Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home National

રાહુલ ગાંધીએ દિલ્હીના વાળંદને કરી મદદ: રાહુલે પોસ્ટમાં લખ્યું- ગરીબોનું સ્મિત પાછુ લાવીશ, થોડા દિવસ પહેલા તેમની દુકાને ગયા હતા

Divya Sardar by Divya Sardar
October 28, 2024
in National
250 2
0
રાહુલ ગાંધીએ દિલ્હીના વાળંદને કરી મદદ:  રાહુલે પોસ્ટમાં લખ્યું- ગરીબોનું સ્મિત પાછુ લાવીશ, થોડા દિવસ પહેલા તેમની દુકાને ગયા હતા
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

રોકડનો કેસ-સ્ટોર રૂમ પર ન્યાયાધીશ પરિવારનું જ નિયંત્રણ હતું:  તપાસ પેનલનો જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ; 64 પાનાનો રિપોર્ટ જાહેર

રોકડનો કેસ-સ્ટોર રૂમ પર ન્યાયાધીશ પરિવારનું જ નિયંત્રણ હતું: તપાસ પેનલનો જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ; 64 પાનાનો રિપોર્ટ જાહેર

June 20, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે:  દેશમાં ડેટા રિકવરી શક્ય નથી; સુરક્ષા-ગુપ્તતા જળવાય તેથી સરકારી અધિકારીઓ પણ સાથે જશે

અમદાવાદ પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે: દેશમાં ડેટા રિકવરી શક્ય નથી; સુરક્ષા-ગુપ્તતા જળવાય તેથી સરકારી અધિકારીઓ પણ સાથે જશે

June 19, 2025


નવી દિલ્હી5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાહુલ 25 ઓક્ટોબરે ઉત્તમ નગરમાં વાળંદ અજીતની દુકાને ગયા હતા. X પર તેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં વાળંદન અજિતને તેની દુકાન માટેની જરૂરી વસ્તુઓ પૂરી પાડી મદદ કરી હતી. તેમણે પોતાની વોટ્સએપ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં અજીત સામાન ખરીદવા જઈ રહ્યો છે. રાહુલે પોસ્ટમાં લખ્યું, “ભારતના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મારું વચન છે કે હું તેમના ચહેરા પર સ્મિત પાછું લાવીશ.”

રાહુલનો આભાર માનતા અજિતે કહ્યું, ‘મેં નહોતું વિચાર્યું કે રાહુલ ગાંધી મને મળશે અને મદદ કરશે. મારી પાસે જરૂરી તમામ વસ્તુઓ છે, કોઈ કમી નથી.

રાહુલ 25 ઓક્ટોબરે ઉત્તમ નગરમાં વાળંદ અજીતની દુકાને ગયા હતા. ત્યાં રાહુલે શેવિંગ કરાવતા અજિત સાથે વાત કરી. રાહુલે X પર પોતાનો વીડિયો પણ શેર કર્યો હતો.

સલૂનના માલિક અજિતે કહ્યું હતું- કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી. રાહુલજીને મળીને હું ખૂબ જ ખુશ હતો.

સલૂનના માલિક અજિતે કહ્યું હતું- કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી. રાહુલજીને મળીને હું ખૂબ જ ખુશ હતો.

અજિતે રાહુલને કહ્યું- કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી

અજિત રાહુલને કહે છે – પહેલાં અમે માનતા હતા કે અમારું ભવિષ્ય સારું રહેશે, પરંતુ અમે ત્યાંના ત્યાં જ રહ્યા. અમે શું કરીએ, અમે દિવ્યાંગ છીએ. આવી જ રીતે દિવસો કાઢીએ છીએ. બાળકોનું ભવિષ્ય દાવ પર છે. અમે તમારા શાસનમાં ખૂબ ખુશ હતા. કોંગ્રેસના શાસનમાં શાંતિ હતી. અમારા જેવા ગરીબોને ટેકો આપનાર કોઈ છે. રાહુલજીને મળ્યા પછી મને ઘણી રાહત થઈ.

રાહુલે લખ્યું- વધતી મોંઘવારીએ શ્રમજીવી લોકોનાં સપનાં પણ છીનવી લીધાં

જ્યારે રાહુલે લખ્યું- વાળંદથી લઈને મોચી, કુંભાર, સુથાર ઘટતી આવક અને વધતી જતી મોંઘવારીએ મજૂરોની આકાંક્ષાઓ, તેમની દુકાનો, તેમનાં ઘર અને આત્મસન્માન સુધીનાં સપનાં પણ છીનવી લીધાં છે. આજે જરૂર છે આવા આધુનિક ઉપાયો અને નવી યોજનાઓની, જે આવકમાં વધારો કરશે અને ઘરોમાં બચત પાછી લાવે અને એક એવો સમાજ, જ્યાં પ્રતિભાને તેની યોગ્યતા મળે અને મહેનતનું દરેક પગલું તમને પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જાય.

રાહુલ ગાંધી લોકોને મળ્યાના કિસ્સાઓ …

7 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે રસોઈ બનાવી હતી

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દલિત પરિવારના ઘરે ભોજન બનાવ્યું હતું. રસોઈનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું- આજે પણ બહુ ઓછા લોકો દલિત રસોડા વિશે જાણે છે. દલિતો શું ખાય છે અને કેવી રીતે રાંધે છે તે કોઈને ખબર નથી. અમે તેના સામાજિક અને રાજકીય મહત્વ વિશે વાત કરી.

3 મહિના પહેલાં યુપીમાં મોચીની દુકાને ગયા હતા, બાદમાં મોચીને સિલાઈ મશીન આપ્યું હતું

ઓગસ્ટમાં રાહુલ ગાંધી સુલ્તાનપુર કોર્ટમાં હાજર થવા ગયા હતા. પરત ફરતી વખતે તેમણે અચાનક જ એક મોચીની દુકાન પર પોતાનો કાફલો અટકાવ્યો. કારમાંથી નીચે ઊતરીને રાહુલ મોચી રામચૈતની દુકાને પહોંચ્યા અને ચપ્પલ સીવ્યા હતા. રાહુલે મોચી રામચૈતને પૂછ્યું હતું કે તે જૂતા કેવી રીતે બનાવે છે. રામચૈત સાથે લગભગ 5 મિનિટ સુધી વાત કર્યા પછી રાહુલ ત્યાંથી નીકળી ગયા હતા. રામચૈતે રાહુલને કહ્યું- ‘હું ગરીબ છું. કૃપા કરીને મને થોડી મદદ કરો.

આ પછી રાહુલે રામચૈત માટે સિલાઈ મશીન મોકલ્યું હતું. મશીનની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. બાદમાં રામચૈતે આ મશીનથી બૂટ-ચપ્પલ સીવવા લાગ્યા હતા.

4 જુલાઈ, 2024: રાહુલ દિલ્હીમાં મજુરોને મળ્યા, તેમની સમસ્યાઓ સાંભળી

રાહુલ ગાંધી ગુરુવાર, 4 જુલાઈએ દિલ્હીના ગુરુ તેગ બહાદુર નગરમાં મજુરોને મળ્યા હતા. કોંગ્રેસે તેમના X હેન્ડલ પર તેનો વીડિયો અને 4 ફોટા શેર કર્યા હતા. કોંગ્રેસે એમ પણ લખ્યું કે આ મહેનતુ મજુરો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમનું જીવન સરળ બનાવવું અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી જવાબદારી છે.22 મે 2023: રાહુલે ડ્રાઈવર પાસે બેસીને અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં 50KMની મુસાફરી કરી

22 મે 2023: રાહુલે ડ્રાઈવર પાસે બેસીને અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં 50KMની મુસાફરી કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે ઓગસ્ટમાં અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં બેસીને 50 કિમીની મુસાફરી કરી હતી. ખરેખરમાં, તેઓ બપોરે કારમાં દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. પાર્ટી કાર્યકર્તાઓએ કહ્યું કે આ દરમિયાન રાહુલે ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ પણ સાંભળી.

27 જૂન 2023: રાહુલ બાઇક રિપેરિંગ કરતા શીખ્યા, દિલ્હીમાં એક ગેરેજમાં કામ કર્યું

ગયા વર્ષે રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગમાં એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાંના મિકેનિક્સ સાથે કામ કર્યું હતું. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 ફોટો પોસ્ટ કરીને આ જાણકારી આપી. એક ફોટોમાં રાહુલના હાથમાં ટુ વ્હીલરનો એક પાર્ટ દેખાય છે. તેમની સામે એક બાઇક ખુલ્લું પડેલું છે. કેટલાક લોકો સાથે બેઠેલા દેખાય છે.



Source link

Tags: Delhi NewsRahul GandhiRahul Gandhi BarberRahul Gandhi Barber Shop Video

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59  ટકા મતદાન

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

June 20, 2025
તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News
  • વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન
  • તું કોઇની સાથે રખડવા જાય છે કહી ત્રાસ આપી માર મારી કાઢી મૂકી

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?