પૂર્વમાં વધુ એક ચડ્ડી બનીયાનધારી ગેંગનો ત્રાસ

0
25

– પૂર્વમાં વધુ એક ચડ્ડી બનીયાનધારી ગેંગનો ત્રાસ સામે આવ્યો …

– રાત્રીનો ફાયદો ઉઠાવી એક કંપનીમાં ત્રાટક્યા, લોકર તોડી રૂ ૧૯ લાખની ચોરી કરી.

– મેનેજરે ગેંગના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી શોધ ખોડ હાથ ધરી છે

તા.૨૦/૦૮/૨૧
ક્રાઇમ રિપોર્ટ, અમદાવાદ

પૂર્વ વિસ્તારમા ચડ્ડી બનીયાનધારી ગેંગ નો ત્રાસ જોવા સામે આવ્યો છે.જેમાં એક કંપનીમાં રાતે ઘૂસીને લોકર તોડી રૂ.૧૯ લાખની ચોરી કરી રફૂચક્કર થયા હતા.જોકે કંપનીનાં અધિકારીએ મેનેજર ને ઘટના ની જાણ કરી હતી.બાદ મેનેજરે વટવા જીઆઇડીસી પોલીસમાં ગેંગના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી ગેંગને પકડવા માટે શોધ ખોળ હાથ ધરી છે.

શહેરમાં પોલીસના સઘન પેટ્રોલીંગ હોવા છતાં અવાર નવાર ચોર પોતાના કામ ને અંજામ આપીને નીકળી જાય છે.જેવો જ એક કિસ્સો સાણંદ માં રહેતા પરેશભાઈ વટવા જીઆઇડીસી ખાતે આવેલી હિન્દપ્રકાશ પ્રા. લિ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.દરમિયાન ગુરુવાર સવારે પરેશભાઈ ને કંપનીના કર્મચારી નો ફોન આવ્યો કે, કંપનીના ઓફીસ માં દરવાજા તૂટેલા છે.અને લોકર પણ તૂટેલા છે.કહ્યું હતું.ત્યારે પરેશભાઈ ઓફીસ આવીને જોયું તો,લોકર માં મૂકેલા રોકડા રૂ.૧૬ લાખ અને બીજા કેબિનમાં જઈ જોતાં તેમાં તૂટેલી હાલતમાં હતું .એમાં રૂ.૩ લાખ હતા.બાદ કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે, અડધી રાતે ૩ શખ્શો કંપનીની પાછળનાં ભાગના દીવાલ કૂદીને ચડ્ડી બનીયાન તરીકે ઓળખાતી ગેંગ કંપનીમાં પ્રવેશ કરી લોકર તોડ્યું હતું.જેમાં રોકડ રૂ.૧૯ લાખની ચોરી કરી રફુચક્કર થયા હતા. આ ઘટનાની જાણ પરેશભાઈ એ પોલીસ કન્ટ્રોલ માં ફોન કર્યો હતો.જેમાં પરેશભાઈ એ વટવા જીઆઇડીસી પોલીસ માં ત્રણ ચડ્ડી બનીયાનધારી ગેંગ ના વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here