પ્રયાગરાજ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં છે. તેઓ 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી અરેલ ઘાટ પહોંચ્યા, પછી નિષાદરાજ ક્રૂઝમાં બેસીને સંગમ કિનારે પહોંચ્યા. ઋષિ-મુનિઓને મળ્યા બાદ સંગમ સ્થાને 30 મિનિટ સુધી ગંગાની પૂજા કરી. PMએ મહાકુંભની સફળતા માટે કળશનું સ્થાપન કર્યું. ચુંદડી અને દૂધ ગંગાને અર્પણ કરવામાં આવ્યું. આ પછી અક્ષયવટની પરિક્રમા કરી.
આ દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગી પણ સાથે જોવા છે. પીએમ અહીં મહાકુંભ-2025 માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે. મોદી ભારદ્વાજ આશ્રમ, શૃંગવરપુર ધામ, અક્ષયવટ, હનુમાન મંદિર કોરિડોર સહિત 7 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
શ્રીંગવરપુર ધામમાં શ્રીરામ અને નિષાદરાજની પ્રતિમાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.
પીએમનાં કાર્યક્રમમાં એક મોટો ફેરફાર થયો છે. મોદી હવે શ્રૃંગવેરપુર ધામ જશે નહીં. અઢી કલાકના પ્રવાસમાં પીએમ વર્ચ્યુઅલી શ્રૃંગવેરપુર ધામમાં બનેલી 51 ફૂટ ઊંચી શ્રીરામ અને નિષાદરાજની પ્રતિમાનું ઇનોગ્રેશન કરશે.
PMની મુલાકાત સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ વાંચો…
લાઈવ અપડેટ્સ
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોદીએ હનુમાનજીની પૂજા કરી
હનુમાન મંદિર કોરિડોરને જોયા બાદ મોદીએ હનુમાન મંદિરની પૂજા કરી. હનુમાનજીને ફૂલ, જળ, હળદર, કંકુ, માળા ચઢાવી. હનુમાનજીની આરતી ઉતારી. પછી ભોગ અર્પણ કર્યો. તે પછી પૂજારીએ મોદીને પ્રસાદ તરીકે માળા પહેરાવી
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોદી હનુમાન મંદિર કોરિડોર પહોંચ્યા
અક્ષય વટના દર્શન અને પૂજા કર્યા બાદ મોદી સંગમ કિનારે આવેલા બડે હનુમાન મંદિર પહોંચ્યા. મોદીએ હનુમાન મંદિર કોરિડોરના બીજા તબક્કામાં થનારા બાંધકામની માહિતી લીધી હતી. મંદિરના કોરિડોરનું મોડલ જોયું.
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
કળશને મોતીઓથી જડવામાં આવ્યો છે
પ્રયાગરાજ ફેર ઓથોરિટીએ કુંભ કળશને મોતીઓથી જડિત બનાવ્યો છે. અષ્ટધાતુથી બનેલા આ કુંભ કળશમાં કેરીના પાન અને નારિયેળને મૂકવામાં આવ્યા છે.
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોદીએ અક્ષયવટની પરિક્રમા કરી
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
સેલ્ફી પોઇન્ટ પર પીએમ મોદીએ ફોટો ક્લિક કરાવડાવ્યો
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંગમ તટ પર પૂજા કરી રહેલાં પીએમ
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમએ સાધુ-સંતો સાથે મુલાકાત કરી
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમ તટ પર પહોંચ્યા
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ અરૈલથી સંગમ માટે રવાના, જુઓ તસવીરો