યુવક ઘરે બેસી કાર લે વેચનો હિસાબ ચેક કરતા જાણવા મળ્યું કે

0
32

શખ્શના ખાતાંમાં યુવકના જાણ વગર રૂ ૫ લાખ ટ્રાન્સફર થયા હતા.
શખ્શ ના વિરૂદ્ધમાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે છેતરપિંડી ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૫/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

યુવક ઘરે બેઠા કાર લે વેચ નું કામ કરતો હતો.બાદ હિસાબ ચેક કરવા માટે yono એસબીઆઇ બેંકના એકાઉન્ટ માં ચેક કરતા જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા શખ્શના ખાતામાં ધીરે ધીરે કરીને રૂ.૫ લાખ ટ્રાન્સફર થઈ ગયા છે.જોકે બેંકમાં થી પૈસા સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે યુવકે શખ્શ ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

શહેરમાં છેલ્લા ઘણાં દિવસો થી મોટા પ્રમાણ માં લોકો જોડે ઓનલાઇન ફ્રોડ થયો હોવાનું જાણવા મળ્યું છે.જેવોજ એક કિસ્સો હીરાવાડી ધર્મજીવન ટેનામેન્ટ માં રહેતા મિલન દુખાનંદી ઉ. વ ૩૨ અગાઉ ગાડી લે વેચ કરવાનું કામ ઘરે થી જ કરતા હતા અને હાલ પાનનો ગલ્લો ધરાવે છે.દરમિયાન ઘરે બેસી કાર લે વેચનું કામ કરતા હતા.ત્યારે રાજકોટ થી રૂ.૫.૨૫ લાખમાં ખરીદી. બાદ રાજકોટના રાજુ પટેલ ને રૂ ૫.૪૫ લાખમાં વેચી હતી.જોકે એમને રૂપિયા ધીરે ધીરે કરીને પૈસા ચૂકવી દીધા હતા.ગત ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રાતે ઘરે મિલન ભાઈ પોતાના ગાડીઓનો કેટલી લે વેચ કરીનો હિસાબ YONOSBI એપ્લિકેશન ચેક કરતા હતા. સમયે જાણ થઈ કે, એકાઉન્ટમાં થી પેલા ૧ લાખ અને બીજી વારમાં ૪ લાખ મળી કુલ રૂ.૫ લાખ નું ટ્રાન્જેક્શન ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ ઠક્કરનગર બ્રાન્ચ ખાતે આવેલી બેંકમાં રમેશ ગામી ના નામનાં શખ્શ ના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે.બીજા દિવસે હીરાવાડી ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં જઈ મિલન ભાઈ છેતરપિંડી થઈ હોવાનું બેંક કર્મચારી જાણ કરતા જણાવ્યું કે,હાલ તમે અરજી કરી દો,તમને કેવી રીતે ટ્રાન્સફર થયા એની જાણ કરી દઈશું.જોકે મિલન ભાઇએ જે તે વખતે બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.જેથી બીજા પૈસા ટ્રાન્સફર ન થયા હતા.બાદ બેંકમાંથી જાણવા મળ્યું કે,પૈસા બેંકમાંથી સીઝ કરવામાં આવ્યા હોવાથી તમારે પોલીસમાં અરજી કરી પૈસા છોડાવા પડશે. આ અંગે મિલન ભાઇએ ક્રિષ્નાનગર પોલીસમાં મિલન ભાઇએ ફરિયાદ નોધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here