પૈસા લેતી દેતી બાબતે યુવકને ધાક-ધમકી આપી.

0
38

– બે દિવસ માં પૈસા નહિ આપે તો,તારા કોરા ચેક મોટી રકમ વાડા ભરી દેવાની ધમકી આપતો હતો.

– પૈસા લેતી દેતી બાબતે યુવક તથા મિત્રને ધાકધમકી આપતા ફિનાઇલ પીને આપઘાત નો પ્રયાસ કર્યો.


– યુવકે શખસના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૧૯/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

પૈસા લેતી દેતી બાબતે યુવકને ધાક ધમકી આપી કોરા ચેક ભરી તેના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ કરી દેવાની ધમકી આપતા યુવકે અને તેના મિત્ર બંને એ ફાઇનલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બાપુનગર પોલીસને જાણ થતાં પોલીસ નો કાફલો ઘટના સ્થળ પહોચ્યો હતો.જ્યાં યુવકે શખ્શના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે આવેલા દર્શન વિલા સોસાયટીમાં રહેતા ધર્મેશ પટેલ ઉ. વ ૩0 પોતાના પરિવાર સાથે રહી જીન્સ પેન્ટનો તેના મિત્ર પ્રણવ સાથે મળી છેલ્લા ૮ વર્ષ થી વેપાર કરે છે.બાદ ભીડભજન માં જીન્સનો ધંધો કરતા નીતિન પાસે પ્રણવ ને રૂ.૭૫ હજાર લેવાના હતા. નીતિને પ્રણવની ઓળખાણ નહેરુ સાથે કરાવતા જેના કારણે ધર્મેશ ની મિત્રતા નહેરુ સાથે થય હતી.પરંતુ નહેરુ એ ધર્મેશ અને પ્રણવને જણાવ્યું કે, મારા મિત્ર અમીતને અમેરિકા થી ગુજરાતમાં પૈસા મોકલાવા તો કોઈ ઓળખાણ છે.જેથી પૈસા મારો મિત્ર ગુજરાત માં મોકલવી શકે કહેતા ધર્મેશે જણાવ્યું કે,મારો ભાઈ તરુણ કેનેડા રહે છે.તેનો મિત્ર દિપ મની ટ્રાન્સફર નું જ કામ કરે છે કહ્યું હતું.જોકે નહેરુ એ તેના મીત્ર અમિતને ધર્મેશભાઈ સાથે વાત કરાવી અમેરિકાથી પૈસા કેનેડા અને કેનેડા થી ગુજરાત મોકલવાનું નક્કી થયું હતું.બાદ દિપ પૈસા તેના પિતા મિનેશ નવસારી ખાતે રહેતા તેમના ખાતામાં મોકલ્યા હતા.અને પિતા મિનેશે બાપુનગર મહેન્દ્ર સોમાં ભાઈના અગડીયા પેઢીમાં મોકલ્યા હતા.ગત ૧૧ મીએ ૮ લાખ અને બીજા દિવસે ૫ લાખ મળી કુલ ૧૩ મોકલ્યા હતા.જોકે અમીત ના કહેવા મુજબ તેનો ભાઈ કૃણાલ ને રૂપિયા ૧૩ લાખ ઉપડ્યા હતા. ત્યારે થોડા દિવસ પછી નવસારીથી મિનેશ ફોન કહ્યું કે, તરુણ અને અમિતે મારા દીકરા દિપ સાથે ચિટિંગ કરી છે.એના ખાતામાં ડોલર મોકલ્યા જ નથી કહેતા ધર્મેશ અને પ્રણવે મીનેશભાઈ ને બાપુનગર બોલવી પૈસા લેતી દેતી બાબતે સમજવી બંને કોરા સહી વાડા ચેક આપ્યા હતા.ગત મંગળવારે રાતે પ્રણવ અને ધર્મેશ પર ફોન આવ્યો કે,પૈસા બે દિવસ માં જોઈએ નકર મોટી રકમ વાડી ચેક ભરી બાઉન્સ કરાવી તમારા વિરૂદ્ધમાં ફરિયાદ કરીશ ધમકી આપતો હતો.જોકે ધમકી આપતા પ્રણવ અને ધર્મેશ ગભરાઈ જતા ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.બાદ આસપાસ માં જાણ થતાં બંને નેં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હતા.બીજી બાજુ પોલીસ ને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.ત્યાં ધર્મેશ ભાઈ એ મિનેશભાઈ ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here