પાકિસ્તાનના બોમ્બ વિસ્ફોટમાં 16 માર્યા ગયા

0
439

એજન્સી, કરાચી:

પાકિસ્તાનના ક્વેટામાં શુક્રવારે સવારે શાકમાર્કેટમાં એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થતાં 16 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટમાં હઝારા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હઝારા સમુદાયના આઠ લોકોના સ્થળ પર મોત નીપજ્યા હતા તેમજ એક આર્મી જવાનનું પણ બ્લાસ્ટમાં મોત થયું હતું. મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોને બોલાન મેડિકલ કોમ્પ્લેક્સ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆઈજી અબ્દુલ રઝાક ચીમાએ બ્લાસ્ટની ખાતરી કરી હતી. આ બ્લાસ્ટ હઝારા સમુદાયના લોકોને નિશાન બનાવીને કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્લાસ્ટના સ્થળે રાહત ટુકડીઓ, પોલીસ અને ફ્રન્ટીયર જવાનોની ટીમ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે અને બહારના લોકોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બલુચિસ્તાનના મુખ્યમંત્રી જામ કમાલે બ્લાસ્ટને સખત શબ્દોમાં વખોડ્યો હતો. તેમણે આશ્વાસન આપતા જણાવ્યું કે આ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની સામે આકરા પગલાં લેવાશે. વડાપ્રધાન ઈમરાન ખાને પણ એક સંદેશમાં બ્લાસ્ટની ટીકા કરી હતી અને આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here