- Gujarati News
- Lifestyle
- Compliment Power: Boost Life With This Good Habit; 7 Things To Keep In Mind Before Praising
2 કલાક પેહલા
- કૉપી લિંક
ગુડ હેબિટ્સ એટલે કે એ નાની નાની સારી ટેવો, જે ધીમે ધીમે આપણી આખી જીવનશૈલી બદલી નાખે છે. આજે આપણે એક ખૂબ જ સરળ ટેવ વિશે વાત કરીશું, જેને લોકો ઘણીવાર અવગણે છે. કોમ્પ્લિમેન્ટ (પ્રશંસા) આપવાની ટેવ.
‘કોમ્પ્લિમેન્ટ’- શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ નાનો શબ્દ તમારા જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે? યાદ કરો, છેલ્લી વાર ક્યારે કોઈએ તમારી પ્રશંસા કરી હતી. કદાચ તે તમારી મહેનત, તમારું કામ કે તમારા વ્યક્તિત્વની વાત હતી. તે ક્ષણે તમને કેવું લાગ્યું? તમને ખુશી થઈ, તમારો આત્મવિશ્વાસ વધ્યો અને કદાચ તમને થોડી પ્રેરણા પણ મળી. આ જ તો કોમ્પ્લિમેન્ટનો જાદુ છે. તે ફક્ત સાંભળનારને જ સારું લાગે નથી લાગતું પરંતુ તે આપનારને એક અલગ પ્રકારનો સંતોષ પણ આપે છે.
સવારથી જ શરૂઆત કરો
જ્યારે તમે સવારે ઓફિસ, સ્કૂલ કે કોલેજ જાઓ છો, ત્યારે ગેટ પર ગાર્ડની પ્રશંસા કરો. ધારો કે હવામાન ભેજવાળું છે, તો તેને કહો, ‘તમે ખૂબ જ સારા છો. આટલા ભેજ અને વરસાદમાં પણ તમે હંમેશા હસતા રહો છો, આ મને પ્રેરણા આપે છે.’ આ પછી, જુઓ કે તેની આંખો કેવી ચમકે છે. આ પછી તમે સમજી શકશો કે એક નાની પ્રશંસા કેટલો ફરક લાવી શકે છે.
કોમ્પ્લિમેન્ટ આપવું શા માટે જરૂરી છે?
કોમ્પ્લિમેન્ટ આપવું એ કદાચ મોટી વાત ન લાગે, પણ તેની અસર ખૂબ ઊંડી છે. આ એક એવી ટેવ છે, જે ફક્ત સંબંધોને જ મજબૂત બનાવતી નથી પણ તમારી આસપાસના વાતાવરણને પણ ખુશનુમા બનાવે છે.

કોમ્પ્લિમેન્ટ આપવાના ફાયદા
કોમ્પ્લિમેન્ટ આપવાથી ફક્ત બીજા વ્યક્તિને સારું લાગે છે એવું નથી, તે એક નાની પહેલ છે, જે આત્મવિશ્વાસ વધારે છે, સંબંધોને ગાઢ બનાવે છે, ખુશી લાવે છે અને સમાજમાં સારા વર્તનને મજબૂત રીતે પ્રોત્સાહન આપે છે.

ચાલો ગ્રાફિકમાં આપેલા આ મુદ્દાઓને વિગતવાર સમજીએ:
- આત્મવિશ્વાસ વધે છે: જ્યારે તમે કોઈને કોમ્પ્લિમેન્ટ આપો છો, ત્યારે તે પોતાના વિશે સારું અનુભવે છે. તેનું મનોબળ વધે છે અને તે નવી ઊર્જા સાથે કામ કરે છે.
- સંબંધો મજબૂત બને છે: કોમ્પ્લિમેન્ટ સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધારે છે. લોકો તમારી સાથે વધુ જોડાયેલા અનુભવે છે.
- ખુશી લાવે છે: કોમ્પ્લિમેન્ટ આપવાથી તમને પણ ખુશી મળે છે. કોઈના ચહેરા પર ચમક જોઈને તમને જે સંતોષ મળે છે તે અમૂલ્ય છે.
- ભલાઈને પ્રોત્સાહન મળે છે: જ્યારે તમે કોઈના સારા કાર્ય માટે પ્રશંસા કરો છો, ત્યારે તેઓ તેને પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરે છે. આનાથી સમાજમાં સકારાત્મકતા આવે છે.
કોમ્પ્લિમેન્ટ સકારાત્મક ફેરફારો લાવે છે
ધારો કે, તમે તમારા બાળકને કહો છો, ‘આજે તેં તમારું હોમવર્ક ખૂબ સારું કર્યું છે, મને તમારા પર ગર્વ છે.’ તો બાળક આગલી વખતે વધુ મહેનત કરશે કારણ કે તે જાણે છે કે તેના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે. તેવી જ રીતે, ઓફિસમાં, જો તમે તમારા સાથીદારને કહો છો, ‘તમારી રજૂઆતે બધાને પ્રભાવિત કર્યા.’ તો તે આગલી વખતે વધુ સારું કરવાનો પ્રયાસ કરશે. કોમ્પ્લિમેન્ટએ એક પ્રકારનું બળતણ (ફ્યૂઅલ) છે જે લોકોને આગળ વધવાની શક્તિ આપે છે.
3S નિયમમાંથી કોમ્પ્લિમેન્ટ આપવાની કળા શીખો
કોમ્પ્લિમેન્ટ આપવી સરળ છે, પરંતુ તેને અસરકારક બનાવવા માટે યોગ્ય પદ્ધતિની જરૂર છે. આ માટે, 3S નિયમ યાદ રાખો:
- Specific (ચોક્કસ): કોમ્પ્લિમેન્ટ ચોક્કસ હોવું જોઈએ, સામાન્ય નહીં. ‘સારું કામ કર્યું’ કહેવાને બદલે કહો, ‘તમે ક્લાયન્ટ સાથે જે નમ્રતાથી વાત કરી તે શીખવા યોગ્ય છે.’ આનાથી બીજી વ્યક્તિને ખબર પડે છે કે, તમે ખરેખર તેમની વિશેષતા પર ધ્યાન આપ્યું છે.
- Sincere (સાચી): કોમ્પ્લિમેન્ટ હૃદયમાંથી આવવું જોઈએ. નકલી અથવા બળજબરીથી આપવામાં આવેલું કોમ્પ્લિમેન્ટ વિપરીત અસર કરી શકે છે.
- Sensitive (સંવેદનશીલ): કોમ્પ્લિમેન્ટમાં ક્યારેય સરખામણી કે શરતો ઉમેરશો નહીં. ‘તમારું કામ સારું હતું, પણ…’ એમ કહેવાનું ટાળો, સંપૂર્ણ અને સ્પષ્ટ પ્રશંસા આપો.
જો કોઈ મિત્ર કે સંબંધી હોય, જેની સાથે તમે તમારી મોટાભાગની વાતો શેર કરી શકો, તો તેને કહો, ‘તમે જે રીતે મને ધ્યાનથી સાંભળો છો તે ખરેખર ખાસ છે.’
તેને તમારી આદત કેવી રીતે બનાવવી?
કોમ્પ્લિમેન્ટ આપવું એ મોટી વાત નથી, તમારે ફક્ત તેને રોજિંદી ટેવ બનાવવાની જરૂર છે. નીચે આપેલી કેટલીક સરળ ટિપ્સ જુઓ:
- દરરોજ એક કોમ્પ્લિમેન્ટ: તમારા પરિવાર, મિત્રો અથવા સહકર્મીથી શરૂઆત કરો.
- સભાન અવલોકન (માઇન્ડફુલ ઓબ્ઝર્વેશન): બીજાઓમાં રહેલી નાની સારી બાબતો પર ધ્યાન આપો.
- રીમાઇન્ડર્સ સેટ કરો: તમારા ફોન પર એલાર્મ સેટ કરો અથવા તમારા ડેસ્ક પર એક નોંધ રાખો, જેથી તમને પ્રશંસા કરવાની યાદ અપાવી શકાય.
- દિલથી બોલો: ઔપચારિકતાઓને બાજુ પર રાખો, દિલથી સહાનુભૂતિ સાથે કોમ્પ્લિમેન્ટ આપો.

સાયન્સ પણ કોમ્પિલમેન્ટની તાકત માને છે
વૈજ્ઞાનિકો પણ કોમ્પ્લિમેન્ટની શક્તિમાં માને છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ દર્શાવે છે કે, જે લોકો નિયમિતપણે બીજાઓને કોમ્પ્લિમેન્ટ આપે છે, તેઓ વધુ ખુશ રહે છે અને તેમનો તણાવ ઓછો હોય છે. એક સાચું કોમ્પ્લિમેન્ટ ઓફિસના વાતાવરણમાં 30% સુધારો કરી શકે છે. આનું કારણ એ છે કે કોમ્પ્લિમેન્ટ મગજમાં ડોપામાઇન નામનું હોર્મોન મુક્ત કરે છે, જે આપણને ખુશ કરે છે. અહીં પ્રકાશિત થયેલા અન્ય એક સંશોધન મુજબ, કોમ્પ્લિમેન્ટ આપવાથી સંબંધોમાં વિશ્વાસ વધે છે અને લોકો એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે.
કોમ્પ્લિમેન્ટ આપતી વખતે આ 7 વાતો ધ્યાનમાં રાખો
કોમ્પ્લિમેન્ટ આપતી વખતે, યાદ રાખો કે તે હંમેશા સાચી, સચોટ અને સંવેદનશીલ હોવી જોઈએ. આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ:
1. બીજી વ્યક્તિના ખાસ ગુણો દર્શાવો: કોમ્પ્લિમેન્ટ ત્યારે જ અસરકારક બને છે, જ્યારે તમે કોઈ ચોક્કસ ગુણ જોશો.
2. હૃદયથી કરેલી પ્રશંસા: જે અનુભવાય છે, તેનો જ પ્રભાવ પડે છે. જો તમે ફક્ત બોલવા માટે જ કોમ્પ્લિમેન્ટ આપો છો, તો તેનો કોઈ પ્રભાવ પડશે નહીં.
3. કોમ્પ્લિમેન્ટમાં સત્યતા મહત્વપૂર્ણ છે: ખોટી કે વધુ પડતું કોમ્પ્લિમેન્ટ સાંભળવામાં મીઠું લાગી શકે છે, પરંતુ તે વિશ્વાસ બનાવવામાં નિષ્ફળ જાય છે.
4. સમય અને વાતાવરણનું ધ્યાન રાખો: જ્યારે સામેની વ્યક્તિ સાંભળવાની સ્થિતિમાં હોય, ત્યારે કોમ્પ્લિમેન્ટ આપો. ભીડમાં અથવા અયોગ્ય સમયે આપવામાં આવેલી પ્રશંસા વિપરીત પરિણામ લાવી શકે છે.
5. શબ્દોનું ગૌરવ જાળવો: કોમ્પ્લિમેન્ટનો સ્વર આદરપૂર્ણ હોવો જોઈએ. મજાક કે હળવા શબ્દો વિપરીત અસર કરી શકે છે.
6. વ્યક્તિગત સીમાઓનું પાલન કરો: કેટલાક લોકો વ્યક્તિગત કોમ્પ્લિમેન્ટથી અસ્વસ્થતા અનુભવી શકે છે, ખાસ કરીને જાહેરમાં તેને ટાળો. તમારી સામેની વ્યક્તિના સ્વભાવને સમજ્યા પછી જ પ્રશંસા કરો.
7. કોમ્પ્લિમેન્ટનું પ્રમાણ સંતુલિત રાખો: વધુ પડતી પ્રશંસા અથવા વારંવાર કોમ્પ્લિમેન્ટ ક્યારેક શંકા પેદા કરી શકે છે. જરૂરિયાત અને પ્રસંગ મુજબ જ કોમ્પ્લિમેન્ટ આપો.