કૈરો/તેલ અવીવ3 કલાક પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બેકડોર ડિપ્લોમસી હેઠળ વાતચીત ચાલી રહી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલે કતારની વેબસાઈટ ‘અલ અરાબી અલ જાદીદ’ના અહેવાલને ટાંકીને આ માહિતી આપી છે.
અહેવાલ મુજબ ગયા અઠવાડિયે ઇજિપ્તના પ્રતિનિધિમંડળે ઇઝરાયલની ગુપ્ત મુલાકાત લીધી હતી. આ દરમિયાન યુદ્ધવિરામને લઈને ગંભીર વાતચીત થઈ. બીજી તરફ કતારના મધ્યસ્થીઓએ ઇઝરાયલને કહ્યું છે કે હમાસ તમામ બંધકોને છોડવા માટે તૈયાર છે, પરંતુ તે એક મહિનાનો યુદ્ધવિરામ ઈચ્છે છે.
આ તસવીર ગાઝાના સેન્ટ્રલ પાર્ક વિસ્તાર તરફ આગળ વધી રહેલી ઇઝરાયલી ટેન્કની છે. રવિવારથી આ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
યુદ્ધ સમાપ્ત થવું જોઈએ
- જ્યારે ઇજિપ્તની ટીમ તેલ અવીવ પહોંચી તેણે ઇઝરાયલી સરકાર સાથે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવા વાટાઘાટો કરી. આ પ્રયાસ એટલા માટે મહત્ત્વનો બની જાય છે કારણ કે ઇઝરાયલ ઘણી વખત કહી ચૂક્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ વિનાશ નહીં થાય ત્યાં સુધી તે યુદ્ધ બંધ નહીં કરે.
- હવે કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓ યુદ્ધવિરામ માટે નવું માળખું બનાવી રહ્યા છે. ઇજિપ્તના એક અધિકારીએ કહ્યું – આ સમયે પરિસ્થિતિ ખૂબ જ જટિલ અને મુશ્કેલ છે. ઇજિપ્ત ઇચ્છે છે કે ઇઝરાયલની સેના ગાઝામાંથી સંપૂર્ણ રીતે હટી જાય અને તે પછી તમામ પક્ષો સમાધાન કરે અને હમાસ શાંતિની ખાતરી આપે.
- બીજી તરફ કતારના એક સૂત્રએ કહ્યું- હમાસ બંધકોની મુક્તિ માટે તૈયાર છે, પરંતુ તે માગ કરે છે કે ઇઝરાયલ ઓછામાં ઓછા એક મહિનાના યુદ્ધવિરામની ખાતરી આપે. પેલેસ્ટાઈન ઓથોરિટીની ભૂમિકા પણ મહત્ત્વની હોઈ શકે છે. જો કે ઇઝરાયલ આ મામલે ઝૂકવા તૈયાર નથી. આ સૌથી મોટી સમસ્યા છે.
- આ જ રિપોર્ટમાં કહેવાયું છે કે ઇઝરાયલ અને અમેરિકા સારી રીતે જાણે છે કે હમાસ વધુ સમય સુધી ટકી શકશે નહીં. તેથી, તેની શક્તિને બચાવવા માટે, તે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની વાત કરી રહી છે. ઇઝરાયલ તેને રાહત આપવા માંગતું નથી, તે બળ દ્વારા બંધકોને મુક્ત કરવા માગે છે.
ગાઝામાં એક સંકુલને નષ્ટ કર્યા પછી પાછા ફરતા ઇઝરાયલી સૈનિકો. અહીંની એક શાળા પર દરોડા દરમિયાન ઘાતક હથિયારો અને દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
વધુ બે ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા
- ઇઝરાયલ સાથેના યુદ્ધમાં રવિવારે વધુ બે ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 172 ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા છે.
- ખાન યુનિસ વિસ્તારમાં રવિવારે બે જવાનો શહીદ થયા હતા. અહેવાલ છે કે આ બંને સૈનિકો યુનિટથી અલગ થઈ ગયા અને હમાસના ગોળીબારમાં આવી ગયા. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
- આ દરમિયાન ઇઝરાયલે ખાન યુનિસ વિસ્તારમાં એક શાળા પર દરોડા દરમિયાન અત્યંત ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. જેમાં અનેક રોકેટ લોન્ચર, ઈરાની આર્મીની મશીનગન અને હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
- પેલેસ્ટાઈન ઓથોરિટીના મંત્રી યુસુફ સલામા રવિવારે ઇઝરાયલના બોમ્બ ધડાકામાં માર્યા ગયા હતા. તેમની ઉંમર 68 વર્ષ જણાવવામાં આવી છે. તેઓ પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસના નજીકના હોવાનું કહેવાય છે.