ગાડીની સાઈડ ન આપી યુવકની કારના કાચ તોડ્યા

0
38

યુવકે મિત્રને બોલાવતા ત્રણ શખ્શોએ છરી બતાવી ઢોર માર મારતા યુવકે પોલીસમાં જાણ કરી

તા.૧૬/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

બાપુનગરમાં રહેતા યુવક અને તેની પત્ની ગત કાલ રાતે કાર લઈને ઘરે આવતી વખતે ત્રણ શખ્શ યુવકને સાઈડ ન આપતા હોર્ન માર્યું, તો ગાળો બોલી કરના કાચ તોડી નાખ્યાં.બાદ યુવકે તેના મિત્રોને બોલાવતા ત્રણ શખ્શ ભાગવા તેમનો પીછો કરતા હતા.જેથી ત્રણ શખ્શોએ છરી બતાવતા યુવકે પોલીસ કન્ટ્રોલ માં જાણ કરી હતી.બાદ પોલીસ પહોચી ત્રણ પૈકી એક ની ધરપકડ કરી બે ના વિરૂદ્ધમાં ગુનો નોંધી શોધ ખોડ હાથ ધરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ગુ.હા.બોર્ડમાં રહેતા યશપાલ સિંહ પોતાના પરિવાર સાથે રહે છે.દરમિયાન કાલે રાતે યશપાલ ના પત્ની જ્યોતિકા બેન ની તબિયત ખરાબ થતાં મિત્ર હિતેશની કાર લઈને યશપાલ અને તેની પત્ની બહાર ગયા હતા.બાદ પરત આવતા સમયે બાપુનગર શિલ્પ અર્કેડ પાસે પહોંચ્યા.ત્યારે ત્રણ શખ્શ યશપાલ ને ગાડીની સાઈડ ના પાડતા હોન મારતા હતા.જોકે હોર્ન અવાજ સાંભળી ત્રણેય શખ્શ ઉશ્કેરાઇ યશપાલ ને ગાડી સાઈડ માં કરાવી ગાળો બોલી કારનો કાચ તોડી નાખ્યો હતો.બીજી બાજુ યશપાલે તેના મિત્ર ને ફોન કરી જાણ કરતા રાહુલ અને જાગૃત બંને મિત્રો આવી ગયા હતા.દરમિયાન બંને મિત્રો આવતા ત્રણેય શખશો ભાગવા મળ્યા હતા.પરંતુ બાઈક પર યશપાલ અને તેના મિત્ર એ પીછો કરતા ત્રણ શખ્શો એ એક્ટિવા ઊભી રાખી બંને મિત્રો ને ઢોર માર મારી છરો બતાવ્યો હતો.બીજી બાજુ પોલીસમાં કન્ટ્રોલ માં જાણ કરતા પોલીસ આવતા ત્રણ શખ્શો ફરાર થવાની કોશિશ કરતા પહેલા ત્રણ પૈકી એકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ અંગે યશપાલે બાપુનગર પોલીસે માં ત્રણનાં વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here