સરદાર બ્રિજ પર એક મહિલા આત્મહત્યા કરવા માટે પહોંચી હતી. સરદાર બ્રિજ પરથી મહિલા કૂદવા જતી હતી કે દરમિયાનમાં ત્યાંથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની શી ટીમ અનેક અને લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસે તેઓને સમજાવી અને બેસાડ્યા હતા. ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ઘરની પરિસ્થિતિ સારી નથી અને તેઓ ઘર કંકાસથી કંટાળી ગયા છે, જેના કારણે તેઓ નદીમાં કુદી અને આપઘાત કરવા માટે પહોંચ્યાં હતા.
મહિલાનું કાઉન્સેલિંગ કરાયું બાદમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ખાતે તેઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સમજાવવામાં આવ્યા હતા કે, આ બધી બાબતોને લઈને આપઘાત કરવો જોઈએ નહીં. પોલીસે કાઉન્સેલિંગ કર્યા બાદ તેઓને સમજાવીને ઘરે પરત મોકલ્યા હતા.