- Gujarati News
- National
- 24 page Suicide Note, Exploits Of A Cruel Wife!, Judge Asks For Rs. 5 Lakh In Case Settlement
બેંગલુરુ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંગલુરુમાં AI એન્જિનિયરની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. 34 વર્ષના અતુલ સુભાષે પોતાની પત્ની અને સાસુ પર પૈસા માટે હેરાન કરવાનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી. તેણે 1:20 કલાકનો વીડિયો અને 24 પાનાની સુસાઈડ નોટ જાહેર કરી છે. જેમાં કહ્યું છે કે, તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
અતુલે ઉત્તર પ્રદેશના જૌનપુરના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે, ન્યાયાધીશે કેસ સેટલમેન્ટ કરવાના નામે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. અતુલે એમ પણ લખ્યું છે કે તેની પત્ની, સાસુ અને જૌનપુરના ન્યાયાધીશે તેને આત્મહત્યા કરવાનું કહ્યું હતું.
મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જ્યારે પડોશીઓએ તેના ઘરનો દરવાજો તોડ્યો તો તેની લાશ લટકતી મળી આવી હતી. રૂમમાંથી ‘જસ્ટિસ ઇઝ ડ્યૂ’ લખેલું પ્લેકાર્ડ મળી આવ્યું હતું. અતુલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.
અતુલ સુભાષે તેમના X એકાઉન્ટ પર તેના છેલ્લા વીડિયોની લિંક પોસ્ટ કરી અને ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કર્યા.
અતુલે પોતાના પત્રમાં રાષ્ટ્રપતિને એક નોંધ પણ લખી અતુલ સુભાષે 24 પાનાના પત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની ખામીઓ વિશે લખ્યું હતું અને પુરુષો વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. બીજી નોંધમાં તેણે લખ્યું છે કે, તે તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા તમામ કેસોમાં નિર્દોષ હોવાની દલીલ કરી રહ્યો છે. જેમાં દહેજ વિરોધી કાયદો અને મહિલાઓ પર અત્યાચારના કેસનો સમાવેશ થાય છે. તેણે કહ્યું કે, હું કોર્ટને વિનંતી કરું છું કે આ ખોટા કેસોમાં મારા માતા-પિતા અને ભાઈને હેરાન કરવાનું બંધ કરે.
આખો મામલો જાણો અતુલના શબ્દોમાં…
બે વર્ષ સાથે રહ્યા બાદ પત્નીએ ઘર છોડી દીધું હતું આત્મહત્યા પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં અતુલે સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, મેટ્રિમોની સાઇટ દ્વારા મેચ મળ્યા બાદ તેઓએ 2019માં લગ્ન કર્યા હતા. આવતા વર્ષે તેમને એક પુત્ર થયો. તેણે કહ્યું કે તેની પત્ની અને તેની પત્નીનો પરિવાર હંમેશા તેની પાસે પૈસાની માંગણી કરતો હતો, જેને તે પૂરો કરતો હતો. તેણે તેની પત્નીના પરિવારને લાખો રૂપિયા આપ્યા હતા, પરંતુ જ્યારે તેણે વધુ પૈસા આપવાનું બંધ કરી દીધું, ત્યારે પત્નીએ 2021માં પુત્ર સાથે બેંગલુરુ છોડી દીધું.
અતુલે કહ્યું કે હું તેને દર મહિને 40 હજાર રૂપિયા ભરણપોષણ આપું છું, પરંતુ હવે તે બાળકના ઉછેર માટે દર મહિને 2-4 લાખ રૂપિયાની માગ કરી રહી છે. અતુલે કહ્યું કે મારી પત્ની મને અને મારા પુત્રને મળવા દેતી નથી કે તેની સાથે વાત પણ નથી કરતી.
પત્નીએ દહેજ અને પિતાની હત્યાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો બીજા વર્ષે પત્નીએ તેની અને તેના પરિવારના સભ્યો સામે અનેક કેસ દાખલ કર્યા. જેમાં હત્યા અને અકુદરતી સેક્સના કેસ સામેલ હતા. અતુલે કહ્યું કે તેની પત્નીએ આરોપ લગાવ્યો કે તેણે 10 લાખ રૂપિયાનું દહેજ માંગ્યું હતું, જેના કારણે તેના પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
અતુલે કહ્યું કે, આ આરોપ એક ફિલ્મની ખરાબ સ્ટોરી જેવો છે, કારણ કે મારી પત્નીએ કોર્ટમાં પહેલા જ સવાલમાં સ્વીકાર્યું છે કે તેના પિતા લાંબા સમયથી ગંભીર બિમારીથી પીડિત હતા અને છેલ્લા 10 વર્ષથી હૃદયની બીમારીથી પીડિત હતા. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ડાયાબિટીસ માટે AIIMSમાં સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ તેને જીવવા માટે માત્ર થોડા મહિના આપ્યા હતા, તેથી જ અમે ઉતાવળમાં લગ્ન કરી લીધા.
પત્નીએ માંગ્યા 3 કરોડ, પત્નીએ કહ્યું- તમે આત્મહત્યા કેમ નથી કરી લેતા અતુલે કહ્યું કે, મારી પત્નીએ આ કેસના સમાધાન માટે શરૂઆતમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ બાદમાં તેને વધારીને 3 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે જૌનપુરની ફેમિલી કોર્ટના જજને 3 કરોડ રૂપિયાની આ માંગણી વિશે જણાવ્યું તો તેણે પણ તેની પત્નીને સમર્થન આપ્યું.
અતુલે કહ્યું કે મેં જજને કહ્યું કે NCRB રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં ઘણા પુરુષો ખોટા કેસોને કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તો પત્નીએ મને કહ્યું કે તમે આત્મહત્યા કેમ નથી કરતા. આટલું સાંભળીને જજ હસ્યા અને કહ્યું કે આ કેસ ખોટા છે, પરિવાર વિશે વિચારીને કેસનો ઉકેલ લાવો. હું કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયા લઈશ.
અતુલ સુભાષની સુસાઈડ નોટમાંથી એક પેજ. જેમાં તેણે જજ પર 5 લાખ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો છે.