લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરી, પ્રત્યર્પણના પ્રયાસ થશે તેજ

0
127

વિજય માલ્યા મામલે ભારતની તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. લંડનની હાઈકોર્ટે વિજય માલ્યાને ઝટકો આપ્યો છે. માલ્યાએ કરેલી પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી કોર્ટે રદ કરી છે. હવે માલ્યા આ મામલે કોઇ અરજી નહીં કરી શકે. ઉપરાંત ૧૪ દિવસમાં પ્રત્યર્પણના પ્રયાસ તેજ થશે.


લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરતાં હવે તેના પ્રત્યર્પણનો માર્ગ સરળ બન્યો છે. હવે માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ વધ્યો છે. જેમાં ઓછામાં ઓછા છ સપ્તાહ વધુ લાગી શકે છે.


ઉલ્લેખનીય છે કે, તાજેરતમાં જ ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે વિજય માલ્યાના ૧,૦૦૦ કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી હતી. યુનાઇટેડ બ્રેવરેજ (યુબીએલ)માં માલ્યાના શેર છે, જે કોર્ટ દ્વારા નિયુક્ત લિÂક્વડેટર દ્વારા વેચવાના હતા. આનું વેચાણ રોકવા માટે વિજય માલ્યાએ અરજી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here