નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ તસવીર દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટ પરિસરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસની છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટ સંકુલમાં સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયને લઈને પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે AAPને 15 જૂન સુધીમાં ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે AAPને પોતાની ઓફિસ માટે જમીનની ફાળવણી માટે જમીન અને વિકાસ કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું છે.
વાસ્તવમાં, આ અરજી AAP વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. AAP આદમી પાર્ટીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં તેઓને જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
AAPનું કહેવું છે કે તે રાષ્ટ્રીય પાર્ટી હોવાથી તેને સારી જગ્યાએ ઓફિસ બનાવવાની મંજૂરી આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું- આ હાઈકોર્ટની જમીન પર દબાણ છે
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે AAPએ પાર્ટી ઓફિસ માટે જમીન માટે કેન્દ્રને અરજી કરવી પડશે. આ દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન પર દબાણ છે. આ જમીનનો હેતુ રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાના કોર્ટ રૂમ બાંધવાનો છે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી અમે તમને 15 જૂન સુધીનો સમય આપીએ છીએ.
અગાઉ, 16 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન AAPએ કહ્યું હતું કે પાર્ટીએ રાઉઝ એવન્યુમાં દિલ્હી HCની જમીન પર દબાણ કર્યું નથી. આ જગ્યા તેમને 2015માં આપવામાં આવી હતી. AAPએ પોતાની દલીલમાં એમ પણ કહ્યું કે તે હાઈકોર્ટની જમીન આપવા માટે તૈયાર છે, પરંતુ આ પહેલાં તેમને ઓફિસ બનાવવા માટે બીજી જગ્યા આપવી જોઈએ.
AAPએ કહ્યું- નેશનલ પાર્ટી હોવાના કારણે બે જગ્યાએ ઓફિસ બનાવવા માટે હકદાર
AAPની દલીલ છે કે આ જમીન અમને 2015માં આપવામાં આવી હતી. ત્યારથી અમારી પાસે તે છે. હવે 2023માં જમીન અને વિકાસ કચેરી કહી રહી છે કે આ જમીન રાઉઝ એવન્યુ કોર્ટના વિસ્તરણ માટે નક્કી કરવામાં આવી છે. જો કોર્ટના આદેશ પર જમીન તાત્કાલિક ખાલી કરવામાં આવશે તો અમારી પાસે પાર્ટી ઓફિસ માટે જગ્યા રહેશે નહીં. જ્યારે બાકીની 5 રાષ્ટ્રીય પાર્ટીઓ દિલ્હીમાં ફાળવવામાં આવેલી ઓફિસમાંથી કામ કરે છે.
AAPએ એમ પણ કહ્યું કે ભારત સરકારે 2012માં નિર્દેશ જાહેર કર્યો હતો કે રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઓ દિલ્હીમાં બે સ્થળોએ કાર્યાલય સ્થાપવા માટે હકદાર છે, એક રાષ્ટ્રીય કાર્યાલય માટે અને બીજી દિલ્હી એકમ માટે.
AAPએ કહ્યું કે તે જમીન ખાલી કરવા માટે તૈયાર છે, પરંતુ કોર્ટે એ સ્પષ્ટ કરવું પડશે કે તેને રાષ્ટ્રીય પક્ષના દરજ્જા મુજબ તેના કાર્યાલય માટે બીજી જગ્યા આપવામાં આવશે. જો પાર્ટીને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં બેમાંથી માત્ર એક જ જગ્યા આપવામાં આવે છે, તો તે રાઉઝ એવન્યુ ખાતેની તેની હાલની ઓફિસ ખાલી કરશે.
શું છે મામલો?
દિલ્હીમાં રાઉસ એવન્યુ કોર્ટના વિસ્તરણને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ એમિકસ ક્યૂરી પરમેશ્વરે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટની જમીન પર એક રાજકીય પક્ષની ઓફિસ છે, જેના કારણે તેઓ તેમની જમીન પરત લઈ શકતા નથી.
આ સમાચાર પણ વાંચો…
સાંસદો અને ધારાસભ્યોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈનકાર, 26 વર્ષ જૂનો નિર્ણય બદલાવ્યો
26 વર્ષ પહેલાંના નિર્ણયને સુપ્રીમ કોર્ટે આજે પલટી નાંખ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપતાં કહ્યું છે કે, કોઈપણ સદનમાં નોટ લઈને વોટ આપવામાં આવશે કે નોટ લઈને ભાષણ આપવામાં આવશે તો સંસદ અને ધારાસભ્યો સામે કેસ ચલાવવામાં આવશે. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં નોટ લઈને વોટ આપવાના મામલે સુપ્રીમે આ ચૂકાદો આપ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર.