પોલીસના પેટ્રોલીંગ હોવા છતા પૂર્વમાં વધુ એક ચોરીની …

0
18

– પોલીસના પેટ્રોલીંગ હોવા છતા પૂર્વમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી.

– મહિલાની નજર સામે શખ્શે સોનાના દાગીના કુલ રૂ ૩.૨૫ લાખના મત્તાની ચોરી કરી ફરાર થયો.

– મહિલાએ અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસ ફરીયાદ નોધાવી.

તા.૩૧/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

પૂર્વમાં પોલીસના પેટ્રોલીંગ હોવા છતા વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.જેમાં સાંજે મહિલાનો પરીવાર ભજન કિર્તન કરી તેના ઘરે પરત ફરતા સમયે અજાણ્યો શખ્શ ઘરમાંથી મહિલાની નજર સામે સોનાના દાગીના કુલ રૂ ૩.૨૫ લાખના મત્તાની ચોરી કરી ફરાર મહિલાએ અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં પોલીસમાં ફરીયાદ નોધાવી.

શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતા દિયા શિવનાની પોતાના પરીવાર સાથે રહે છે.ગત કાલે પરીવાર સાથે કુબેરનગર મહાવીર કસરત શાળામાં ભજન કીર્તન કરવા માટે ગયા હતા.ત્યારે સાંજે દિયાબહેન પોતાના પરીવાર સાથે ભજન કિર્તન કરી ઘરે પરત આવતા જોવા મળ્યું કે, ઘરનું તાળું તૂટેલી હાલત માં હતું. બાદ ઘરમાં જોતાં એક અજાણ્યો શખ્શ જોવા મળી આવતા દિયાબહેને જોરથી ચોર ચોર બૂમો પાડતા શખ્શ ફરાર થઈ ગયો હતો.બીજી બાજુ આસપાસ ના રહીશો ભેગા થઈ ગયા હતા.
જોકે ઘરમાં જઈને જોતાં દિયા બહેને જાણ થઈ કે તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ ૩.૨૫ લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે દિયાબહેને મેઘાણીનગર માં અજાણ્યાં શખ્શ ના વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here