Sunday, May 18, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home National

ભારત-ચીન સરહદ પર સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ: કાલે દિવાળીએ એકબીજાને મીઠાઈ ખવડાવશે; પેટ્રોલિંગ અંગે ટૂંક સમયમાં ગ્રાઉન્ડ કમાન્ડર ચર્ચા કરશે

Divya Sardar by Divya Sardar
October 30, 2024
in National
250 2
0
ભારત-ચીન સરહદ પર સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ:  કાલે દિવાળીએ એકબીજાને મીઠાઈ ખવડાવશે; પેટ્રોલિંગ અંગે ટૂંક સમયમાં ગ્રાઉન્ડ કમાન્ડર ચર્ચા કરશે
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

‘આ બદલો નહીં, ન્યાય હતો’:  ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો

‘આ બદલો નહીં, ન્યાય હતો’: ભારતીય સેનાના જુસ્સા અને હથિયારો સામે બધું જ ધ્વસ્ત, આર્મીએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો

May 18, 2025
હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ:  બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

હૈદરાબાદમાં ચારમીનાર પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ: બાળકો સહિત 17નાં મોત, 10 લોકો ઘાયલ થયા; શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

May 18, 2025


નવી દિલ્હી45 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત-ચીન સરહદ પર દેપસાંગ અને ડેમચોકથી સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા બુધવારે પૂર્ણ થઈ હતી. ગુરુવારે દિવાળી પર ચીન અને ભારતના સૈનિકો એકબીજાને મીઠાઈ ખવડાવશે. પેટ્રોલિંગ અંગે ગ્રાઉન્ડ કમાન્ડરના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં વાતચીત કરવામાં આવશે. ગ્રાઉન્ડ કમાન્ડરોમાં બ્રિગેડિયર અને તેની નીચેના રેન્કના અધિકારીઓ હોય છે.

LAC પર પેટ્રોલિંગ અંગે ભારત અને ચીન વચ્ચેના કરાર પર વિદેશમંત્રી એસ. જયશંકરે 27 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે સૈનિકોને પાછા બોલાવવા એ પહેલું પગલું છે. બીજું પગલું તણાવ ઘટાડવાનું છે. આ તણાવ ત્યારે જ ઘટશે જ્યારે ભારતને ખાતરી થશે કે ચીન પણ એવું જ ઇચ્છે છે. તણાવ ઘટાડ્યા પછી બોર્ડરને કેવી રીતે મેનેજ કરવી એ અંગે ચર્ચા કરવામાં આવશે.

જાણો ભારત-ચીન સરહદ પર સૈન્ય કેવી રીતે પાછળ હટ્યું

પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષથી સરહદ વિવાદ અંગે ભારત અને ચીન વચ્ચે તણાવ હતો. બે વર્ષ લાંબી વાટાઘાટો પછી હાલમાં કરાર થયો છે. બંને સૈના વિવાદાસ્પદ પોઇન્ટ્સ દેપસાંગ અને ડેમચોકથી પાછળ હટશે.

18 ઓક્ટોબર: દેપસાંગ અને ડેમચોકથી સૈન્ય પાછળ હટવા વિશેની માહિતી સામે આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અહીંથી બંને સેના એપ્રિલ 2020થી પહેલાંની સ્થિતિમાં પાછી ફરશે. ઉપરાંત સેના એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, જ્યાં તે એપ્રિલ 2020 પહેલાં પેટ્રોલિંગ કરતી હતી. આ સિવાય કમાન્ડર સ્તરની બેઠકો ચાલુ રહેશે.

2020માં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ગાલવાન અથડામણ બાદ દેપસાંગ અને ડેમચોકમાં તણાવ જોવા મળ્યો હતો. લગભગ 4 વર્ષ પછી 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે એક નવા પેટ્રોલિંગ કરાર પર હસ્તાક્ષર થયા. વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે એનો ઉદ્દેશ લદ્દાખમાં ગલવાન જેવી અથડામણને રોકવા અને પહેલાંની પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવાનો છે.

25 ઓક્ટોબર: ભારત અને ચીનના સૈન્યએ 25 ઓક્ટોબર શુક્રવારથી પૂર્વી લદ્દાખ સરહદથી પાછળ હટવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, બંને સૈન્યએ પૂર્વી લદ્દાખના ડેમચોક અને દેપસાંગ પોઇન્ટમાં તેમના હંગામી તંબુ અને શેડ દૂર કર્યા છે. વાહનો ને લશ્કરી સાધનો પણ પાછાં લઈ જવામાં આવી રહ્યાં છે.

આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 અને 29 ઓક્ટોબર સુધીમાં બંને દેશો દેપસાંગ અને ડેમચોકથી તેમની સેના સંપૂર્ણપણે પાછી બોલાવી લેશે. પેટ્રોલિંગ માટે મર્યાદિત સંખ્યામાં સૈનિકો નક્કી કરવામાં આવ્યા છે. આ સંખ્યા શું છે એ વિશેની માહિતી હજી સામે આવી નથી.

હવે ભારત-ચીન સરહદ વિવાદની સંપૂર્ણ વિગતો વાંચો …

ગલવાન ઘાટી-ગોગરા હોટ સ્પ્રિંગ્સ પેટ્રોલિંગ અંગે હજી સુધી કોઈ નિર્ણય નહીં સમજૂતીમાં લદ્દાખમાં દેપસાંગ હેઠળ આવતા પોઇન્ટ અંગે સહમતી થઈ છે, પરંતુ ડેમચોકમાં ગાલવાન ઘાટી અને ગોગ્રા હોટ સ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ અંગે કંઇ કહેવામાં આવ્યું નથી.

દેપસાંગ: ભારતીય સેનાના જણાવ્યા મુજબ, સૈનિકો હવે પેટ્રોલિંગ માટે દેપસાંગમાં 10, 11, 11-એ, 12 અને 13 પેટ્રોલિંગ પોઇન્ટ સુધી જઈ શકશે.

ડેમચોક: પેટ્રોલિંગ પોઇન્ટ -14 એટલે કે ગલવાન ઘાટી, ગોગ્રા હોટ સ્પ્રિંગ્સ એટલે કે PP -15 અને PP -17 બફર ઝોન છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવે છે કે અહીં પેટ્રોલિંગ અંગે પછીથી વિચારવામાં આવશે. બફર ઝોન એટલે એ ક્ષેત્ર જ્યાં બંને સૈન્ય એકબીજાની સામ-સામે ન આવે. આ ઝોન વિરોધી સેનાને અલગ કરે છે.

ભારત-ચીન પેટ્રોલિંગ કરાર 3 પોઇન્ટમાં

1. પીએમ નરેન્દ્ર મોદીની બ્રિક્સ મુલાકાત પહેલાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બ્રિક્સમાં મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક મળી હતી. મોદીએ અહીં કહ્યું હતું કે તમામ સંજોગોમાં શાંતિ જાળવવી જરૂરી છે.

2. ચીન અને ભારત પૂર્વી લદ્દાખમાં LAC પર એપ્રિલ 2020ની સ્થિતિને પુનર્સ્થાપિત કરવા સંમત થયા. આનો અર્થ એ છે કે હવે ચીની સૈન્ય એ વિસ્તારોમાંથી પાછળ હટશે, જ્યાં તેણે અતિક્રમણ કર્યું હતું.

3. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે ભારત અને ચીનના સરહદ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે 2020 પછી ઉદ્ભવતા મુદ્દાઓને હલ કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. બંને દેશો આના પર પગલાં ભરશે.

15 જૂન 2020ના રોજ ગાલવાનની અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા

આ તસવીર ભારત-ચીનના સૈનિકો વચ્ચે 15 જૂન 2020એ લદ્દાખના ગાલવાનમાં લોહિયાળ અથડામણની છે. આ પછી બંને દેશ વચ્ચેનો વિવાદ વકર્યો હતો.

આ તસવીર ભારત-ચીનના સૈનિકો વચ્ચે 15 જૂન 2020એ લદ્દાખના ગાલવાનમાં લોહિયાળ અથડામણની છે. આ પછી બંને દેશ વચ્ચેનો વિવાદ વકર્યો હતો.

15 જૂન, 2020ના રોજ ચીને એક્સર્સાઈઝના બહાને પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘૂસણખોરીની ઘટનાઓ ઘણી જગ્યાએ થઈ હતી.

ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીનની બરાબર સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે LAC પર ગોળીઓ ચલાવવામાં આવી.

આ દરમિયાન 15 જૂને ગાલવાન ઘાટીમાં ચીની સૈન્ય સાથે અથડામણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. પાછળથી ભારતે પણ આનો યોગ્ય જવાબ આપ્યો. આમાં લગભગ 60 ચાઇનીઝ સૈનિકો માર્યા ગયા હતા.



Source link

Tags: Army withdrawalIndia China borderIndia China border DiwaliIndian Army Diwali celebration

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો:  અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

May 18, 2025
ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે:  આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે: આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News

May 18, 2025
30 વર્ષ બાદ રવિનાના ‘ટીપ ટીપ બરસા’ પર દીકરીનો ડાન્સ:  અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો

30 વર્ષ બાદ રવિનાના ‘ટીપ ટીપ બરસા’ પર દીકરીનો ડાન્સ: અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો

May 18, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • પાકિસ્તાનમાં લશ્કર આતંકી સૈફુલ્લાહ માર્યો ગયો: અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી, 2006માં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
  • ડો. હેમાંગ જોષી સહિત દેશના 5 સાંસદો પાંચ દેશોના પ્રવાસે: આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સની નીતિ અને દુશ્મન દેશના ખોટા દાવાઓનું ખંડન કરી સાચું ચિત્ર રજૂ કરવાના ઉદ્દેશ – Vadodara News
  • 30 વર્ષ બાદ રવિનાના ‘ટીપ ટીપ બરસા’ પર દીકરીનો ડાન્સ: અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?