અમારા બંગ્લામા રહેવુ હોઇ તો,કરયાવર લાવવાનુ કહિ..

0
17

– અમારા બંગ્લામા રહેવુ હોઇ તો,કરયાવર લાવવાનુ કહિ સાસુ મેણા મારતી.

– પતિએ ફોનમા પરણિતાને ડિવોર્સ આપવાનુ કહેતા પરણિતાએ ફિનાઇલપી ને આપઘત નો પ્રયાસ કર્યો.

– પતિ સહિત સાસરીયાના વિરુધ્મા પરણિતાએ પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૨૬/૦૮/૨૧

ક્રાઇમ રીપોટ, અમદાવાદ

પરણિતા ને સાસરીયા તરફ થી અવાર નવાર શારીરિક,માનસીક ત્રાસ મળતો હતો.અને સાસુ દહેજ ની મંગણી કરતી હતી.પતિ મારઝુડ કરી પરણિતા ને પિયર મુકયાવ્યો હતો.બાદ પરણિતાએ પતિને ફોન કરતા ડિવોર્સ આપવાનુ કહ્યુ હતુ.અને આ વાત સામભ્ળી ને પરણિતાએ ફીનાઇલપી ને આપઘાત કરવાનો પ્રયાસ કરતા પતિ સહિત સાસરિયાના વિરુધ ઓઢવમા પોલીસ ફરિયાદ

શહેર ના ઓઢવ વિસ્તાર મા રહેતા બિંદુબહેન (નામ બદલ્યુ છે.)ઉ.વ ૨૭ પોતાના પિયર મા રહે છે.બિંદુબહેન ના લગ્ન અપ્રીલ ૨૦૨૦ ના રોજ નાના ચીલોડા ખાતે રહેતા યુવક સાથે સામાજ ની રિતીરિવાજ મુજબ થયા હતા.બાદ લગ્ન કરી બિંદુબહેન સાસરીયામા રહેવા લાગ્યા હતા.પરંતુ સાસરીવાડા તેમને ચાર મહીના સારુ એવુ રાખી સાસુ રસોઇ તેમજ નાની-નાની બાબતે મેણા-ટોણા મારતા હતા.જેની જાણ પતિ અને સસરા ને કરતા સાસુ નુ ઉપરાણુ લઈ બિંદુબહેન સાથે બોલચાલ કરી ઝગડો કરતા હતા.
દરમિયાન પતિ બિંદુબહેન પર હાથ ઉપાડી ઢોર માર મારતો હતો.બીજી બાજુ સાસુ કહેતા કે,તુ તારા પિયરમાથી કઈ લાવી નથી,જો તારે બંગ્લામા રહેવુ હોઇ ને તો,તારા પિયરમાથી કરીયાવર લઈને આવ કહેતી હતી.અને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પાંચેક મહિના પહેલા બિંદુબહેન સાથે પતિ અને સાસુ ઝગડો કરી ઓઢવ પિયર મા મુકી ગયા હતા.
જોકે અગાઉ સાસરીમા ઝગડો થતો ત્યારે બિદુબહેન તેમની માતા ને જાણ કરતા તેમની માતા થોડા સમય મા હવે બાળક થઈ જશે,પછી બધુ ઠીક થઈ જશે કહેતા હતા.બાદ પિયરમા વધુ સમય થઈ ગયો હોવાથી ગત બુધવારે પતિને બિંદુબહેન એ ફોન કર્યો તો પતિએ , હુ તને ડીવોર્સ આપી દેવાનો છુ કહેતા બિંદુબહેને લાગી મન પર આવતા તેમને ફીનાઈલ ની બોટલપી ને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે બિંદુબહેન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.આ અંગે બિંદુબહેને પતિ સહિત સાસરીયાના વિરુધ્મા ઓઢવ પોલીસ મા ફરીયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here