નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
નાગરિક ઉડ્ડયનમંત્રી કે રામમોહન નાયડુએ સોમવારે જણાવ્યું હતું કે ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ સાથે વ્યવહાર કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ધમકી આપનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે. ઉડ્ડયન સુરક્ષા નિયમોની સાથે નાગરિક ઉડ્ડયન અધિનિયમ, 1982માં સુધારાની પણ યોજના છે.
દરમિયાન બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસન અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના ડાયરેક્ટર જનરલ રાજવિંદર સિંહ ભાટી પણ સોમવારે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને મળ્યા હતા. લગભગ અડધો કલાક ચાલેલી આ બેઠકની વિગતો હજુ સામે આવી નથી.
ગૃહ મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને BCAS પાસેથી ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીઓ અંગે વિગતવાર અહેવાલ માગ્યો હતો. સીઆઈએસએફ, એનઆઈએ અને આઈબીને પણ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. 20 ઓક્ટોબરે ઈન્ડિયન એરલાઈન્સની 25 ફ્લાઈટ પર બોમ્બની ધમકીઓ મળી હતી.
આ અઠવાડિયે લગભગ 100 ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. આ પછી કેન્દ્ર સરકારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વિક્રમ દેવ દત્તને પદ પરથી હટાવી દીધા છે.
આજે જ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી
આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ધમકી આપી છે.
અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયામાં બોમ્બવિસ્ફોટ કરવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો હતો અને 1984નાં શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લોકોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
પન્નુએ કહ્યું- “નવેમ્બર 1984નાં શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. 1984માં 13 હજારથી વધુ શીખ, મહિલાઓ અને બાળકો માર્યાં ગયાં હતાં. આજે પણ દિલ્હીમાં વિધવા વસાહત છે. આ સમગ્ર ઘટના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસ કરતા લોકોએ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયાનો બહિષ્કાર કરવો જોઈએ. પાઈલટ્સને ધમકી આપી કે બોર્ડ પર શંકાસ્પદ બોમ્બ હોઈ શકે છે.
હરિયાણાના રહેવાસી વિકાસ યાદવને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. FBIએ વિકાસને ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો અધિકારી ગણાવ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
ધમકીઓને કારણે એક સપ્તાહમાં 200 કરોડનું નુકસાન પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ ફ્લાઈટને તેના નિર્ધારિત એરપોર્ટને બદલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવે છે. આનાથી માત્ર વધુ ઇંધણનો વપરાશ થતો નથી, એરક્રાફ્ટને ફરીથી તપાસવા, મુસાફરોને હોટલમાં બેસાડવા અને તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવાની વ્યવસ્થા પણ કરવી પડે છે.
એક રિપોર્ટ અનુસાર, આ બધા પાછળ લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ અઠવાડિયે, વિસ્તારા, એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, સ્ટાર એર અને એલાયન્સ એરની 70થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ધમકીઓ મળી છે. ધમકીઓને કારણે અત્યારસુધીમાં 200 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થયું છે.