Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home International

ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી સામે મેક્સિકોની ચેતવણી: રાષ્ટ્રપતિએ કહ્યું- 4 લાખ અમેરિકનો નોકરી ગુમાવશે; સરહદ સીલ કરવાનો કોઈ ઈરાદો નથી

Divya Sardar by Divya Sardar
November 28, 2024
in International
250 2
0
ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી સામે મેક્સિકોની ચેતવણી:  રાષ્ટ્રપતિએ કહ્યું- 4 લાખ અમેરિકનો નોકરી ગુમાવશે; સરહદ સીલ કરવાનો કોઈ ઈરાદો નથી
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

કેન્દ્ર સરકાર ભારતીયોને ઈઝરાયલમાંથી બહાર કાઢશે:  નેતન્યાહૂએ કહ્યું- સુપ્રીમ લીડર ખોમેની પણ ઈરાનમાં સુરક્ષિત નથી; 639 ઈરાનીઓ, 24 ઇઝરાયલીઓનાં મોત

કેન્દ્ર સરકાર ભારતીયોને ઈઝરાયલમાંથી બહાર કાઢશે: નેતન્યાહૂએ કહ્યું- સુપ્રીમ લીડર ખોમેની પણ ઈરાનમાં સુરક્ષિત નથી; 639 ઈરાનીઓ, 24 ઇઝરાયલીઓનાં મોત

June 20, 2025
Editor’s View: મુનીરનો ખભો ને અમેરિકાની બંદૂક:  ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફને ફોસલાવી લીધા; ગદ્દારીનો આ અધ્યાય ઈરાનને ભારે પડી શકે, ચીનને દગો નહીં દે એ નક્કી

Editor’s View: મુનીરનો ખભો ને અમેરિકાની બંદૂક: ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફને ફોસલાવી લીધા; ગદ્દારીનો આ અધ્યાય ઈરાનને ભારે પડી શકે, ચીનને દગો નહીં દે એ નક્કી

June 19, 2025


વોશિંગ્ટન20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિવેદન પર મેક્સિકોએ ચેતવણી આપી છે. પ્રમુખ ક્લાઉડિયા શિનબામે જણાવ્યું હતું કે, જો યુએસ મેક્સિકો પર ટેરિફ વધારશે, તો તે પણ તેના જવાબમાં ટેરિફ વધારશે.

શિનબામે ટ્રમ્પના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે, મેક્સીકન રાષ્ટ્રપતિ અમેરિકામાં સ્થળાંતર રોકવા માટે તેની સરહદો સીલ કરવા માટે તૈયાર છે. શિનબામ કહ્યું કે, તેનો સરહદ સીલ કરવાનો કોઈ ઇરાદો નથી.

મેક્સિકોના અર્થતંત્ર પ્રધાન માર્સેલો એબ્રાર્ડે પણ અમેરિકાને પ્રાદેશિક વેપાર યુદ્ધ શરૂ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકાનું આ પગલું પોતાના પગમાં કુહાડી મારવા જેવું હશે. જેના કારણે 4 લાખ અમેરિકન લોકો તેમની નોકરી ગુમાવી શકે છે.

હકીકતમાં, ટ્રમ્પે બે દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ પદના શપથ લીધા બાદ પહેલા દિવસે કેનેડા, મેક્સિકો અને ચીનથી અમેરિકા આવતા સામાન પર ભારે ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી આ ત્રણ દેશો ડ્રગ્સ અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર અંકુશ નહીં રાખે ત્યાં સુધી તેમને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફનો માર સહન કરવો પડશે.

મંત્રીએ કહ્યું- ટેરિફ લાદવામાં આવશે તો અમેરિકન અર્થવ્યવસ્થાને નુકસાન થશે CNN અનુસાર, મેક્સિકોની અર્થવ્યવસ્થામાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો મોટો ફાળો છે. USમાં વેચાતા લગભગ 25% વાહનો મેક્સિકોમાં બને છે. ટેરિફ વધવાથી અમેરિકામાં આ વાહનોની કિંમતમાં વધારો થશે.

મેક્સિકોના ઇકોનોમી મિનિસ્ટરે કહ્યું કે, અમેરિકામાં વેચાતી 88% પિક-અપ ટ્રક મેક્સિકોમાં બને છે. આ અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે વેચાય છે, જ્યાંથી ટ્રમ્પને ભારે મત મળ્યા છે. જો ટ્રમ્પ મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાદશે તો તે વાહનોની કિંમતમાં $3,000 સુધીનો વધારો કરી શકે છે. આનાથી અમેરિકન કંપનીઓને નુકસાન તો થશે જ, પરંતુ અમેરિકન અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડશે.

નિષ્ણાતોના મતે ટેરિફ વધારવાનો નિર્ણય અમેરિકન કંપનીઓ માટે ખરાબ સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ ટેરિફ ‘ડેટ્રોઈટ થ્રી ઓટોમેકર્સ’ના નફા પર મોટી અસર કરી શકે છે.

ડેટ્રોઇટ થ્રીમાં જનરલ મોટર્સ, ફોર્ડ અને સ્ટેલાન્ટિસનો સમાવેશ થાય છે. આ ત્રણેય અમેરિકાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. આ કંપનીઓ તેમના વાહનો મેક્સિકોમાં બનાવે છે અને અમેરિકામાં વેચે છે.

2021થી 1 કરોડથી વધુ સ્થળાંતરીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે, જેમાંથી લગભગ 80 લાખ લોકો મેક્સિકો સરહદ દ્વારા પ્રવેશ્યા છે. (ફાઈલ તસવીર છે.)

2021થી 1 કરોડથી વધુ સ્થળાંતરીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે, જેમાંથી લગભગ 80 લાખ લોકો મેક્સિકો સરહદ દ્વારા પ્રવેશ્યા છે. (ફાઈલ તસવીર છે.)

મેક્સિકો સ્થળાંતર રોકવા માટે સરહદ સીલ કરશે નહીં બુધવારે રાષ્ટ્રપતિ શેનબામ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. આ પછી ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ શિનબામ મેક્સિકો થઈને અમેરિકા આવતા પ્રવાસીઓને રોકવા માટે પોતાની સરહદો બંધ કરવા માટે સંમત થયા છે. તેના પર શેનબામે કહ્યું કે, મેક્સિકોનો ઇરાદો સરહદ બંધ કરવાનો નથી, પરંતુ સરકાર અને લોકો વચ્ચે સેતુ બનાવવાનો છે.

શિનબામે કહ્યું-

QuoteImage

અમે સ્થળાંતર અંગે મેક્સિકોની વ્યૂહરચના અંગે ચર્ચા કરી. મેં તેમને કહ્યું કે માઇગ્રન્ટ્સ ઉત્તરીય સરહદથી આવતા નથી કારણ કે તેઓને મેક્સિકોમાં રોકવામાં આવ્યા છે.

QuoteImage

એક રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશનારા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ડિસેમ્બર 2023 માં આ સ્થળાંતર કરનારાઓની સંખ્યા 2.5 લાખથી વધુ હતી, પરંતુ ઓગસ્ટમાં આ સંખ્યા ઘટીને 58 હજાર થઈ ગઈ છે.



Source link

Tags: Donald Trump Tariff HikeEconomy Minister Marcelo EbrardMexico President Claudia SheinbaumRegional Trade WarUS Mexico Tariff Hike

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59  ટકા મતદાન

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

June 20, 2025
તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News
  • વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન
  • તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?