27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાયને ગોળી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયની સામે બંદૂક તાકીને ઊભેલો યુવક ગાયના માથામાં એક ગોળી મારે છે. આ પછી ગાય પીડામાં કણસતી જમીન પર પડી જાય છે અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ પછી વ્યક્તિ ગાયને વધુ એક વખત ગોળી મારી દે છે, જેના કારણે તે મૃત્યુ પામે છે.
- સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિનું નામ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ છે અને તે કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે.
- મોહમ્મદ મુજાહિદ ઈસ્લામે પ્રિયંકા ગાંધીની જીત માટે ગાયનો બલિ ચડાવ્યો હતો. ઘણા યુઝર્સે ગુસ્સો વ્યક્ત કરતાં આ વીડિયો શેર કર્યો છે.
પ્રદીપ જાખર નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું-
કોંગ્રેસ પાર્ટીએ હિંદુઓ પ્રત્યે નફરતની તમામ હદો વટાવી દીધી છે. મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ નામનો આ વ્યક્તિ “કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ” છે. હિંદુઓ પ્રત્યે તેમની નફરતની ચરમસીમા એ છે કે વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત માટે તેણે ગાયને ગોળી મારીને બલિ ચડાવ્યો. આ વીડિયો એટલો શેર કરો કે તે ભારતના ગૃહ મંત્રાલય સુધી પહોંચે અને તેની ધરપકડ કરવામાં આવે.
પ્રદીપ જાખરને X પર 41 હજારથી વધુ લોકો ફોલો કરે છે અને સ્ટોરી લખાઈ ત્યાં સુધી તેમની ટ્વિટ પર હજાર કરતા પણ વધુ વ્યુ આવ્યા હતા, તેમજ 76 લોકોએ રિટ્વિટ પણ કરી હતી.
આવી જ એક ટ્વિટ કુલદીપ પુણ્ડીર નામના એક યુઝરે કરી છે. તેમણે લખ્યું-
એક ક્રૂરતા છે. આ બર્બરતા કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામે કરી છે. તેણે પ્રિયંકા ગાંધીની જીતની ઉજવણી કરવા માટે ગાયને માથામાં ગોળી મારી હતી. જ્યાં સુધી આ વીડિયો ભારતના ગૃહ મંત્રાલય સુધી ન પહોંચે અને તેની ધરપકડ ન થાય ત્યાં સુધી શેર કરો.
કુલદીપ પુણ્ડીર સોશિયલ મીડિયા પર પોતાને સનાતની હિંદુ ગણાવે છે અને તેના X પર 22 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ ટ્વિટમાં તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા હતા.
સવર્ણ આર્મી બારાબંકી નામના યુઝરે પણ આવી જ ટ્વિટ કરી છે. તેમણે લખ્યું-
કોંગ્રેસ પાર્ટીએ હિંદુઓ પ્રત્યે નફરતની પરાકાષ્ટા વટાવી દીધી છે.આ બદમાશનું નામ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ છે અને તે કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે. હિંદુઓ પ્રત્યે નફરતની ચરમસીમા એ છે કે તેણે પ્રિયંકા ગાંધીની જીત માટે ગાયનો બલિ ચડાવ્યો.
વાઇરલ વીડિયોનું સત્ય….
વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે, અમે Google પર તેના સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમારા ધ્યાનમાં આવ્યું કે 7 મહિના પહેલાં લોકસભા ચૂંટણીના પરિણામ સમયે પણ વાઇરલ થયો હતો, તે સમયે આ વીડિયોને રાહુલ ગાંધીની જીત સાથે જોડીને વાઈરલ કરવામાં આવ્યો હતો. હાલ આ જ વીડિયોને પ્રિયંકા ગાંધીની જીત સાથે જોડીને વાઇરલ કરવામાં આવ્યો છે.
અમને ફ્રી પ્રેસ જર્નલની વેબસાઈટ પર વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. સમાચારની લિંક…
વેબસાઈટ અનુસાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો વીડિયો મણિપુરનો છે. વીડિયો વાઇરલ થયા બાદ PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. અમને સમાચારમાં હાજર PETA India તરફથી એક ટ્વીટ પણ મળ્યું.
વાઇરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં PETAએ લખ્યું- PETA ઈન્ડિયા મણિપુર પોલીસની સાયબર સેલ ટીમ સાથે મળીને આ મામલે કામ કરી રહી છે. એકવાર આની પુષ્ટિ થઇ જવા પર અમે સંબંધિત જિલ્લા પોલીસ સાથે મળીને FIR નોંધાવીશું અને જરૂરી પગલાં લઈશું.
સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે
ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp – 9201776050 પર કરો.