૨૦૧૪માં ભાજપ દ્વારા કરવામાં આવેલા વચનોમાંથી કેટલા પૂર્ણ થયા

0
147

પાંચ વર્ષ પહેલા જ્યારે ભાજપ લોકસભા ચૂંટણી ૨૦૧૪ માટે પોતાનું ઘોષણાપત્ર લઇને આવ્યું હતું તો તેને વ્યવસાય અને ઉદ્યોગ જગત માટે ખૂબ અનુકૂળ માનવામાં આવી રÌšં હતું. ઉદ્યોગ જગતને મોદી સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ પણ હતી. આ ઘોષણાપત્રમાં ભાજપે ભારતને એક મજબૂત અર્થતંત્ર બનાવવા અને રોજગાર વધારવા જેવી બધી વાતો પર વચનો આપ્યા હતા. આજે પાંચ વર્ષ પછી જયારે ભાજપે ૨૦૧૯ માટે ઘોષણાપત્ર રજૂ કર્યું છે ત્યારે આ વાતની સમીક્ષા કરી લઇએ કે તેણે આમાંથી કયા આર્થિક વચનો પૂરા કર્યા છે.મોંઘવારી પર અંકુશ યુપીએ સરકારના કાર્યકાળમાં દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી હતી. તેથી ભાજપનું સૌથી મોટું વચન એ પણ હતું કે સરકાર બન્યા બાદ તેઓ ખર્ચ પર નિયંત્રણ કરશે. ભાજપે કÌšં હતું કે જમાખોરી અને કાળાબાજારી અટકાવવા માટે ખાસ કોર્ટની રચના કરવામાં આવશે. તમામ અનુકૂળ પરિÂસ્થતિઓ અને સરકારી પ્રયાસોના કારણે તેઓ તેમાં સફળ રહ્યા. જથ્થાબંધ ભાવ આધારિત વાર્ષિક મોંઘવારી દર ફેબ્રુઆરી ૨૦૧૯માં ૨.૯ ૩ ટકા હતી. જાકે, વિશેષ કોર્ટની રચના કરવામાં આવી નથી.નોકરીઓ જ નોકરીઓભાજપે પોતાના ઘોષણાપત્રમાં યુવાનોને મોટા પાયે રોજગાર આપવાનું વચન આપ્યું હતું. તેણે કÌšં હતું કે શ્રમ આધારિત મેન્યુફેકચરિંગ અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રોજગારી વધારવા પ્રયત્ન કરાશે. એમ્પ્લોયમેન્ટ એક્સચેંજને રોજગાર કેન્દ્રોમાં પરિવર્તનની વાત કહેવામાં આવી હતી. સ્ટાર્ટ અપ ઇÂન્ડયા, મુદ્રા લોન, Âસ્કલ ઇÂન્ડયા જેવી યોજનાઓથી યુવાનોમાં રોજગારની તક વધારવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ રોજગારના મોર્ચા પર મોદી સરકાર સૌથી વધુ આલોચનાનો ભોગ બની છે. વિપક્ષ રોજગારીને લઇને સરકાર પર સૌથી વધુ આક્રમક રહ્યો. મોદી સરકાર પર આંકડા છુપાવાનું આરોપ લગાવ્યો. દેશમાં જાબલેસ ગ્રોથ એટલે કે અર્થતંત્રમાં વિકાસ હોવા છતાં રોજગારમાં ખાસ વધારો ન થયો હોવાનો આરોપ લાગ્યો.કાળુનાણું પરત લાવીશું.બીજેપીએ વચન આપ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાગશે અને કાળું ધન પરત લાવવામાં આવશે. બીજેપીએ તે પ્રકારના તંત્ર બનાવવાનું વચન આપ્યું હતું જેનાથી ભ્રષ્ટાચાર કરવા માટેની વાત જ ના રહે. તેણે કÌšં હતું કે તે વિદેશી બેંકોમાં ભરાયેલા પૈસા પાછા લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને તેને પ્રતિબદ્ધતાના આધાર પર કરવામાં આવશે. કાળું નાણાં પરત લાવવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું વચન આપ્યું હતું. ઓપરેશન Âક્લન મની, નોટબંધી, બેનામી કાયદામાં ફેરફાર વગેરેથી દેશમાં કાળાં નાણાં પર અંકુશ માટે સરકારના બધા પ્રયત્નો સફળ થયા છે. સરકાર બન્યા બાદ એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી હતી પરંતુ વિદેશથી કાળાં નાણાં લાવવામાં કંઈક ખાસ સફળતા મળી નથી.


એનપીએમાં ઘટાડો લાવીશું.વર્ષ ૨૦૧૪ના પોતાના ઘોષણાપત્રમાં બીજેપીએ જણાવ્યું હતું કે તેઓ એવા પગલાં લેશે જેનાથી બેંકના એનપીએમાં ઘટાડો થશે. પરંતુ આ મોર્ચા પર સરકાર નિષ્ફળ રહી છે. બેંકનો એનપીએ સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં દેશમાં બેન્કોનો કુલ એનપીએ ૨.૯૨ લાખ કરોડનો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં તમામ બેંકોનો કુલ એનપીએ ૭.૦૭ લાખ કરોડ રૂપિયા હતો. માર્ચ ૨૦૧૮ સુધી દેશની તમામ બેંકોનો કુલ એનપીએ ૧૦ લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર હતો. જાકે સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં તે ઘટીને ૯.૯૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. કર વ્યવસ્થા અને જી.એસ.ટી.બીજેપી દ્વારા વર્ષ ૨૦૧૪ના પોતાના ઘોષણાપત્રમાં કહેવાયું હતું કે યુપીએના ટેક્સ આતંકથી વેપારી વર્ગમાં નિરાશા આવી છે અને રોકાણના વાતાવરણ પર નકારાત્મક અસર પડી છે. બીજેપી તમામ રાજ્ય સરકારને જી.એસ.ટી. માટે તૈયાર કરશે અને જી.એસ.ટી. અસરકારક રીતે અમલમાં મુકાશે. બીજેપીએ આ વચન પૂર્ણ કર્યું છે. દેશમાં જીએસટીને અસરકારક રીતે અમલ મુકાયુ અને તેથી સમગ્ર દેશમાં એક ટેક્સ સિસ્ટમ લાગુ થઈ છે. જા કે તેના દરમાં પરિવર્તન અને તર્કસંગતતા અંગે વિપક્ષ દ્વારા સરકારની ટિકા પણ થઈ રહી છે. તે પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારે ખાસ તૈયારી વગર અચાનક જી.એસ.ટી. લાગુ કર્યું જેનાથી વેપારી વર્ગને ખૂબ મુશ્કેલી આવી.
પ્રત્યક્ષ વિદેશી રોકાણપ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇના મોર્ચા પર ભાજપે ૨૦૧૪ના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું કે એફડીઆઈ માત્ર તે જ ક્ષેત્રોમાં લાવવામાં આવશે જ્યાં નોકરી અને મૂડીનું નિર્માણ હોય. જ્યાં મૂળભૂત માળખા માટે તકનીકી અને વિશેષજ્ઞ જ્ઞાનની જરૂર હોય. બીજેપી નાના દુકાનદારોના હિતોનું ધ્યાન રાખશે. બીજેપી સરકારે સંરક્ષણ, વિમાન અને ઇ-કોમર્સના ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપી છે તો ફાર્મામાં ૭૪ ટકા એફડીઆઇને મંજૂરી છે.


ભૂતપૂર્વ યુપીએ સરકારના કાર્યકાળમાં મÂલ્ટ-બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈનો માર્ગ ખોલવાનો નિર્ણય લીધો. આ ચુકાદા વિરોધમાં તો વિપક્ષી બેઠા એનડીએએ યુપીએ સરકાર પર મÂલ્ટનેશનલ કંપનીઓના દબાણ હેઠળ આવ્યા હતા. પરંતુ સત્તામાં આવવા
આભાર – નિહારીકા રવિયા પછી એનડીએ સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજુરી આપી. મÂલ્ટ બ્રાન્ડના ક્ષેત્રમાં કોઈ ભારતીય રિટેલ કંપનીમાં મહત્તમ ૫૧% એફડીઆઈની પરવાનગી છે. બાંધકામ ક્ષેત્રે ૧૦૦ ટકા વિદેશી રોકાણ મંજૂર કર્યું. આ ઉપરાંત સરકારે એર ઇÂન્ડયામાં પણ ૪૯ ટકા એફડીઆઈની મંજૂરી આપી છે અને તેના ખાનગીકરણની માર્ગ ખુલ્લી છે.


સ્વદેશી, મેક ઇન ઇÂન્ડયા અને બ્રાંડ ઇÂન્ડયા સ્વેદશી, બ્રાંડ ઇÂન્ડયા અને મેક ઇન ઇÂન્ડયાને પ્રોત્સાહન આપવા માટે બીજેપીએ ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે વેપાર માટે વધુ સારું વાતાવરણ બનાવાશે અને લાલ ફિતાશાહીને ઓછું કરવામાં આવશે. પર્યાવરણ મંજુરીની પ્રક્રિયા પારદર્શક બનાવવાની વાત કહેવામાં આવી હતી. મેન્યુફેક્ચરિંગને શÂક્તશાળી બનાવી માંગ-પુરવઠા વચ્ચેની ખાડીને ખતમ કરવાની વાત કહેવામાં આવી હતી. ભારતને મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સ્તરે સિંગલ વિન્ડો સિસ્ટમ લાવવાની વાત હતી. આ પ્રયાસોમાં બીજેપી સરકારે મોટા પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી છે.


પીએમ મોદીએ શપથ ગ્રહણ કર્યાના થોડા મહિના પછી સપ્ટેમ્બર ૨૦૧૪માં મેક ઇન ઇÂન્ડયા પહેલની શરૂઆત કરી. તેનું લક્ષ્ય ભારતને ડિઝાઇન અને મેનફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવાનું હતું. આ યોજનાની શરૂઆત થયા પછી ભારતને સપ્ટેમ્બર ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૬ની વચ્ચે રૂ.૧૬.૪૦ લાખ કરોડના રોકાણની સંમતિ મળી છે. વર્ષ ૨૦૧૫માં ભારત એફડીઆઈ કેસમાં વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો. મેક ઇન ઇÂન્ડયાના કારણે જ વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતમાં આવનાર એફડીઆઇ વધીને ૬૨ અબજ ડોલર સુધી પહોંચ્યો. એક અનુમાન મુજબ મેક ઇન ઇÂન્ડયાના કારણે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચે ઘરેલુ મોબાઇલ હેન્ડસેટ અને કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સના લગભગ ૩ લાખ કરોડ રૂપિયા બચ્યા જે પૈસા તેમને વિદેશ મોકલવા પડતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here