નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સ નીતિ હેઠળ, ભારત વિરોધી પ્રવૃ્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે.
31 ડિસેમ્બર (રવિવારે) કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના અન્ય સંગઠન તહરીક-એ-હુર્રિયતને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ સંગઠન ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદને પ્રોત્સાહન આપવા માટે સતત આતંકવાદી પ્રવૃત્તિઓ આચરી રહ્યું છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું – પીએમ મોદીની આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટોલરન્સની નીતિ હેઠળ, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે 4 દિવસમાં બીજા ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો
27 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ જૂથને UAPA હેઠળ ગેરકાયદેસર જાહેર કર્યું હતું. ગૃહમંત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
તેમણે લખ્યું- રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કારણે આ સંગઠન પર UAPA હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મસરત આલમ ગ્રુપના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી અને ભાગલાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવો અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.
સરકારનો કડક શબ્દોમાં સ્પષ્ટ સંદેશ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.