શહેરના પૂર્વ માં એક વધુ હત્યાની ધટના સામે આવી..

0
16

– વટવા જીઆઇડીસી ની એક કંપની પાસે યુવકને છરીનાં ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો.

– યુવકના ભાઇએ અજાણ્યા શખ્શના વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધાવી.

તા.૨૯/૦૮/૨૧

ક્રાઈમ રિપોર્ટ, અમદાવાદ

શહેરમા ગુનેગારો બેફામ બનતા જોવા મળી રહ્યા છે.શહેરના પૂર્વમાં વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં વટવા જીઆઇડીસી ની એક કમ્પની પાસે યુવકને છરીના ઘા પીંખી મોતને વહાલો કર્યો હતો. બાદ પરીવાર ને જાણ થતા અજાણ્યાં શખ્શ ના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેર માં દિનપ્રતિદિન ગુનેગારો બેફામ બનતા જોવા મળે છે કે જેમને પોલીસ નામના શબ્દ નો ડર જ જોવા નથી મળી રહ્યો. જેવામાં સાબરકાંઠાના ગોલવાડ ગામમાં રહેતા વિક્રમ ઠાકોર તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમને નજદીકી પોલીસ સ્ટેશન દ્વારા જાણ થઈ હતી કે, અમદાવાદ ખાતે રહેતા તમારા ભાઈ મહેશ ઠાકોર ને કોઈ અજાણ્યા શખ્શે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા છે. ઘટનાની જાણ થતા વિક્રમ ઠાકોર અમદાવાદ આવતા જાણવા મળ્યું કે, વટવા જીઆઇડીસી ફેઝ 4 માં આવેલી ઈન્ડો જર્મન ટ્રલ્સ નામની કંપની પાસે એમની લાશ મળી આવી હતી.જેમાં અજાણ્યાં શખ્શે મહેશ ઠાકોર ને છરીના ઘા મારી પીંખી નાખ્યો હતો.બીજી બાજુ વટવા જીઆઇડીસી પોલીસ ને ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
બાદ વિક્રમ ઠાકોર પી.એમ રૂમમા તેમનો મહેશ ઠાકોરનો મૃતદેહ જોતાં વિક્રમભાઇએ અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં વટવા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બોક્ષ- યુવકની હત્યા થઈ હોવાથી શખ્શ ને પકડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા..
મહેશ ઠાકોર ની હત્યા થતા આસપાસ ના વિસ્તાર માં ચકચાર મચી ગયો.જેમાં અજી પોલીસ ને જાણવા મળ્યું નથી કે, કયા કારણો સર મહેશ ઠાકોર ની હત્યા કરવામાં આવી છે. આ અંગે ની જાણ તેમના ભાઈ વિક્રમને થતા અમદાવાદ પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here