મને પૂછ્યા વગર કરવું નહીં કહિ, સગી બહેન સાથે શારીરિક અડપલા કર્યા.

0
25

ઘરમાં સીસીટીવી લાગતાં ભાઇએ મને પૂછ્યા વગર કંઈ લગાવવું નહિ કહી યુવતીનો દુપટ્ટો ખેંચી ધાકધમકી આપી.


-સગા ભાઇએ આવી હરકત નો વિશ્વાસ ન થતા બહેને ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

– બહેને પોતાના ભાઈના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૧૮/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

ઓઢવ માં રહેતી યુવતિને પોતાના સગા ભાઈએ પૂછ્યા વગર કંઈ ઘરમાં લગાવવું નહિ કહી,યુવતીના પહેરેલો દુપટ્ટો ખેંચી મારી બવ મોટી ઓળખાણ છે.મારા વિરુદ્વ કંઈ કાર્યવાહી કરશો તો,જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ ડરથી ઉંદર મારવાની દવા પી લીધી. આ અંગે યુવતીએ પોતાના ભાઈના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરના ઓઢવ ગામ માં રહેતા સોનાલીબહેન( નામ બદલ્યું છે.) પોતાના માતા પિતા સાથે રહે છે.ગત સોમવારે સોનાલીબહેન ઘરે હજાર હતા. ત્યારે બપોરે સીસીટીવી કેમેરા ફીટિંગ કરવાનુ કામ ચાલતું હતું.બાદ સગો ભાઈ ભરત આવીને કહ્યું કે,તમે કેમ સીસીટીવી કેમેરા લગાવો છો.મને પૂછ્યા વગર મને પૂછ્યા વગર કંઈ લગાવવાનું નહિ. બોલચાલ કરી ઝગડો કરવા લાગ્યો હતો.જોકે સોનાલીબહેને ઝગડો કરવાની ના પાડી હતી.પરંતુ ભરત ઉશ્કેરાઇ ગોડો બોલવા લાગ્યો હતો.બીજી બાજુ સોનાલી બહેને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઇ ઢોર માર મારવા લાગ્યો હતો.અને સોનાલીબહેને પહેરેલો દુપ્ટો ખેંચી નાખી બળજબરી કરવા લાગ્યો હતો.બાદ સોનાલીબહેને માતા અને બહેન વચ્ચે પડી વધુ માર માંથી બચાવ્યા હતાં.જોકે ભરતે હું બવ પહોંચેલો માણસ છું,મારી બવ પોલીસમાં ઓળખાણ છે કહી જો મારા વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી કરી તો,બધાને જાનથી મારી નાખીશ ધમકી આપી પોતાના ઘરે જતો રહ્યો હતો.
દરમિયાન સોનાલીબહેને ધબકો પડ્યો કે,સગો ભાઈ આવું કરે છે.માટે ઉંદર મારવાની દવા પી લીધી.જોકે બહેનને જાણ થતાં ૧૦૮ મારફતે સોનાલીબહેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યા હતા.બીજી બાજુ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચતાં સોનાલીબહેને સગા ભાઈ ભરત ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે છેડતી અને ધાકધમકી વગેરે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here