2 કલાક પેહલા
- કૉપી લિંક
મધ્યપ્રદેશમાં, ઓનલાઈન ડેટિંગ એપ્સ, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર ચેટિંગ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. વર્ષ 2024માં ખાલી ઇન્દોરમાંથી 158 ફરિયાદો પોલીસને મળી હતી. નવાઈની વાત એ છે કે આ પીડિતોમાંથી 60% વરિષ્ઠ નાગરિકો છે, જ્યારે 20% 55 વર્ષથી વધુ ઉંમરના છે.
આજકાલ ઓનલાઈન ડેટિંગ એપ્સ પર છેતરપિંડી અને બ્લેકમેઈલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે અને આત્મહત્યા જેવા પગલાં પણ લઈ રહ્યા છે. ફક્ત મધ્યપ્રદેશમાં જ ઓનલાઈન ડેટિંગ એપના ફાંદામાં ફસાઈને બદનામીના ડરથી 8 લોકોએ આત્મહત્યા કરી છે.
તો, આજે કામના સમાચારમાં, ચાલો વાત કરીએ કે ઓનલાઈન ડેટિંગ કૌભાંડ શું છે? તમે એ પણ જાણશો કે-
- ડેટિંગ એપ્સ દ્વારા સ્કેમર્સ લોકોને કેવી રીતે છેતરે છે?
- ડેટિંગ એપ કૌભાંડોથી કેવી રીતે બચવું?
નિષ્ણાત: રાજેશ દંડોતિયા, એડિશનલ ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, ઇન્દોર
રાહુલ મિશ્રા, સાયબર સુરક્ષા સલાહકાર, ઉત્તર પ્રદેશ પોલીસ
પ્રશ્ન- ઓનલાઈન ડેટિંગ શું છે? જવાબ: ઇન્ટરનેટ દ્વારા તમારા માટે જીવનસાથી શોધવો એ ઓનલાઇન ડેટિંગ છે. આ માટે, ડેટિંગ એપ અથવા વેબસાઇટ પર એકાઉન્ટ બનાવવું પડે છે. એકાઉન્ટ બનાવવા માટે, વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. કેટલીક ડેટિંગ એપ્લિકેશનો મફત સેવાઓ તેમજ પેઇડ પ્રીમિયમ સેવાઓ પ્રદાન કરે છે.
પ્રશ્ન- ઓનલાઈન ડેટિંગ ફ્રોડ શું છે? જવાબ- આ કૌભાંડમાં, સ્કેમર્સ પહેલા ડેટિંગ એપ પર નકલી પ્રોફાઇલ બનાવે છે. પછી તેઓ પ્રોફાઇલને વિશ્વસનીય બનાવવા માટે આકર્ષક ફોટાવાળા નકલી નામોનો ઉપયોગ કરે છે. તેમના મુખ્ય લક્ષ્યો સિનિયર સિટીઝનઅથવા સોશિયલ મીડિયા પર એક્ટિવ ઉદ્યોગપતિઓ છે.
સ્કેમર્સ પહેલા વ્યક્તિ સાથે ચેટ કરવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે તેમની સાથે ઈમોશનલ રીતે જોડાય છે. એકવાર તેઓ વ્યક્તિનો વિશ્વાસ જીતી લે છે, પછી તે કોઈ ઈમરજન્સીનું બહાના આપી પૈસાની માગણી કરે છે. આ ઉપરાંત, તેઓ લોકોને છેતરવા માટે કેટલીક અન્ય યુક્તિઓ પણ અપનાવે છે. જેમ કે-
- ઇન્દોરમાં, ડેટિંગ એપ્સ સંબંધિત ફરિયાદોમાં એવું જોવા મળ્યું હતું કે કેટલીક છોકરીઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને ફસાવવા માટે, તેમને તે જ બાર, પબ અથવા રેસ્ટોરન્ટમાં લઈ જતી હતી જ્યાં તેઓ ઓપરેટર સાથે મળીને કામ કરતા હતા. આ પછી, તે બિલમાં હેરાફેરી કરતી હતી અથવા તેમના ફોટા કે વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતી હતી.
- સ્કેમર્સ ઓનલાઈન ચેટ કર્યા પછી વ્યક્તિનો અવાજ બદલી નાખે છે અને પછી એઆઈ જનરેશન અને ડીપફેક જેવી અદ્યતન ટેકનોલોજીની મદદથી કોલ પર વાત કરે છે. આ અવાજ એટલો સચોટ છે કે AI અને વાસ્તવિક અવાજ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. આ પછી, તેઓ વ્યક્તિને છેતરે છે અને તેને છેતરપિંડીનો શિકાર બનાવે છે.
- આ ઉપરાંત, સ્કેમર્સ સોશિયલ મીડિયા અથવા ડેટિંગ એપ્સ પર લોકોને ફસાવવા માટે ડીપફેક ન્યૂડ વીડિયો કોલ કરે છે. તેઓ કોલ દરમિયાન સ્ક્રીન રેકોર્ડ કરે છે. બાદમાં તેઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરે છે અને પૈસાની માગણી કરે છે.

પ્રશ્ન: તમે ઓનલાઈન ડેટિંગ કૌભાંડને કેવી રીતે ઓળખી શકો છો? જવાબ- સ્કેમર્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે દરરોજ નવી પદ્ધતિઓ અપનાવે છે. જોકે, કેટલાક ચોક્કસ સંકેતો છે જે તમને ડેટિંગ કૌભાંડ ઓળખવામાં મદદ કરી શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો-

પ્રશ્ન: ઓનલાઈન ડેટિંગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ: સાયબર એક્સપર્ટ રાહુલ મિશ્રા કહે છે કે ઓનલાઈન ડેટિંગ માટે હંમેશા પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય એપ્સ અથવા વેબસાઇટનો ઉપયોગ કરો. પ્રોફાઇલ વેરિફિકેશન સુવિધા પૂરી પાડતા પ્લેટફોર્મને પ્રાથમિકતા આપો.
ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા પ્રોફાઇલ ફોટો ચકાસો. તમે જે વ્યક્તિ સાથે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેટ કરી રહ્યા છો તેની પ્રવૃત્તિ પર પણ નજર રાખો.
ડેટિંગ એપ પર બનેલા મિત્ર સાથે ક્યારેય બેંક વિગતો, કાર્યસ્થળ, તમારું સરનામું વગેરે જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. જો કોઈ થોડા દિવસોની વાતચીત પછી પ્રેમ કે લગ્ન વિશે વાત કરે છે, તો સાવધાન રહો. આ ઉપરાંત, કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નીચેના ગ્રાફિક પરથી આ સમજો-

પ્રશ્ન- ભારતમાં કઈ ડેટિંગ એપ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે? જવાબ- છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઓનલાઈન ડેટિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે. આમાં, Tinder, Bumble, OKCupid, Truly Madly અને Quack-Quack જેવી ફેમસ ડેટિંગ એપ્સ મોખરે છે.
સ્ટેટિસ્ટાના એક અહેવાલ મુજબ, 2018માં લગભગ 20 મિલિયન ભારતીયો ડેટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 8.24 કરોડ થઈ ગઈ. ડેટિંગ એપ્સના યુઝર્સ હવે ફક્ત મોટા શહેરો પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના લોકોએ પણ ડેટિંગ એપ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
પ્રશ્ન- ઓનલાઈન ડેટિંગ કેટલું સલામત છે? જવાબ: ડેટિંગ એપ્સ કે વેબસાઇટ્સથી કોઈ ખતરો નથી. તે સંપૂર્ણપણે સલામત છે. જો તમે તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો અને સતર્ક રહો તો. કોઈ પણ અજાણી વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરો અને તમારી સુરક્ષાને પ્રાથમિકતા આપો.