લિપ સર્જરીની વાત પર મૌની ગુસ્સે થઈ

0
176

અમદાવાદ

‘ગોલ્ડ’માં અક્ષય કુમારની હીરોઇન બનનારી મૌની રોય ટૂંક સમયમાં જ ‘રૉ-રોમિયો અકબર વોલ્ટર’માં જોન એબ્રાહમની કો-સ્ટાર તરીકે જોવા મળશે. અમારી સાથેની વાતચીતમાં તેણે પોતાની ફિલ્મ્સ, અક્ષય, જોન, રિલેશનશિપ અને આઉટસાઇડર જેવા ઇશ્યૂઝ વિશે વાતચીત કરી હતી, પરંતુ લિપ સર્જરીનો ઉલ્લેખ થતાં તે ગુસ્સે થઈ ગઈ હતી.

‘ગોલ્ડ’માં અક્ષય જેવા સ્ટારની સાથે કામ કર્યા બાદ જોન જેવા એક્સપિરિયન્સ્ડ એક્ટરની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો?

લોકો મને પૂછે છે કે, અક્ષય અને જોનની વચ્ચે શું ફરક રહેલો છે? વાસ્તવમાં તેઓ બંને સારા ફ્રેન્ડ્સ છે. તેઓ બંને એક્શન હીરોઝ રહ્યા છે, પરંતુ સેટ્સ પર તેઓ મજાકમસ્તી કરતા રહે છે. તેઓ બંને ખૂબ જ પ્રેંક્સ કરે છે. બંનેની વિશેષતા એ છે કે, સુપરસ્ટાર હોવા છતાં તેઓ બંને ખૂબ જ નમ્ર છે. તેમની બંનેની ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગની સ્ટાઇલ અલગ અલગ છે. મેં આ તમામ સ્ટાર્સની સાથે ફીલ કર્યું છે. પછી અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર કે રાજકુમાર રાવ હોય, બધા જ લોકો ખૂબ જ હમ્બલ છે. અક્ષય અને જોન બંને સમયનો ખૂબ જ ખ્યાલ રાખે છે. તેઓ બંને ખૂબ જ ડેડિકેટેડ છે. હું તેમની પાસેથી ઘણું શીખી છું.

તમે લિપ સર્જરી કરાવી હોવાની અફવાઓ છે?

જુઓ, આ ખૂબ જ પર્સનલ બાબત છે. જે લોકો આ મામલે સોશિયલ મીડિયા પર ટીકા કરી રહ્યા છે કે, જાતજાતની વાતો કરી રહ્યા છે, તેમને આ બાબતની સાથે કોઈ નિસ્બત હોય એમ મને લાગતું નથી. હું એટલું જ કહીશ કે, એક સ્ત્રી હોવાના નાતે આ એક અપલિફ્ટમેન્ટ છે. કેમ કે, જો આ ટ્રોલનો વિષય હોય તો પછી સ્ત્રીઓએ આઇલાઇનર અને લિપસ્ટિક પણ ન લગાવવી જોઈએ. 

‘રોમિયો અકબર વોલ્ટર’માં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના સમયની વાત છે. એર સ્ટ્રાઇક બાદ અત્યારે દેશભરમાં દેશભક્તિનો માહોલ છે. એનો ફાયદો તમારી ફિલ્મને મળશે?

ગયા વર્ષે આ ફિલ્મની જાહેરાત થઈ હતી ત્યારે પહેલાં એની રિલીઝનો ખ્યાલ હતો. જ્યાં સુધી ફાયદા-નુકસાનની વાત છે તો પુલવામામાં જે કંઈ પણ થયું હતું એ દુ:ખદ હતું. જોકે, એરસ્ટ્રાઇક એ બહાદુરીનું કામ હતું. મને ખુશી છે કે, આપણી સરકારે આતંકવાદની વિરુદ્ધ નક્કર પગલાં લેવામાં કોઈ કચાશ રાખી નથી.

તમે એક આઉટસાઇડર છો ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કોને મેન્ટોર માનો છો?

ઇન્ડસ્ટ્રીમાં મારી એક જ મેન્ટોર છે અને એ છે એકતા કપૂર. તે જ્યારે નેરેશન આપે કે રોલ કે સ્ટોરી વિશે જણાવે ત્યારે તમને ફીલ થાય કે, તેમનો તમારા પર કેટલો પ્રભાવ છે.

આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર કિડ્ઝની વચ્ચે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને તમે આઉટસાઇડર ગણો છો?

હા, હું હંમેશાથી આઉટસાઇડર છું. હું દિલ્હીમાં ભણતી હતી અને મેં ઘર છોડ્યું હતું ત્યારે હું માત્ર 16 વર્ષની હતી ત્યારથી જ હું આઉટસાઇડર છું. દિલ્હીમાં હું અનેક જગ્યાઓએ રહી છું, પછી મુંબઈમાં અલગ-અલગ જગ્યાઓએ રહી. મને સારી રીતે ખ્યાલ છે કે, હું અહીં કેવી રીતે પહોંચી છું. 

કરોડો લોકો તમને પસંદ કરતા હોવા છતાં તમે સિંગલ છો?

હું ઘણા સમયથી સિંગલ છું. જોકે, એનાથી શું ફરક પડે છે? આખરે યોગ્ય વ્યક્તિ તો મળવો જોઈએ. ઘણા સમય પછી હું મારા પોતાના માટે ટાઇમ સ્પેન્ડ કરી રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here