ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંતઃ કાલે મતદાન

0
678

ત્રીજા ચરણમાં ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો પર મતદાન યોજાશે

ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર પ્રચાર પડઘમ શાંત,અમિત શાહ,સંબિત પાત્રા,શશી થરુર,રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થશે,ત્રીજા તબક્કામાં કુલ ૧૫૯૪ ઉમેદવારો મેદાને જેમાં ૧૪૨ મહિલા ઉમેદવાર

ન્યુ દિલ્હી,
લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે. જેથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હતો. આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. ત્રીજા તબક્કામાં ૧૪ રાજ્યની ૧૧૫ બેઠક પર ૨૩મી એપ્રિલે મતદાન થવાનુ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકો સહિત સૌથી વધુ કુલ બેઠકો પર મતદાન યોજાશે.


ત્રીજા ચરણમાં, ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર મતદાન થશે. કેરળમાં ૨૦, મહારાષ્ટÙ અને કર્ણાટકમાં ૧૪-૧૪, ઉત્તર પ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં ૭, ઓડિશામાં ૬, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, આસામમાં ચાર, ગોવામાં બે, જમ્મુ અને કશ્મીર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા ત્રિપુરામાં એક-એક બેઠક માટે મતદાન થશે.


ત્રીજા તબક્કામાં કુલ ૧૫૯૪ ઉમેદવારો મેદાને છે. જેમાં ૧૪૨ મહિલા ઉમેદવાર છે. ૧૯૫૪ ઉમેદવારો પૈકી ૩૪૦ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી, અમિત શાહ, અનંતકુમાર હેગડે, સંબિત પાત્રા અન શશી શરૂરનું ભાવિ નક્કી થવાનું છે. ત્યારે આ તબક્કામાં ઉત્તરપ્રદેશમાં ૧૦ બેઠકો પર થનારા મતદાનમાં ગઠબંધનની મજબૂતી સાથે પારિવારિક સંબંધોની પણ કસોટી થવાની છે. કેમ કે ૧૦ બેઠકમાંથી ૯ બેઠકો પર સપાના ઉમેદવાર મેદાનમાં છે. મુલાયમસિંહ યાદવ, સંતોષ ગંગવાર, આઝમ ખાન, જયાપ્રદા, વરુણ ગાંધી, શિવપાલ યાદવ જેવા દિગ્ગજાની પરીક્ષા થશે.


પ૪૩ બેઠકો માટે કુલ ૭ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. ર૩મી મેએ પરિણામ આવશે. ગુજરાતમાંથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડતા હોઇ આ ત્રીજા તબક્કાની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યાં છે.


૨૩૦ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ૧૪ ઉમેદવારો એવા છે જે દોષિત સાબિત થઇ ચૂક્્યા છે. ઉપરાંત ૩૯૨ ઉમેદવારો કરોડપતિ છે. સૌથી વધુ ભાજપના ૮૪ ઉમેદવાર કરોડપતિ છે. સમાજવાદી પાર્ટીના દેવેન્દ્રસિંહ યાદવ સૌથી વધુ ૨૦૪ કરોડની મિલકત ધરાવે છે. તો ૧૧ ઉમેદવારોએ તેમની મિલકત શૂન્ય દર્શાવી.


લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્્યું છે ત્યારે બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં અસમમાં ૭૬.૨૨ ટકા, બિહારમાં ૬૨.૩૮ ટકા, જમ્મૂ કશ્મીરમાં ૪૫.૫ ટકા, કર્ણાટકમાં ૬૭.૬૭ ટકા, મહારાષ્ટÙમાં ૬૧.૨૨ ટકા.
તો મણીપુરમાં ૬૭.૧૫ ટકા અને ઓડિસામાં ૫૭.૯૭ ટકા મતદાન નોંધાયું હતું. દક્ષિણ ભારતના તમિલનાડુમાં ૬૬.૩૬ ટકા મતદાન યોજાયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશમાં ૬૬ ટકા, પ.બંગાળમાં ૭૬.૪૨ ટકા, છત્તીસગઢમાં ૭૧.૪૦ ટકા અને પોંડિચરીમાં ૭૬.૧૯ ટકા મતદાન યોજાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here