કેનબેરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેલબોર્નમાં ભારતીય દૂતાવાસના મેન ગેટ પર લગાવવામાં આવેલા બોર્ડ પર લાલ રંગથી નિશાન કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટમાં ફરી એકવાર તોડફોડ કરવામાં આવી છે. ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ના અહેવાલ મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે દૂતાવાસના મેન ગેટ પર લાલ રંગના નિશાન જોવા મળ્યા.
આ ઘટના બાદ, કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ દૂતાવાસ અગાઉ પણ આવી ઘટનાઓનો ભોગ બની ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય તણાવના સમયમાં પણ દિવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખવામાં આવ્યા હતા.
પોલીસે કહ્યું- જો લોકો પાસે કોઈ માહિતી હોય તો અમને આપો
વિક્ટોરિયા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: “અમારું માનવું છે કે બુધવાર અને ગુરુવાર રાત્રિની વચ્ચે કોઈએ ઇમારતના મુખ્ય દરવાજા પર નિશાન બનાવ્યા હશે. આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે.”
પોલીસે હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ છે કે નહીં તે જણાવ્યું નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે જો કોઈને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો તેઓ આગળ આવે.
ભારતીય હાઈ કમિશને કહ્યું- સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે
ભારતીય હાઈ કમિશને શુક્રવારે X પર જણાવ્યું હતું કે આ ઘટના ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સાથે ઉઠાવવામાં આવી છે. તેમણે લખ્યું, ‘મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટની દિવાલો પર બદમાશો દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવી છે. દેશમાં ભારતીય રાજદ્વારી અને કોન્સ્યુલેટ ઇમારતો સાથે કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાયે કહ્યું – આ અમને ડરાવવાનો પ્રયાસ છે
ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે હિન્દુ મંદિરો અને ભારતીય સરકારી ઇમારતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. “આ ફક્ત દિવાલ પરના નિશાન નથી – આ આપણા સમુદાયને ડરાવવાનો પ્રયાસ છે,” એક ભારતીય-ઓસ્ટ્રેલિયન નાગરિકે કહ્યું.
બે વર્ષ પહેલાં, ઓસ્ટ્રેલિયામાં ઘણા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા
2023માં ઓસ્ટ્રેલિયાના ઘણા મંદિરોમાં તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલમાં તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરની દિવાલ પર પણ ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ સૂત્રો લખાયા હતા. આ પહેલા મેલબોર્નના વિક્ટોરિયામાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાની નારા લખવામાં આવ્યા હતા.
બે વર્ષ પહેલા મેલબોર્નના ઇસ્કોન મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખેલા હતા.
આ સમાચાર પણ વાંચો…
અમેરિકાના કેલિફોર્નિયામાં એક મંદિરમાં તોડફોડ, હિન્દુ વિરોધી સૂત્રો લખાયા: 7 મહિના પહેલા પણ કેલિફોર્નિયાના એક મંદિરમાં અભદ્ર સૂત્રો લખવામાં આવ્યા હતા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના પર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટના ચિનો હિલ્સ વિસ્તારમાં બની હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં ‘મોદી-હિન્દુસ્તાન મુર્દાબાદ’ જેવા નારા અને પીએમ મોદી માટે અપશબ્દો લખેલા જોઈ શકાય છે.