નવી દિલ્હી46 મિનિટ પેહલા
- કૉપી લિંક
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે, 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે પાંચ વખત પાણી પીધું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી સીતારમણ ટેબલેટ લઈને સંસદ ભવન પહોંચ્યા હતા.
બજેટ ભાષણ શરૂ થતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો. જ્યારે સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા તો સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણા સભ્યો વોકઆઉટ કરી ગયા. સીતારમણે 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે , 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે 5 વખત પાણી પીધું હતું. બજેટની ટોપ મોમેન્ટ્સ…
બિહારની મધુબની પેઇન્ટિંગવાળી સાડી

માધાબુની પેઇન્ટિંગવાળી આ સાડી બિહારમાં રહેતા પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ નાણામંત્રીને ભેટમાં આપી હતી. બે મહિના પહેલા નાણામંત્રી ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ માટે મધુબની ગયા હતા. ત્યારે દુલારી દેવીએ તેમને આ સાડી ભેટમાં આપી. આજે નાણામંત્રીએ હાફ શોલ્ડર રેડ બ્લાઉઝ સાથે એ જ સાડી પહેરી હતી. બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં બિહારની પ્રખ્યાત મધુબની પેઇન્ટિંગવાળી સાડીને તેની સાથે જોડીને જોવામાં આવી રહી છે.
દહીં- સાકર ખવડાવવાની પરંપરાનું પાલન કર્યું

નાણામંત્રી પોતાના ઘરેથી પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ પાસેથી બજેટ રજૂ કરવાની મંજુરી લીધી હતી. રાષ્ટ્રપતિએ તેમને દહીં-સાકર ખવડાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આપણા દેશમાં એક પરંપરા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દહીં-સાકર ખાવામાં આવે છે.
ટેબ્લેટમાંથી રજૂઆત

નાણામંત્રી પરંપરાગત ખાતાવહીને આ વખતે ટેબ્લેટમાં અપડેટ કર્યા પછી પહોંચ્યા હતા. તેમની ટીમ સાથે તેમણે નાણા મંત્રાલયના ગેટ પર ફોટો પણ પડાવ્યો હતો.
જ્યારે અખિલેશે હોબાળો મચાવ્યો ત્યારે ઓમ બિરલાએ તેમને ઠપકો આપ્યો હતો

બજેટ ભાષણ શરૂ થતાં જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના સાંસદોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમના સૂત્રોચ્ચાર વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું બજેટ ભાષણ શરૂ કર્યું. સ્પીકર ઓમ બિરલાએ અખિલેશને ઠપકો આપ્યો અને તેમને શાંત રહેવા કહ્યું હતું.
બજેટમાંથી વિપક્ષનું વોકઆઉટ

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ દરમિયાન વિપક્ષના ઘણા સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. તેમણે ભાષણ આપવાનું શરૂ કરતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા સાંસદો વોકઆઉટ કરી ગયા હતા.
PM દરેક મોટી જાહેરાતો પર ટેબલ થપથપાવે છે

વડાપ્રધાને નાણાપ્રધાનની દરેક મોટી જાહેરાત પર ટેબલ થપથપાવીને સ્વાગત કર્યું. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવાની જાહેરાત હોય કે બિહારમાં મખાના બોર્ડની રચનાની વાત હોય. PM એ તમામ જાહેરાતો પર ટેબલ થપથપાવ્યું હતું.
ગિરિરાજ સિંહે વિપક્ષને ટેબલ ટેપ થપથપાવા ઈશારો કર્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણની સીટની પાછળ બેઠેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિપક્ષને ચીડવતા જોવા મળ્યા હતા. નાણામંત્રીના બજેટ ભાષણ દરમિયાન તેમણે વિપક્ષમાં બેઠેલા સાંસદોને ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કરવા ઈશારો કર્યો હતો.
Topics: