જયપુર16 કલાક પેહલા
- કૉપી લિંક
રાજસ્થાનની રાજધાની જયપુરમાં પોલીસે લગભગ 14 મહિના પહેલાં અપહરણ કરાયેલ બાળકને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ એક અનોખો નજારો જોવા મળ્યો. માસૂમ બાળકે કિડનેપરને ગળે લગાડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો, ત્યારબાદ આરોપીની પણ આંખોમાં આંસુ આવી ગયા. પોલીસને કુક્કુ ઉર્ફે કાન્હા નામનો બાળક મળી આવ્યો છે જેનું 14 મહિના પહેલાં જયપુરથી અપહરણ કરવામાં આવ્યું હતું. બાળક હવે 2 વર્ષનો થઈ ગયો છે.
હકીકતમાં જયપુર પોલીસ સ્ટેશનમાંથી એક ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળક અપહરણના આરોપીને વળગીને જોર જોરથી રડી રહ્યો છે, બાળક તેને છોડવા તૈયાર નથી. બાળકને રડતો જોઈને આરોપીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારે ટીમ બાળકને તેની માતા પાસે લઈ ગઈ ત્યારે પણ તે આરોપી પાસે જવાની જીદ કરતો રહ્યો. બાળકનું અપહરણ કરનાર આરોપી હેડ કોન્સ્ટેબલ તુનજ ચાહર (યુપી પોલીસ) પણ બાળકને રડતો જોઈને ભાવુક થઈ ગયા હતા.
પહેલા જાણો શું હતો સમગ્ર મામલો
ડીસીપી સાઉથ દિગંત આનંદે જણાવ્યું કે આરોપી હેડ કોન્સ્ટેબલ તનુજ ચહરે 11 જૂન 2023ના રોજ વાટિકામાંથી 11 મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું.
ત્રણ દિવસ પછી, 14 જૂન, 2023ના રોજ, બાળકના માતાપિતાએ પોલીસ સ્ટેશન સાંગાનેર સદરમાં જાણ કરી. એવું કહેવામાં આવ્યું હતું કે 4 પુરુષો તેમના ઘરે આવ્યા હતા અને તેમની સાથે તનુજ ચહર પણ હતો, જે મહિલાના મામાનો ઓળખીતો હતો.
આરોપી ઘરમાં પ્રવેશતાની સાથે જ મહિલાને મારવા લાગ્યો હતો. બચવા માટે પીડિતા નજીકમાં જ તેના ભાઈના ઘરે દોડી ગઈ હતી. તે તેના ભાઈ સાથે પહોંચી ત્યાં સુધીમાં તનુજ બાળકને લઈને ભાગી ગયો હતો.
આરોપીએ દાવો કર્યો હતો કે આ બાળક તેનું છે. તેની સાથે રહેશે. તે મહિલાને પણ પોતાની સાથે લઈ જવા માગતો હતો.
આરોપી તનુજ યુપી પોલીસની સર્વેલન્સ ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે. તે ફરજ પરથી ગેરહાજર હતો અને તેથી તેને સસ્પેન્ડ કર્યો હતો.
યુપીના અલીગઢથી ધરપકડ
આ કેસમાં પોલીસે બુધવારે આરોપી તનુજની યુપીના ગોંડા (અલીગઢ)થી ધરપકડ કરી હતી. હકીકતમાં, થોડા દિવસો પહેલા પોલીસને સૂચના મળી હતી કે આરોપી મથુરાના ગોવર્ધન પરિક્રમા માર્ગ પર એક ઝૂંપડીમાં એક માસૂમ બાળક સાથે રહે છે. આ પછી જયપુરથી પોલીસની વિશેષ ટીમ 22 ઑગસ્ટે મથુરા પહોંચી હતી. અહીં આરોપી તનુજની બે-ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી. ટીમને માહિતી મળી કે 27 ઓગસ્ટના રોજ આરોપી અલીગઢના ગોંડા ગયો હતો. પોલીસ ટીમે ત્યાંથી તેની ધરપકડ કરી હતી. બાળક પણ તેની સાથે હતો.
જ્યારે પોલીસ બાળકને લઈ જવા લાગી ત્યારે તેણે કિડનેપરને ગળે લગાડ્યો અને તેની સાથે રહેવાની જીદ કરી.
કિડનેપર સાધુના વેશમાં હતો
પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તે મહિલાના પુત્રને પોતાનો પુત્ર માનતો હતો. બાળકનું અપહરણ કરવા માટે આરોપીએ 9 મહિના સુધી જયપુરમાં ભિખારી બનીને રેકી પણ કરી હતી. તે પોલીસની પદ્ધતિઓથી વાકેફ હતો. આ કારણે તે આટલા સમય સુધી પોલીસને ટાળતો હતો. ડીસીપીએ કહ્યું કે આરોપી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો અને સાધુ તરીકે જીવતો હતો. આરોપીએ પોતાની પાસે માત્ર કીપેડ ફોન રાખ્યો હતો. જ્યારે પણ તેને કોઈની સાથે વાત કરવી હોય ત્યારે તે ફોન ચાલુ કરી દેતો હતો.
બાળક માતાના ખોળામાં પણ રડતું રહ્યું. તે વારંવાર કિડનેપર પાસે જવાની જીદ કરતો હતો.
ગુરૂવારે આરોપી તનુજ ચહરને કોર્ટે જેલમાં મોકલી આપ્યો હતો. આ પહેલાં બુધવારે જ્યારે પોલીસ આરોપીને જયપુર લઈ ગઈ હતી. જે બાદ બાળકને માતાને સોંપવામાં આવતા માસુમ બાળકે કિડનેપર સાથે રહેવાની જીદ શરૂ કરી હતી. તે આરોપીને વળગીને રડવા લાગ્યો હતો.
આ પણ વાંચો
માસુમ બાળકનું અપહરણ કરનાર જયપુરમાં ભિખારી બનીને રહ્યોઃ 14 મહિના સુધી દેખાવ બદલીને ભાગી ગયો.
લગભગ 14 મહિના પહેલા જયપુરથી અપહરણ કરાયેલા 11 મહિનાના બાળકને પોલીસે મથુરા (ઉત્તર પ્રદેશ)માંથી બચાવી લીધો છે. બાળકનું અપહરણ કરનાર યુપી પોલીસના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને સર્વેલન્સ ટીમમાં મૂકવામાં આવ્યો હતો, તેથી તે પોલીસની પદ્ધતિઓથી વાકેફ હતો. ( સંપૂર્ણ સમાચાર વાંચો )