33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલ પરના હુમલા બાદ IDFએ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાંએ પર ફાઇટર જેટ વડે હુમલો કર્યો.
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત થયું છે. જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. સોમવારે, ઇઝરાયલના ગેલિલી ક્ષેત્રમાં ઉત્તરીય સમુદાયના માર્ગાલિયટ પર લેબનોનથી એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ પટનીબીન મેક્સવેલ છે. તે કેરળના કોલ્લમનો રહેવાસી હતો.
ઘાયલ થયેલા બે વ્યક્તિઓના નામ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલવિન છે. તે પણ કેરળનો રહેવાસી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જ્યોર્જને બેલિન્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલતમાં સુધારો થયો છે. તે હવે તેના પરિવાર સાથે વાત કરી શકે છે.
આ તસવીર ભારતીય મૂળના ઇઝરાયલ સૈનિક હેલેલ સોલોમનની છે, જેનું નવેમ્બરમાં ગાઝામાં મૃત્યુ થયું હતું.
ઇઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો લેબનોનમાં કાર્યરત આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો છે. 8 ઓક્ટોબરે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી તે સતત હમાસને સમર્થન આપી રહ્યું છે અને ઇઝરાયલ પર મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ દળના જણાવ્યા અનુસાર, સોમવારના હુમલા પછી, ઇઝરાયલે હિઝબુલ્લાહ લોન્ચ સાઇટ સહિત ઘણા લક્ષ્યો સામે જવાબી કાર્યવાહી કરી.
અગાઉ ડિસેમ્બરમાં ગાઝામાં હમાસ સામે લડતા ભારતીય મૂળના ઇઝરાયેલ સૈનિક ગિલ ડેનિયલ્સનું મોત થયું હતું. 34 વર્ષીય ગિલ, જે મહારાષ્ટ્રનો છે, તે 10 ઓક્ટોબરથી યુદ્ધમાં સામેલ હતો. તેના મૃત્યુના એક મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી. નવેમ્બરમાં પણ 20 વર્ષીય ભારતીય મૂળના ઇઝરાયલ સૈનિક હેલેલ સોલોમનનું મોત થયું હતું.
ભારતે તેના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું હતું
અગાઉ ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ ભારતે ઓપરેશન અજય ચલાવીને ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. આ મિશનનો હેતુ એવા ભારતીયોને મદદ કરવાનો હતો જેઓ તેમના દેશમાં પાછા ફરવા માગતા હતા. ઑક્ટોબરમાં તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 18,000 ભારતીયો ઇઝરાયેલમાં રહે છે.
આ તસવીર ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી પરત ફરેલા ભારતીયોની છે.
ઇઝરાયલે અત્યાર સુધીમાં 229 હિઝબુલ્લાહ આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે
યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ-હિઝબુલ્લાહ અથડામણમાં અત્યાર સુધીમાં 7 નાગરિકો અને 10 ઇઝરાયેલના સૈનિકોના મોત થયા છે. IDFએ દાવો કર્યો છે કે તેઓ અત્યાર સુધીમાં 229 હિઝબુલ્લાહના આતંકીઓને મારી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના લેબનોનમાં અને કેટલાક સીરિયામાં પણ માર્યા ગયા છે.
આ સમાચાર પણ વાંચો…
ગાઝામાં 22 લાખ લોકો ભૂખમરાની કગારે: અમેરિકાએ પેરાશૂટથી ફૂડ પેકેટ નાંખ્યા, હજારો પેલેસ્ટિનિયોએ દરિયા કાંઠે દોડા-દોડી કરી
યુદ્ધ વચ્ચે અમેરિકાએ પહેલીવાર ગાઝાને મદદ કરી છે. અમેરિકન સૈન્ય વિમાને પેલેસ્ટિનિયનો માટે પેરાશૂટથી ખાદ્યપદાર્થોના બોક્સ નીચે નાંખ્યા હતા. લોકો તેને લેવા માટે દરિયા કાંઠે દોડતા જોવા મળ્યા હતા. ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવા માટે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.