7 કલાક પેહલા
- કૉપી લિંક
હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દિવ્યાંગ ક્રિકેટર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ 34 વર્ષના આમિર હુસૈન લોન છે, જે જમ્મુ અને કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન છે. આઠ વર્ષની ઉંમરે આમિરે એક અકસ્માતમાં તેમના બંને હાથ ગુમાવી દીધા હતા. લોકોએ આમિરના પિતાને કહ્યું કે, તેમનો દીકરો બોજ બની જશે. પણ આમિરના ઇરાદા મક્કમ હતા, તેમણે પરિસ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું. સ્વિમિંગ શીખ્યા અને પછી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આમિર પગ દ્વારા બોલિંગ કરે છે. ખભા અને ગરદનના ટેકાથી બેટ પકડીને બેટિંગ કરે છે. આમિર 2013થી પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યા છે. આનો વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો…