તેલ અવીવ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલ કેબિનેટની બેઠક દરમિયાન નેતન્યાહૂ. (ફાઈલ)
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને રાજકીય મોરચે મોટી રાહત મળી છે. કેબિનેટે 2024ના બજેટમાં 55 અબજ શેકલ્સ (ઇઝરાયલની કરન્સી)ના વધારાના બજેટને મંજૂરી આપી છે. આ લગભગ 15 અબજ યુએસ ડોલર જેટલી રકમ છે.
7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધ બાદ નેતન્યાહૂએ આ બજેટ માટે બે વખત પ્રયાસ કર્યા હતા. બીજી તરફ તુર્કીમાં ઇઝરાયલના એક ફૂટબોલરની ધરપકડ બાદ ઇઝરાયલ પરત મોકલી દેવામાં આવ્યો છે. આ ફૂટબોલરે હમાસની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવાની માગણી સાથે કાંડા પર પટ્ટી બાંધી હતી.
બજેટનો ઉપયોગ બે રીતે થશે
- ‘ટાઈમ્સ ઓફ ઇઝરાયલ’ના અહેવાલ મુજબ કેબિનેટની બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને તેના બજેટને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, બાદમાં 15 અબજ ડોલરનું ઈમરજન્સી બજેટ રજૂ કરવા સંમત થયું હતું.
- બજેટનો મોટાભાગનો હિસ્સો લશ્કરી સાધનો પર ખર્ચવામાં આવશે. આ સિવાય બીજો ભાગ યુદ્ધથી અસરગ્રસ્ત લોકોની સારવાર અને વળતર પાછળ ખર્ચવામાં આવશે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક રવિવાર રાતથી સોમવાર સવાર સુધી ચાલી હતી અને બાદમાં નેતન્યાહૂ અને રક્ષા મંત્રી સ્મોટ્રિચ બેઠક માટે અલગથી મળ્યા હતા.
- બાદમાં સ્મોટ્રિચે કહ્યું- અમે હેલ્થ બજેટ વધારવાનો નિર્ણય કર્યો છે. માનસિક સ્વાસ્થ્ય અને હોસ્પિટલની સુવિધાઓ પાછળ લગભગ એક અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણના બજેટમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. એક મુદ્દો આંતરિક સુરક્ષાનો છે. 7 ઓક્ટોબર પછી તેને હાઈટેક બનાવવાની જરૂર છે. અત્યારે અમારું ધ્યાન યુદ્ધ પર છે અને તેને જીતવું મહત્વપૂર્ણ છે. તેથી, અમે આ ક્ષેત્ર પર સૌથી વધુ ફોકસ કર્યું છે.
28 વર્ષીય સેઝિવે રવિવારે તુર્કી લીગમાં ગોલ કર્યા પછી કેમેરા સામે તેના કાંડાની પટ્ટીને બતાવી હતી. તેના પર હોસ્ટેજ ક્રાઈસીસ સંબંધિત સ્લોગન લખવામાં આવ્યું હતું.
ઇઝરાયલના ફૂટબોલરની ધરપકડ
- તુર્કીમાં ઇઝરાયલના એક ફૂટબોલરની ધરપકડ કરીને તેને ઇઝરાયલ પરત મોકલવા મામલે ઇઝરાયલ અને તુર્કી સામ-સામે આવી ગયા છે. આ ખેલાડીનું નામ સેજીવ જેહેકલ છે. 28 વર્ષીય સેજીવે રવિવારે તુર્કી લીગમાં ગોલ કર્યા પછી કેમેરા પર તેના કાંડા પર બાંધેલી પટ્ટી બતાવી હતી. તેના પર હોસ્ટેજ ક્રાઈસીસ સંબંધિત સ્લોગન લખવામાં આવ્યું હતું.
- સ્થાનિક મીડિયા અનુસાર- કાંડા પર બાંધેલી પટ્ટી પર 100 દિવસ જેલમાં… લખેલું હતું. હમાસની કેદમાં હજુ પણ ઇઝરાયલના 132 બંધકો છે અને તેમની મુક્તિ અંગે આતંકવાદી સંગઠને હજુ સુધી કંઈ કહ્યું નથી. હમાસની માંગ છે કે ઇઝરાયલ ઓછામાં ઓછા એક મહિના માટે યુદ્ધવિરામનું પાલન કરે, ત્યારબાદ જ બંધકોને મુક્ત કરવા પર વાતચીત થઈ શકે છે.
- બીજી તરફ ઇઝરાયલના વિદેશ મંત્રાલયે તુર્કીના આ પગલાને સરમુખત્યારશાહી અને નાઝીવાદની ઘટના ગણાવતા કહ્યું કે આ મામલાની નજર રાખવામાં આવશે જેથી યોગ્ય સમયે જવાબ આપી શકાય.