જૂના એટીએમ કાર્ડનો નંબર,પીન નંબર લીંકમાં એડ કરાવી

0
16

– જૂના એટીએમ કાર્ડનો નંબર,પીન નંબર લીંકમાં એડ કરાવી ઓટીપી જાણવાનું કહ્યું..

– આર્મીમેને ૪ ઓટીપી આપતા ખાતામાંથી રૂ ૩૩ હજાર ઉપડી ગયા હતા.

– અજાણ્યાં શખસના વિરૂદ્ધમાં આર્મીમેને ફરિયાદ નોંધાવી છે.

તા.૨૦/૦૮/૨૧.
ક્રાઇમ રિપોર્ટ,અમદાવાદ

આર્મીમેન ના ઘરે નવું એટીએમ આવતા બેન્કનો નંબર ગૂગલ પરથી કાઢી ફોન કરી કિધું કે, નવા એટીએમ નો પીન જનરેટ કરવો છે.કહેતા સામે વાળાએ કિધું કે, જૂનો એટીએમ નબર,પીન નંબર એડ કરતા ૪ ઓટીપી આવશે જણાવજો કહેતા આર્મીમેને ઓટીપી આપતા ખાતામાં રૂ ૩૩ હજાર ઉપડી ગયા હતા. આ અંગે ની જાણ થતાં આર્મીમેને અજાણ્યાં શખ્સના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ આલોક પરેડાઈઝ માં રહેતા અરુણ તિવારી ઉ. વ ૪૫ પોતાના પરિવાર સાથે રહે છે.અને આર્મી માં ફરજ બજાવે છે. ગત ૧૮ જાન્યુઆરી ૨૧ ના રોજ અરુણભાઈ ઘરે હતા. ત્યારે પંજાબ નેશનલ બેંકનું એટીએમ કાર્ડ નવું ઘરે આવ્યું હતું.જોકે બે દિવસ પછી નવા એટીએમ નો પીન નંબર જનરેટ કરવા માટે અરુણભાઈ એ ગૂગલ પર પંજાબ નેશનલ બેન્કનો નંબર નીકાળયો હતો.બાદ તે નંબર પર ફોન કરી જણાવ્યું કે, મારે નવું એટીએમ કાર્ડ છે જેનો પીન નંબર જનરેટ કરવો છે કિધું હતું.જોકે સામે વાળાએ કીધું કે,હું તમારા ઘરના નંબર પર એક લિંક મોકલી આપ્યું છું.કહી ફોન કટ કરી દેતા થોડી વાર પછી ફોન આવ્યો અને કિધું કે,તમારા ફોનમાં લિંક મોકલી છે એમાં ઓપન કરી જૂનો એટીએમ કાર્ડ નંબર, પીન નંબર અને નામ વગેરે વસ્તુ એડ કરતા તમારા ફોન ચાર ઓટીપી આવશે એ જાણવાનું કિધું હતું.બાદ ઓટીપી કિધું કે, તમારો પિન જનરેટ થઈ જશે કહી ફોન કટ કર્યો હતો. ત્યારે ફોનમાં ૪ મેસેજ આવ્યા જેમાં જોતાં ૩ મેસેજ માં ૧૦ હજાર અને ૧ મેસેજ માં ૩૩૦૦ કુલ રૂ ૩૩ હજાર ઉપડી ગયા હતા. આ અંગે અરુણભાઈ ને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં રામોલ પોલીસમાં અજાણ્યાં શખસના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here