2 કલાક પેહલા
- કૉપી લિંક
જ્યારે આપણે આપણા જીવનસાથી વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મનમાં કેટલીક છબીઓ ઊભરી આવે છે. જેમ કે તે દેખાવમાં કેવો હશે, વાતો કેવી કરતો હશે અને તેની વિચારવાની અને સમજવાની રીત કેવી હશે.
આપણે ઘણીવાર આને આપણો ‘ટાઇપ'(ઇચ્છાઓ અને અપેક્ષાઓ) કહીએ છીએ. આ ‘ટાઇપ’ શારીરિક લાક્ષણિકતાઓથી લઈને વ્યક્તિત્વ અને જીવનશૈલી સુધીનો હોઈ શકે છે.
જોકે, મહત્ત્વની વાત એ છે કે શું આ ‘ટાઇપ’ આપણને યોગ્ય વ્યક્તિ શોધવામાં મદદ કરે છે કે પછી તે આપણને સંબંધોની બીબાંઢાળ પેટર્નમાં જ ફસાયેલા રાખે છે.
જ્યારે કોઈ આપણી અપેક્ષાઓ પર ખરું ઊતરતું નથી, ત્યારે આપણે એવા લોકોને અવગણીએ છીએ. ભલે તેમની સાથેનો આપણો સંબંધ સમજદાર અને અર્થપૂર્ણ હોય. જોકે, ક્યારેક આપણી સીમાઓ લોકોનું ફિલ્ટર કરવાના કામમાં આવે છે.
આવી સ્થિતિમાં, આજે આપણે ‘રિલેશનશિપ’ કોલમમાં જાણીશું કે-
- ‘ટાઇપ’નો અર્થ શું થાય છે?
- આપણો મનપસંદ ‘ટાઇપ’ કેવી રીતે બને છે?
- આપણે એક જ પ્રકારના સંબંધોમાં કેમ અટવાઈ જઈએ છીએ?
- પોતાની ‘સાચી પસંદગી’ કેવી રીતે ઓળખવી?

‘ટાઇપ’ એટેલ શું ?
આપણો ‘ટાઇપ’ એટલે ફક્ત એ નહીં કે, આપણને કોણ ગમે છે, પણ આપણે જીવનસાથી કેવી રીતે શોધીએ છીએ તેના વિશે પણ છે. આપણને કોણ ગમે છે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. જેમ કે, આપણો સમાજ કેવો છે, આપણો ઉછેર કેવો થયો છે, આપણો પરિવાર કેવો છે, આપણાં સપનાં કેવાં છે અને આપણે કેવી રીતે વિચારીએ છીએ.
આ સાથે આપણે એ પણ જોઈએ છીએ કે, આપણા જીવન માટે કોણ સારું રહેશે. આમાં, સામેની વ્યક્તિનો દેખાવ, તેનો સ્વભાવ અને તેનો પરિવાર પણ મહત્ત્વ ધરાવે છે.
સમય જતાં, આપણે લોકોનો ચોક્કસ રીતે ન્યાય કરવાનું શરૂ કરીએ છીએ. જેમ કે આ સારું છે, આ ખરાબ છે.
આપણે જોઈએ છીએ કે, બીજી વ્યક્તિ આપણી અપેક્ષાઓ પર ખરી ઊતરે છે કે નહીં. તમારા ‘ટાઇપ’ ને જાણવાથી જ તમે કોનાથી ખુશ થશો તે જાણી શકાય છે. જોકે, પ્રેમ આપણા ‘ટાઇપ’ની બહાર પણ મળી શકે છે.
આપણને કોણ ગમશે? તે કેવી રીતે નક્કી થાય છે?
સામાન્ય રીતે, જ્યારે આપણે જીવનસાથી પસંદ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત તે જ વ્યક્તિને વધુ સારી માનીએ છીએ જે આપણા મનમાં બનાવેલા ઘાટમાં બંધબેસે છે. ચાલો આને ગ્રાફિક દ્વારા સમજીએ.

બાળપણની પસંદગીઓ: આપણી પસંદગીઓ ઘણીવાર બાળપણમાં જ રચાય છે. બાળપણમાં આપણને મળતો પ્રેમ અને ધ્યાન આપણા સંબંધોની પસંદગીઓને પ્રભાવિત કરે છે.
ઉદાહરણ તરીકે, જો આપણને બાળપણમાં કોઈનો ખૂબ પ્રેમ મળે છે, તો જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણને આવા લોકો ગમવા લાગે છે.
ઘરનું વાતાવરણ: આપણા ઘરનું વાતાવરણ પણ આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, જો આપણે આત્મનિર્ભર લોકોની આસપાસ મોટા થઈએ છીએ, તો આપણે તેમના જેવા જ લોકો તરફ આકર્ષિત થઈ શકીએ છીએ.
આપણો પહેલો અનુભવ: આપણા અગાઉના સંબંધો આપણને કહે છે કે, આપણે કેવા પ્રકારનો જીવનસાથી ઇચ્છીએ છીએ. તેથી, આપણને ઘણીવાર એવા લોકો ગમે છે જેમની વિચારસરણી આપણા જેવી જ હોય.
જોડાણની રીત: આપણે લોકો સાથે જે રીતે જોડાઈએ છીએ તે આપણી પસંદગીઓને પણ પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, જો આપણને ડર હોય કે કોઈ આપણને છોડી દેશે, તો આપણે એવા લોકોને પસંદ કરીશું જે સરળતાથી નજીક નથી આવતા.
વાલી (ગાર્ડિયન) જેવા જીવનસાથીની ઈચ્છા: આપણા જીવનમાં હંમેશા કોઈને કોઈ એવું હોય છે જે આપણને સાચો રસ્તો બતાવે છે. જ્યારે આપણને એવો જ જીવનસાથી મળે છે, ત્યારે આપણે તેના તરફ આકર્ષાઈએ છીએ.
આપણા પસંદગીના જીવનસાથીની પસંદગી માટે માર્ગદર્શન: આપણા જીવનનો ભૂતકાળ આપણને કહે છે કે આપણે કેવા પ્રકારનો જીવનસાથી ઇચ્છીએ છીએ.
આપણને એવા લોકો ગમે છે જેમની આદતો અને પસંદ આપણા જેવી જ હોય, કારણ કે આપણને તેમની સાથે સારું લાગે છે. ઉપરાંત, તેઓ આપણી આંતરિક જરૂરિયાતોને સમજી શકે છે.
આપણે એક જ પ્રકારના સંબંધોમાં કેમ અટવાઈ જઈએ છીએ?
ઘણીવાર લોકો ડેટિંગ એપ્સ પર પોતાના જેવો પાર્ટનર શોધે છે. જોકે, ઘણી વખત આમ કરવાથી આપણે યોગ્ય વ્યક્તિ શોધી શકતા નથી.
ડેટિંગ એપ્સ પર પણ, આપણે આપણા જેવી પ્રોફાઇલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ આપણને ઘણા સારા લોકોથી દૂર લઈ જાય છે. જ્યારે બધા મેળાપ પૂરા થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે કોઈ પણ યોગ્ય નથી.
2020 માં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, જે લોકો ડેટિંગ એપ્સ પર વધુ સમય વિતાવે છે તેઓ ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી પીડાય તેવી શક્યતા વધુ હોય છે.
જો આપણે ‘આપણા ટાઇપ’ના નાના વર્તુળમાં જ રહીશું, તો આપણે એવા લોકોને મળવાની તક ગુમાવી શકીએ છીએ જે આપણા માટે વધુ સારા હોઈ શકે છે.
આનો અર્થ એ નથી કે આપણો કોઈ ‘ટાઇપ’ ન હોવો જોઈએ, પરંતુ સત્ય એ છે કે આપણો જીવનસાથી સામાન્ય રીતે એવા ‘ટાઇપ’નો નથી હોતો જેવું આપણે માનીએ છીએ.
ઘણા લોકો એવા છે જેમણે પોતાના ‘ટાઇપ’ની બહાર સંબંધો બનાવ્યા છે અને તેમના સંબંધ માટે ખરેખર જે જરૂરી હતું તે મેળવ્યું છે.
તમારી ‘સાચી પસંદગી’ ઓળખવાની કઈ રીતો છે?
તમારા સાચી પસંદગીને શોધવા માટે, કોઈપણ દબાણ વિના નવા લોકોને મળો. આપણે શું સારું લાગે છે તે નહીં, પણ શું યોગ્ય લાગે છે તે જોવું જોઈએ.
આપણને ખરેખર શામાં રસ પડશે છે તે શોધવા માટે, આપણે ધ્યાન આપવાની જરૂર છે કે આપણને શું આકર્ષિત કરે છે. ચાલો આને ગ્રાફિક દ્વારા સમજીએ.

નવા લોકો સાથે ડેટ પર જાઓ
તમે મનમાં કલ્પેલા વ્યક્તિથી જુદા પ્રકારના લોકો સાથે ડેટ પર જવાથી ઘણી બધી નવી વસ્તુઓ શોધવાની તક મળી શકે છે. આપણે આપણી આદતો અને કંફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું શીખી શકીએ છીએ. ઉપરાંત, નવા લોકોના વિવિધ વિચારોથી વાકેફ થઈએ છીએ.
વિશ્વસનીય લોકો પાસેથી સલાહ લો
દોસ્તો આપણા ડેટિંગમાં છુપાયેલ પેટર્નને જોઈ શકે છે, જે આપણે ધ્યાનમાં લેતા નથી. આવી સ્થિતિમાં, તેમને પૂછવું જોઈએ કે તમારો અગાઉનો સંબંધ કેવો હતો? તેઓએ શું જોયું અને આગળ કયા ગુણો પર ધ્યાન આપવું જોઈએ?
તમારા ટાઇપ(મનમાં કલ્પેલા વ્યક્તિત્વની)ની નવી યાદી બનાવો
એક નોંધ બનાવો અને લખો કે તમે તમારા જીવનસાથી સાથે કેવું અનુભવવા માગો છો, તેઓ તમારી કેવી રીતે સંભાળ લે. સ્વસ્થ સંબંધમાં તમે શું ઇચ્છો છો? આ પછી, આ યાદીના આધારે ડેટ કરો
ડેટનો આનંદ માણો, તેને ઇન્ટરવ્યૂ ન બનાવો
કોઈ ડેટને ઇન્ટરવ્યૂ ન બનાવો જ્યાં તમે ફક્ત બોક્સ ચેક કરી રહ્યા છો અથવા કોઈને એટલા માટે નકારી રહ્યા છો કારણ કે તેમને તમારી રુચિઓ પસંદ નથી.
‘ડીલ બ્રેકર્સ'(ના પસંદગી) પર પુનર્વિચાર કરો
થોડા જરૂરી ‘ડીલ-બ્રેકર’ રાખો, પરંતુ ઊંચાઈ, ઉંમર, શિક્ષણ અથવા નોકરી અંગેના કોઈપણ કડક નિયમોને ઢીલા રાખો. તમારી ક્ષિતિજોનો વિસ્તાર કરવાથી તમે કોઈ અદ્ભુત વ્યક્તિને મળી શકો છો.
જ્યારે તમે ડેટ કરો છો, ત્યારે સમજો કે તમે કોના તરફ આકર્ષિત છો અને શા માટે. તમે કોને આપમેળે નકારો છો અને તમારી કઈ શરતો ખૂબ કડક છે તે જુઓ.
તમારા જોડાણની રીત પર ધ્યાન આપો
તમારા પર કામ કરો અને ઉપચાર શોધો. આ તમને તમારી પેટર્નને સમજવામાં અને સ્વસ્થ ટેવો વિકસાવવામાં મદદ કરશે. કોઈની સાથે સુરક્ષિત જોડાણ રાખવાથી તમારા ડેટિંગ અનુભવમાં સુધારો થશે.
આપણને શું નથી જોઈતું તેની સાવધાની રાખો
સંબંધમાં આગળ વધતાં પહેલાં, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા માટે કઈ બાબતો એવી છે જેની સાથે તમે સમાધાન નથી કરવા માગતા, એવા મૂલ્યો જે તમારા માટે એટલા મહત્ત્વપૂર્ણ છે કે તમે તેમની સાથે કોઈપણ ભોગે સમજૂતી કરી શકો તેમ નથી.
આવી સ્થિતિમાં, સંબંધ બાંધતા પહેલા, આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જીવનસાથીમાં શું નથી ઇચ્છતા. ઉદાહરણ તરીકે, તમને એવો પાર્ટનર પસંદ ન આવે જે ધૂમ્રપાન કરતો હોય કે પીતો હોય.