9 મિનિટ પેહલા
- કૉપી લિંક
એર ટર્બ્યુલન્સ. જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરી હોય તો તમે આ શબ્દથી સારી રીતે વાકેફ હશો. છેલ્લા કેટલાક દિવસોમાં એર ટર્બ્યુલન્સ સાથે અનેક સમાચાર સામે આવ્યા છે. 21 મેના રોજ સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટ એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી અને પ્લેનમાં સવાર એક વ્યક્તિનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયું હતું, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટર્બ્યુલન્સ દરમિયાન પ્લેન 3 મિનિટમાં 37,000 ફૂટની ઊંચાઈથી 31,000 ફૂટ નીચે આવી ગયું હતું.
આ ઘટનાના પાંચ દિવસ બાદ, એટલે કે 26 મેના રોજ કતાર એરવેઝની એક ફ્લાઈટ એર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં 6 ક્રૂ-મેમ્બર સહિત 12 લોકો ઘાયલ થયા છે.
હવાઈ મુસાફરી દરમિયાન આપણે જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ હવામાં પહેલેથી જ તદ્દન સંવેદનશીલ હોઈએ છીએ, પરંતુ આવી સ્થિતિમાં જો કોઈ મુશ્કેલી ઊભી થાય છે, તો શરીર અને મનની પ્રતિક્રિયા ખૂબ જ તીવ્ર હોઈ શકે છે, તેથી આજે ‘તબિયત પાણી‘ માં આપણે એર ટર્બ્યુલન્સ અને આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર એની અસર વિશે વાત કરીશું.
- આનાથી કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?
- શું એર ટર્બ્યુલન્સ પણ હાર્ટ-એટેકનું કારણ બની શકે છે?
- આ સમસ્યાઓથી બચવાના ઉપાયો શું છે?
એર ટર્બ્યુલન્સ શું છે?
જ્યારે આકાશમાં હવાના જેટ સ્ટ્રીમ (નદીના પ્રવાહની જેમ હવાનો પ્રવાહ) કારણે વિમાન હવામાં ઓસિલેટ થાય છે, ત્યારે મુસાફરોને આંચકો લાગે છે. આને ‘એર ટર્બ્યુલન્સ’ કહેવામાં આવે છે. જો આ ગરબડ ધીમી રહેશે તો મુસાફરો પર એની વધુ અસર નહીં થાય. જ્યારે એર ટર્બ્યુલન્સ સહેજ વધારે હોય અથવા આત્યંતિક લેવલે વધારે હોય તો મુસાફરો તેમની સીટ પરથી પડી શકે છે અને ઘાયલ થઈ શકે છે. તણાવને કારણે કોઈનું બીપી શૂટ થઈ શકે છે, હાર્ટ-એટેક આવી શકે છે અથવા કોઈ બેહોશ પણ થઈ શકે છે.
દર વર્ષે લગભગ 68,000 એર ટર્બ્યુલન્સની ઘટના બને
જર્મનીથી પ્રકાશિત સાયન્ટિફિક જર્નલ સ્પ્રિન્ગરમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, દર વર્ષે સરેરાશ 68,000 હળવા અને ખતરનાક એર ટર્બ્યુલન્સ જોવા મળે છે. મોટા ભાગની એર ટર્બ્યુલન્સની આગાહી 18 કલાક અગાઉ કરી શકાય છે. જ્યારે ક્યારેક પવનની દિશા અચાનક બદલાઈ જાય છે અથવા વધુ મજબૂત થઈ જાય છે, ત્યારે એના વિશે અગાઉથી કંઈપણ કહેવું મુશ્કેલ છે. ઉનાળાની ઋતુમાં આ ટર્બ્યુલન્સ વધુ જોવા મળે છે.
આધુનિક એરક્રાફ્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એ ભારે ટર્બ્યુલન્સનો સામનો કરી શકે. તેમ છતાં તેમના શરીરનાં અંગો ઢીલાં નહીં થાય, પરંતુ એરક્રાફ્ટની અંદર બેઠેલી વ્યક્તિનું હૃદય ચોક્કસ ડરથી ધ્રૂજી શકે છે.
એર ટર્બ્યુલન્સ દરમિયાન આપણું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?
જ્યારે એર ટર્બ્યુલન્સને કારણે પ્લેનની હિલચાલ અને ગતિમાં ઝડપી ફેરફાર થાય છે ત્યારે એની સીધી અસર મુસાફરો અને ક્રૂ-મેમ્બરના શરીર પર પડે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે આ સમય દરમિયાન એરક્રાફ્ટ ખાડાવાળા ખરાબ રસ્તા પર ચાલતી ઓટો કે બસની જેમ અચકાય છે.
જોકે રસ્તા પર ચાલતી વખતે આપણને એટલો ડર નથી લાગતો, પરંતુ હવામાં લાગેલા ડરથી આપણને બીક લાગે છે. આપણો ડર પણ જોખમના પ્રમાણમાં છે. રસ્તા કરતાં હજારો ફૂટની ઊંચાઈએ જોખમ વધારે છે.
આ ભય આપણી વેસ્ટિબ્યુલર સિસ્ટમ પર સૌથી વધુ અસર કરે છે. આ શરીરની સિસ્ટમ છે, જે આપણને લાંબા સમય સુધી એક સ્થિતિમાં રહેવા અને શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ સમય દરમિયાન એની સિસ્ટમ અવ્યવસ્થિત થઈ જાય છે.
એર ટર્બ્યુલન્સ સંપૂર્ણપણે અણધારી હોવાથી આપણું મગજ એ સંવેદના અનુભવવાનું બંધ કરી દે છે કે આપણે પોતાનું બેલેન્સ જાળવવા માટે બોડીનો સેન્ટર ઓફ માસ ક્યાં રાખવો, જે કેટલાક હેલ્થ ઈસ્યુઝનું કારણ બની શકે છે.
ચાલો ગ્રાફિકમાં જોઈએ કે એર ટર્બ્યુલન્સથી કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
ચાલો… ગ્રાફિકમાં આપેલા નિર્દેશકોને વિગતવાર સમજીએ.
તણાવ અને ચિંતા વધી શકે છે
એર ટર્બ્યુલન્સ તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. આ કારણે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધી શકે છે. આવી સ્વાસ્થ્ય સ્થિતિઓ વધવાથી હાર્ટ-એટેકનું જોખમ વધી શકે છે. જો કોઈ વ્યક્તિને પહેલાંથી જ કોઈપણ પ્રકારની હાર્ટની બીમારી હોય તો તેના માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
પેનિક એટેક આવી શકે છે
એર ટર્બ્યુલન્સમાં દરેક ક્ષણ ખૂબ જ અણધારી હોય છે. જમીનથી 50-60 હજાર ફૂટની ઊંચાઈએ એવું લાગે છે કે જાણે દુનિયા ખતમ થઈ રહી છે, તેથી,નર્વસનેસને કારણે ગભરાટના હુમલા થવા લાગે છે.
ઈજા થઈ શકે છે
જો સીટ બેલ્ટ બરાબર ન પહેર્યો હોય તો એર ટર્બ્યુલન્સને કારણે પ્લેનની અંદર ગમે ત્યાં પડી જઈએ છીએ. કોઈપણ વસ્તુ કે વ્યક્તિ સાથે ટકરાઈ શકે છે. આનાથી ગંભીર ઈજા થઈ શકે છે.
- માથામાં ઈજા થઈ શકે છે.
- હાડકાં તૂટી શકે છે.
- શરીરનાં કોઈપણ અંગને નુકસાન થઈ શકે છે.
મોશન સિકનેસનું કારણ બની શકે છે
જ્યારે વિમાનમાં અચાનક હલનચલન થાય છે ત્યારે આપણને વિચિત્ર લાગે છે અને ઉબકા આવવા લાગે છે. ભય અને ચિંતાને કારણે ઊલટી પણ થઈ શકે છે.
સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે
જ્યારે આપણે અચાનક ઠોકર ખાઈએ છીએ ત્યારે આપણે આપણા હાથ અને પગની મદદથી ઊભા રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રક્રિયાને કારણે સ્નાયુમાં તાણ આવી શકે છે. ખભા, ગરદન અથવા પીઠમાં ખેંચાયેલા સ્નાયુઓને કારણે તાણ આવી શકે છે.
શું એર ટર્બ્યુલન્સ પણ હાર્ટ-એટેકનું કારણ બની શકે છે?
કાનપુરની હાર્ટ ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અવધેશ શર્મા કહે છે, એર ટર્બ્યુલન્સનો હાર્ટ-એટેક સાથે સીધો સંબંધ નથી. હા, એ ચોક્કસપણે શક્ય છે કે જો કોઈ અગાઉની હૃદય સંબંધિત સમસ્યા હોય તો એ ટ્રિગર થઈ શકે છે.
પ્રશ્ન: જો કોઈને હૃદયની તકલીફ હોય તો શું સાવચેતી રાખવી જોઈએ?
જવાબ: ડૉ. અવધેશ શર્મા કહે છે, જો કોઈ વ્યક્તિને હાઈપરટેન્શન, સ્ટ્રેસ કે ચિંતાની સમસ્યા હોય તો તેણે મુસાફરી કરતાં પહેલાં કેટલીક પ્રાથમિક સાવચેતી રાખવી જોઈએ.
નીચે ગ્રાફિક જુઓ. પછી એને વિગતવાર સમજો.
મુસાફરી કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો
જો તમને પહેલાંથી સ્વાસ્થ્યવિષયક કોઈ સમસ્યા છે, તમે વૃદ્ધ છો અથવા ધૂમ્રપાન કરતા હો, તો તમારે લાંબી હવાઈ મુસાફરી કરતાં પહેલાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરો સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરી શકે છે અને જરૂરી દવાઓ આપી શકે છે. જો સમસ્યા ગંભીર છે તો તમને પ્રવાસને મુલતવી રાખવાની સલાહ પણ આપી શકે છે.
તમારી સાથે આવશ્યક દવાઓ લો
જો ડૉક્ટરને લાગતું હોય કે એર ટર્બ્યુલન્સને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તે તેમને વધારાની દવાઓ આપી શકે છે. વ્યક્તિએ હંમેશાં આવશ્યક દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન કાગળો સાથે મુસાફરી કરવી જોઈએ.
હાઇડ્રેટેડ રહો: ડિહાઇડ્રેશન આપણા તણાવના લેવલને વધારી શકે છે, તેથી પૂરતું પાણી પીતા રહો, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કેફીન અને આલ્કોહોલ ટાળો: કેફીન અને આલ્કોહોલનું સેવન હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર વધારી શકે છે. હવાઈ મુસાફરી પહેલાં અને દરમિયાન આને ટાળો.
રિલેક્સેશન ટેક્નિક અપનાવો: ફ્લાઈટ ટેકઓફ થાય એ પહેલાં ઊંડો શ્વાસ લો, તમે મેડિટેશન કરી શકો છો. આ ફ્લાઈટમાં તણાવ અને ચિંતા સાથે કામ પાર પાડવામાં કરવામાં મદદ કરશે.
ચિંતા માટે જરૂરી દવાઓ લોઃ જો તમને પહેલેથી જ ચિંતાની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ લીધા પછી જ મુસાફરી કરો.
મુસાફરી પહેલાં ઊંઘ અને ખોરાક: લાંબી હવાઈ મુસાફરી પહેલાં ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી અને મસાલેદાર ખોરાક, અલ્ટ્રાપ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જરૂરી છે.
હંમેશાં તમારો સીટ બેલ્ટ પહેરોઃ પ્લેનમાં એર ટર્બ્યુલન્સ હોય કે ન હોય, જો તમે તમારી સીટ પર બેઠા હો તો હંમેશાં સીટ બેલ્ટને ચુસ્તપણે બાંધો. એરક્રાફ્ટમાં હંમેશાં સૂચના આપવામાં આવે છે કે સલામતીના કારણોસર બેલ્ટ બાંધી રાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે લોકો ઘણીવાર એનું પાલન કરતા નથી.