મેઇલ આઇડી અપડેટ કરવા માટે ઓટીપી આવશે…

0
15

– ઇ- મેઇલ આઇડી અપડેટ કરવા માટે ઓટીપી આવશે જણાવજો…

-યુવકે ઓટીપી સામે વાળાને આપતા ખાતામાંથી રૂ.૭૮ ઉપડી ગયા.

– અજાણ્યા શખ્સ ના વિરૂદ્ધમાં યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તા.૨૨/૦૮/૨૧
ક્રાઇમ રીપોર્ટ, અમદાવાદ

યુવકને અજાણ્યાં નંબર થી શખ્શે ફોન કરી વાઉચર ની લાલચ આપતા યુવકે ક્રેડીટ કાર્ડ લીધું હતું.જોકે વાઉચર ન મળતા યુવકને અજાણ્યાં શખ્શે ફોન કરી કિધું કે, ઇ મેઇલ આઇડી અપડેટ કરવી પડશે તેના માટે ઓટીપી આવશે તે જણાવજો કહેતા ઓટીપી શખ્શ ને આપતા ખાતામાંથી રૂ.78 હજાર ઉપડી ગયા. આ અંગે યુવકે અજાણ્યાં શખ્શ ના વિરદ્ધ માં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરના દરિયાપુર વિસ્તાર માં આવેલા રુપરીની પોળમાં રહેતા અંકુર પંચાલ લિફ્ટ એકસેક્યુટીવ તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે.ગત ફેબ્રુઆરી 21 માં અંકુરભાઈને અજાણ્યાં નંબર થી ફોન આવ્યો કે,આર બી એલ બેંકના ક્રેડીટ કાર્ડ ડીપાર્ટમેન્ટ માંથી વાત કરુ છું કહી,જો તમે ક્રેડીટ કાર્ડ હાલ લેશો તો,તમને એમેઝોન નું ગીફ્ટ. વાઉચર અને જે.બી. એલ ની હેન્ડ્સફ્રી ફ્રી માં મળશે.જોકે અંકુરભાઈ લાલચમાં આવી કાર્ડ લેવાની હા પાડતા બે શખ્શ ઘરે આવીને ડોક્યુમેન્ટ લઇ ગયા હતાં.અને એજ દિવસે કાર્ડ નું એપરુંવલ આવી ગયું હતું.બાદ 15 દિવસ પછી કાર્ડ ઘરે પહોચ્યું હતું. પરંતુ વાઉચર ન મળતા 31 માર્ચ 21 ના રોજ અંકુરભાઇ પર ફોન આવ્યો કે,તમે જે ક્રેડીટ કાર્ડ લીધું છે. એનું વાઉચર કે ગીફ્ટ મળ્યું છે.જોકે અંકુશભાઈ ના પાડી હતી.અને સામે વાડા શખ્શે જણાવ્યું કે, તમારી ઇ. મેઈલ આઈડી ખોટી લખાઈ ગઈ છે.બાદ કિધું કે,હું તમારી ઇ મેઈલ આઈડી અહી થી અપડેટ કરી આપુ છું. પરંતુ તમારા નંબર પર એક ઓટીપી આવશે જે મને જણાવજો કહ્યું હતું.દરમિયાન ઓટીપી અંકુરભાઈના ફોનમાં આવતા તેમણે ઓટીપી સામે વાળા ને આપતા ખાતામાંથી ધીરે ધીરે કરી કુલ રૂ.78 હજાર ઉપડી ગયા હતાં.અને આ ઘટના જાણ થતાં અંકુરભાઈએ અજાણ્યાં શખ્શ ના વિરૂદ્ધમાં દરિયાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here