19 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, 2024 માં ભારતમાં હીટ સ્ટ્રોક (લૂ લાગવા)ને કારણે 360 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે, હીટ વોચના અહેવાલ મુજબ, 2024માં, હીટ સ્ટ્રોકના 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને 733 લોકો મૃત્યુ પામ્યા હતા. હીટ વોચના આંકડા સત્તાવાર આંકડા કરતા બમણા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી દેશમાં ભારે ગરમી પડી શકે છે. ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 20 થી વધુ શહેરોમાં તે 42 ડિગ્રીને પાર કરી ગયું છે. દેશના ઘણા વિસ્તારોમાં ગરમીની આગાહી પહેલાથી જ કરવામાં આવી છે.
જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ હીટ સ્ટ્રોકનું જોખમ પણ વધે છે. હીટ સ્ટ્રોક એ એક આરોગ્ય કટોકટી છે. તે જીવલેણ બની શકે છે.
તેથી આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે હીટ સ્ટ્રોક વિશે વાત કરીશું. તમે એ પણ જાણશો કે-
- હીટ સ્ટ્રોક શું છે?
- આનાથી કેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે?
- તેની સારવાર અને નિવારણના પગલાં શું છે?
હીટ સ્ટ્રોક શું છે?
જ્યારે આપણી આસપાસના વાતાવરણનું તાપમાન એટલું વધી જાય છે કે આપણું શરીર પોતાને તે પ્રમાણમાં ઠંડુ કરી શકતું નથી, ત્યારે શરીરનું તાપમાન પણ વધી જાય છે.

હીટ સ્ટ્રોકનાં લક્ષણો શું છે?
હીટ સ્ટ્રોક પછી, શરીર ખૂબ ગરમ લાગે છે. એવું લાગે છે કે શરીર બળી રહ્યું છે. આ સાથે, ઉબકા અને ઊલટી પણ થઈ શકે છે. ચક્કર અને નબળાઈ એટલાં તીવ્ર હોઈ શકે છે કે તમને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. માનસિક સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે, જેમ કે મૂંઝવણ અને ભ્રમ અનુભવાવાં. તેનાં બધાં લક્ષણો ગ્રાફિકમાં જુઓ

હીટ સ્ટ્રોકને કારણે કેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે?
જો હીટ સ્ટ્રોકની સમયસર સારવાર ન મળે તો ઘણાં જોખમી કોમ્પ્લિકેશન્સ ઊભાં થઈ શકે છે.
- અંગોને નુકસાન: હીટ સ્ટ્રોક શરીરના મહત્ત્વનાં અંગો જેમ કે હૃદય, કિડની અને લીવરને અસર કરી શકે છે. જો આ અંગો યોગ્ય રીતે કાર્ય ન કરે તો તે જીવન માટે જોખમી બની શકે છે.
- હૃદયરોગનો હુમલો અને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા: હીટ સ્ટ્રોક હૃદયરોગનો હુમલો અથવા હાર્ટ ફેલ્યોરનું કારણ બની શકે છે. લો બ્લડ પ્રેશરથી હૃદયના ધબકારા ઝડપી બની શકે છે.
- મગજને નુકસાન: લાંબા સમય સુધી ઊંચા તાપમાનના સંપર્કમાં રહેવાથી મગજને નુકસાન થઈ શકે છે, જેનાથી મગજમાં સોજો અને જ્ઞાનાત્મક (કોગ્નિટિવ )સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ થઈ શકે છે.
- સ્ટ્રોક: હીટ સ્ટ્રોક દરમિયાન મગજ પર વધુ પડતું દબાણ પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે, જે મગજના ભાગોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
- કિડની ફેલ્યોર: જો શરીરનું તાપમાન ઊંચું રહે તો કિડની પણ પ્રભાવિત થઈ શકે છે, જેનાથી કિડની ફેલ્યોર થઈ શકે છે.
- લીવરને નુકસાન: વધુ પડતી ગરમી લિવરના કાર્યને અસર કરી શકે છે, જેનાથી લિવર ફેલ થઈ શકે છે.
- શ્વાસ લેવામાં તકલીફ: હીટ સ્ટ્રોક શ્વાસનળી અને ફેફસાંને અસર કરી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
હીટ સ્ટ્રોકની સારવાર શું છે?
હીટ સ્ટ્રોક એ એક સ્વાસ્થ્ય વિષયક કટોકટીની સ્થિતિ છે, જેમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જોકે, આ પહેલાં, તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી ખૂબ જ મહત્ત્વની છે. પ્રાથમિક સારવાર વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. જો કોઈ વ્યક્તિને હીટ સ્ટ્રોકનાં લક્ષણો દેખાય, તો તેમને ડૉક્ટર પાસે લઈ જતાં પહેલાં આ પગલાં લો:

આમાં, જાતે કોઈ સારવાર કરવાને બદલે, ડૉક્ટર અને હોસ્પિટલની મદદ લો.
હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું
હીટ સ્ટ્રોકથી બચવા માટે કેટલાક મહત્ત્વના પગલાં છે, જેને અપનાવીને આ જીવલેણ સ્થિતિથી બચી શકાય છે. અહીં કેટલીક સરળ અને અસરકારક રીતો જણાવી છે
૧. ઘર ઠંડુ રાખો
ઉનાળામાં તમારા ઘરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. પંખા અને એર કન્ડિશનિગનો ઉપયોગ કરો. જો બહારનું તાપમાન 37.2°C એટલે કે 99°F થી વધુ હોય, તો ફક્ત પંખાનો ઉપયોગ કરવો પૂરતો નથી. આવી સ્થિતિમાં, એસી કે કુલરની જરૂર પડી શકે છે. રૂમમાં ઠંડુ વાતાવરણ બનાવવું જરૂરી છે.
2. ગરમીના દિવસોમાં ઠંડા સ્થળે જાવ
જો તમારું ઘર ઠંડુ ન હોય, તો કોમ્યુનિટી સેન્ટરો, શોપિંગ મોલ, સિનેમા થિયેટરો અથવા સંબંધીઓના ઘર જેવા ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરો. આ સ્થળોએ તમને રાહત મળી શકે છે.
૩. હાઇડ્રેટેડ રહો
ગરમીમાં શારીરિક પ્રવૃત્તિ પહેલાં, દરમ્યાન અને પછી પુષ્કળ પાણી પીવો. ઉપરાંત, ઇલેક્ટ્રોલાઇટ્સનું દ્રાવણ એટલે કે ORS વગેરે પીવો. આનાથી શરીરમાં જરૂરી ખનિજો અને પાણી સંતુલિત રહે છે. આરામ સાથે હાઇડ્રેટેડ રહેવું પણ એટલું જ જરૂરી છે.
૪. ગરમીથી બચવા માટે સમયનું ધ્યાન રાખો
ગરમીમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ કરવાનું ટાળો અથવા સવારના ઠંડા વાતાવરણમાં કેટલાંક કામ પતાવો. જો તમારે કામ માટે ગરમીમાં બહાર જવું પડે, તો વચ્ચે ઠંડી જગ્યાએ વિરામ લો.
૫. શરીરને ગરમી માટે અનુકૂળ બનાવો
જો તમારે નિયમિતપણે ગરમીમાં કામ કરવું પડે છે, તો ધીમે ધીમે તમારા શરીરને ગરમી માટે અનુકૂલિત કરો. આનો અર્થ એ છે કે પહેલા હળવી પ્રવૃત્તિઓથી શરૂઆત કરો અને ધીમે ધીમે સમય અને તીવ્રતા વધારવી જેથી તમારું શરીર ગરમીને અનુકૂળ થઈ શકે.