પરિવારને અપહરણ કરી,પૈસાની માંગણી કરતા હતા.

0
27

– વેપારીને રિવોલ્વર બતાવી ૫ લાખની ખંડણી માંગતા બે શખ્શો ૨ લાખ પડવ્યા.


– વેપારીએ બે શખસના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

તા.૧૯/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

યુવકને એક ગોડાઉનમાં બોલવી ૫ લાખ રૂપિયા નહિ આપે તો,તારા પરિવારને જીવતો નહિ રહેવા દવ કહી યુવકને ગન દેખાડી ધમકાવ્યો હતો.યુવકે બે લાખ આપતા બાકીના પૈસા આપી દેજે નહિતર તારો પરિવાર જીવતો નહિ રહે કહી ધાકધમકી આપતો હતો. આ અંગે યુવકે પૈસાની ખંડણી કરતા દાણીલીમડા માં યુવક અને શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં દિનપ્રતદિન ગુનેગારો બેફામ બની રહ્યા છે અને કોઈ પોલીસ નો ડર જોવા મળી નથી રહ્યો.જેવા માં એક કિસ્સો સામે આવ્યો છે.શાહ આલમ માં આવેલા નવાબ રેસીડેન્સી માં રહેતા રિજવાન પટેલ ઉ. વ ૩૩ પોતાના પરિવાર સાથે રહી ફૂલ બજારના દુકાન ધરાવી વેપાર કરે છે.ગત ૨૬ જૂન ૨૧ ના રોજ રિજવાન ભાઈને અજાણ્યાં નંબર થી ફોન આવ્યો કે,હું સમીર વાત કરું છું,તું મને ઓળખે છે. જોકે રિજવાન ભાઈએ ના પાડતા કહ્યું કે,હું સોહેબ નો સાડો વાત કરું છું કહી ગુલાબનગર ખાતે મળવા બોલાવ્યા હતા.જોકે ત્યાં પહોંચતાં સમીર અને એક અજાણ્યો શખ્શ આવી રિજવાનભાઈ ને ગોડાઉન માં લઇ ગયા હતા.જોકે ગોડાઉનમાં લઇ જતા સમીરે કહ્યું કે,તે બધો હક મેળવ્યો છે, સંબંધીને પૈસા આપ્યા નથી કહેતા રિજવાનભાઈ એ કિધું કે,એમાં ભાઈ તમારે શું કામ છે અને બધો હક બધાને આપી દીધો છે.બાદ સમીરે કિધું કે,તું ફૂલ બજાર ૪ વાગે જાઈ છે ને તારી દિકરી ઓ સાંજે નીચે રમતી હોઈ છે અને તારી પત્ની સાંજે આટો મારવા નીકળી છે.બધી મને ખબર છે.જો તારે તારા પરિવાર ની સલામતી જોઈતી હોય તો ,રૂ ૫ લાખ મને આપી દે.જોકે પૈસા આપવાની રીજવાનભાઇએ ના પાડતા સાથે આવેલા શખ્શે સમીરને રિવોલ્વર આપી હતી.અને કિધું કે,પૈસા નહિ આપે તો,તારા ફેમિલીનો વારો છે કહેતા રીજવાનભાઇએ કહ્યું કે,હું ઘરે જઈને પૈસા ની સગવડ કરી છું. આ અંગે ની ધમકી આપતા રીજવાનભાઇએ સમીર અને સાથે આવેલા શખ્સના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બોક્ષ- રિવોલ્વર કન પટ્ટી પર રાખતા યુવક ગભરાયો…..

ઘરે જઈને રીજવાનભાઇએ પત્નીને જાણ કરતા પૈસા આપી દેવાની વાત કરતા રીજવાનભાઈ અને તેના પત્ની સમીરને બે લાખ આપતા બીજાં પૈસાની માંગણી કરતા રીજવાનભાઇએ સબંધી ના ઘરે જઈ વાત કરતા સમીર ત્યાં પહોંચી ધાક ધમકી આપી નાસી જતાં પહેલાં પૈસા નહિ આપે તો તારા પરિવાર સલામત નહિ રહેવા દવ ધાક ધમકી આપી નાસી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here