નવી દિલ્હી9 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી યુનિવર્સિટીના લક્ષ્મીબાઈ કોલેજના રૂમમાં ગોબર અને માટી લીપણના વીડિયોનીચર્ચા કુલપતિ(વાઇસ ચાન્સલર) પ્રોફેસર યોગેશ સિંહ સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું- મારું માનવું છે કે જો આ રીતે જ રૂમમાં ગરમી ઓછી થઈ શકે છે તો આ પ્રોગ્રામ પ્રિન્સિપાલે સૌથી પહેલાં પોતાના ઘર અને પોતાની ઓફિસમાં કરવો જોઈએ. જ્યારે તે કારગર સાબિત થાય તે પછી વિદ્યાર્થીઓની જગ્યા પર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે કુલર અને પંખાની અછત દૂર કરવી જોઈએ. તેઓ 10 વર્ષથી પ્રિન્સિપાલ છે, તો તેમણે આ તરફ ધ્યાન કેમ ન આપ્યું? કોલેજ પાસે ફંડની કોઈ અછત નથી. બધી કોલેજોમાં વિદ્યાર્થી વિકાસ ફંડ હોય છે અને બીજા ઘણા પ્રકારના ફંડ હોય છે, તેનો ઉપયોગ થવો જોઈએ.
આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU)ના પ્રમુખ રોનક ખત્રીએ મંગળવારે પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાની ઓફિસની દિવાલો પર ગોબર લગાવ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ઠંડક મેળવવી જોઈએ.
હકીકતમાં પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે ક્લાસરૂમની દિવાલો પર ગાયનું છાણ લગાવતી જોવા મળી હતી. આનો જ વિદ્યાર્થી નેતાઓ વિરોધ કરી રહ્યા હતા.
આચાર્યએ કહ્યું હતું કે આ એક સંશોધન પ્રોજેક્ટનો ભાગ છે. ક્લાસરૂમને ઠંડા રાખવા માટે આ સ્વદેશી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આ સંશોધન કોલેજના ફેકલ્ટી સભ્યની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ ડેટા એક અઠવાડિયા પછી શેર કરવામાં આવશે.
4 ફોટામાં મામલો સમજો…

મંગળવારે DUSU પ્રમુખ રોનક ખત્રી પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાની ઓફિસે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેઓ ઓફિસમાં નહોતા. ખત્રીએ વાઇસ પ્રિન્સિપાલ સાથે વાત કરી.

DUSU પ્રમુખ પોતાની સાથે ગોબર લઇને આવ્યા હતા.

DUSU પ્રમુખે આચાર્યની ઓફિસની દિવાલોને ગોબરથી લીપી

ખત્રીએ કહ્યું કે આચાર્યએ તેમની ઓફિસમાં સંશોધન કરવું જોઈએ, તેથી જ અમે તેમની ઓફિસમાં ગોબર લગાવી રહ્યા છીએ.
DUSU પ્રમુખે કહ્યું- આ ટેકનોલોજી આચાર્યના રૂમમાં પણ હોવી જોઈએ
આ અંગે DUSUના પ્રમુખ રોનક ખત્રીએ સોમવારે એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે- ‘જુઓ, વિકસિત ભારતની ટેકનોલોજી જુઓ.’ વીડિયોમાં દેખાય છે તેમ અમારા પ્રિન્સિપાલ મેડમ એક વર્ગખંડમાં ગોબર લગાવી રહ્યા છે જેથી એસી વગર પણ ક્લાસરૂમ ઠંડો રહે.
રોનકે આગ કહ્યું કે મેડમ આવતીકાલે હું ગોબર લઈને તમારી પાસે આવી રહ્યો છું, તમે પણ તમારી ઓફિસમાં ગોબર લગાવો. અમે પણ તમારી સાથે ગોબર લીપીશું, કેમ કે ઠંડક તો બધાને મળવી જોઈએ. જ્યારે વિદ્યાર્થી ગોબરવાળા ઠંડકમાં બેસી શકે છે તો પ્રિન્સિપાલ ગોબરવાળા ઠંડકમાં કામ કરી શકે છે.
આચાર્યએ ક્લાસ રૂમની દિવાલો પર ગોબર લગાવ્યું હતું

આચાર્ય પ્રત્યુષ વત્સલાના મતે આ કાર્ય એક સંશોધન પ્રોજેક્ટનો ભાગ છે.
પ્રિન્સિપાલે કહ્યું – તેમણે પોતે વીડિયો શેર કર્યો વાઇરલ વીડિયો અંગે પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાએ કહ્યું હતું કે તેમણે પોતે આ વીડિયો કોલેજના શિક્ષકો સાથે શેર કર્યો હતો. આ સંશોધન પ્રોજેક્ટનું નામ ‘પરંપરાગત ભારતીય જ્ઞાનનો ઉપયોગ કરીને થર્મલ સ્ટ્રેસ કંટ્રોલનો અભ્યાસ’ છે.
ડૉ. વત્સલાએ કહ્યું, ‘આ સંશોધન કોલેજના પોર્ટા કેબિન (એક પ્રકારનો રૂમ) માં કરવામાં આવી રહ્યું છે.’ મેં પોતે રૂમની દિવાલ પર ગોબર લગાવ્યું, કારણ કે માટી અને ગાયના છાણ જેવી કુદરતી વસ્તુઓને સ્પર્શ કરવાથી કોઈ નુકસાન થતું નથી. કેટલાક લોકો કોઈ પણ માહિતી વિના અફવાઓ ફેલાવી રહ્યા છે.

ક્લાસરૂમને ઠંડો રાખવા માટે આ સ્વદેશી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.