ઓટાવા40 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી રહી છે. કેનેડા સરકારે ત્યાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના દસ્તાવેજો સબમિટ કરવા માટે ઈમેલ મોકલ્યા છે. તેમાં વિઝા, અભ્યાસ પરમિટ, શૈક્ષણિક રેકોર્ડ, ગુણ અને હાજરીનો સમાવેશ થાય છે. ભારતીય વિદ્યાર્થીઓએ આ અંગે માહિતી આપી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર કેનેડાના ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ (IRCC) વિભાગે વિદેશી વિદ્યાર્થીઓને ઈમેલ મોકલ્યો છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમના વિઝા માત્ર બે વર્ષ માટે માન્ય છે. કેનેડાની સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બનાવી રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં બેચેનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાજરી અને પાર્ટ ટાઈમ કામની વિગતો માગી બ્રિટિશ કોલંબિયા, કેનેડામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે આઈઆરસીસી દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ વાંચીને મને આશ્ચર્ય થયું. મારો વિઝા મે 2026 સુધીનો છે. આવી સ્થિતિમાં, મને ફરીથી તમામ દસ્તાવેજો જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું કે તેઓએ મને હાજરી અને પાર્ટ ટાઈમ કામની વિગતો આપવા પણ કહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં કેનેડામાં 3 ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માગે છે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ મહેબૂબ રાજવાણીનું કહેવું છે કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાની કેનેડાની વ્યૂહરચનાનો એક ભાગ છે. આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવે છે અને અહીં કામ કરવાનું શરૂ કરે છે, કેનેડાની સરકાર પણ આ લોકોની ઓળખ કરવા માગે છે.
4.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે ગયા અઠવાડિયે, કેનેડામાં રહેતા પંજાબના ઘણા વિદ્યાર્થીઓએ સમાન ઇમેઇલ્સ મેળવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈમેલ દ્વારા તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે IRCC ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યું હતું. એકાએક આવા ઈમેલ આવવાના કારણે વિદ્યાર્થીઓમાં ચિંતાનું વાતાવરણ છે.
તાજેતરના વર્ષોમાં, કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેનેડામાં 4.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ રહે છે. આ પછી 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે.
વિદેશી વિદ્યાર્થીઓને લઈને કેનેડામાં તણાવ કેમ છે? છેલ્લા એક સપ્તાહમાં કેનેડામાં અલગ-અલગ કેસમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. આ પછી ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાધિશો સમક્ષ ભારતીય નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વિશે કહ્યું – કેનેડામાં અપરાધો અને હિંસક ઘટનાઓની વધતી ઘટનાઓને કારણે અમે અમારા નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે.