3 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.
અલ્લુ અર્જુન સાથે ગુનેગાર જેવું વર્તન અયોગ્ય અલ્લુ અર્જુનની ધરપકડ પર BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)ના પ્રમુખ અને નેતા કેટીઆરે કહ્યું હતું કે નાસભાગના પીડિતો સાથે તેમની સંવેદના છે, પરંતુ ભૂલ કોની હતી? અલ્લુ અર્જુનની સાથે સામાન્ય ગુનેગાર જેવું વર્તન કરવું યોગ્ય નથી. સીધી રીતે તે આમાં ક્યાંય જવાબદાર નથી. હું સરકારની ટીકા કરું છું.
સોમવાર સુધી રાહતની માગ અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં વિનંતી કરી છે કે તેમના ક્લાયન્ટના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે પોલીસ સાથે વાતચીત કરીને બપોર સુધીમાં આ કેસમાં અપડેટ આપવામાં આવશે અને સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.
‘પુષ્પા’ના બૉડીગાર્ડની પણ ધરપકડ અલ્લુ અર્જુન બાદ હવે તેના બૉડીગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પછી તેને મેડિકલ ચેકઅપ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
પોલીસે ધરપકડની કરી પુષ્ટિ હૈદરાબાદમાં ચિક્કડપલ્લીના એસીપી એલ. રમેશ કુમારે પુષ્ટિ કરી છે કે હૈદરાબાદ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
અટકાયતના સમયે એક્ટરે ફિલ્મનું પ્રમોશન થાય એવી ટી-શર્ટ પહેરી હતી.
એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી.
અલ્લુ અર્જુને અકસ્માત બાદ પીડિત પરિવારની મદદ પણ કરી હતી. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
નાસભાગની 3 તસવીર…
અલ્લુ અર્જુનના ફેન્સ તેને મળવા આવ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા અને બેભાન થઈ ગયા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
નાસભાગ દરમિયાન એક બાળક બેભાન થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.
અલ્લુ અર્જુન ફેન્સને મળવા મોડો પહોંચ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન સ્ક્રીનિંગ દરમિયાન સમયસર પહોંચ્યો નહોતો, જેના કારણે ચાહકોની ભીડ સતત વધી રહી છે. અલ્લુ કાર્યક્રમના અંતે જ્યારે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો ત્યારે ચાહકો તેને જોવા માટે બેકાબૂ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, સ્થળ પર તહેનાત સુરક્ષા અને પોલીસકર્મચારીઓની સંખ્યા એટલી ન હતી જેટલી પરિસ્થિતિને સંભાળી શકે.
આ ફિલ્મ 2022માં રિલીઝ થવાની હતી અલ્લુ અર્જુને વર્ષ 2019માં પુષ્પાઃ ધ રાઇઝ (પ્રથમ ભાગ)નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે દિગ્દર્શક સુકુમારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરશે. તેઓ પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2022માં રિલીઝ કરવા માગતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન અને ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. 2 વર્ષ સુધી વિલંબ થયા પછી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ એને ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી.