શહેરના 1100 કેમેરા, ચાર ડ્રોનની મદદથી લોકો પર પોલીસની બાજનજર

0
231

ગાંધીનગર

– લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ ડિજિટલ પેટ્રોલિંગ-સર્વેલન્સને પરિણામલક્ષી બનાવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, શહેર પોલીસ કમિશનરની કચેરીમાં સ્થપાયેલા કમાન્ડ એન્ડ  કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના ૧૧૦૦ કેમેરાની ફીડ મેળવવામાં આવે છે. તેના આધારે શહેરમાં એકઠા થતા લોકોની ભીડને નિવારવામાં આવી રહી છે.

મંત્રી જાડેજાએ કહ્યું છે કે, સેન્ટ્રલાઇઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનથી સમગ્ર શહેરની વિગતો મેળવવામાં આવી રહી છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સેન્ટરમાં બેઠાબેઠાં પણ તપાસ તપાસ કરી શકાય છે.  કંટ્રોલ રૂમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ રંગથી, થોડોક ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને ન્યૂનતમ અથવા તો અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઇડેન્ટિફાઇ કરી કામગીરી થાય છે. CCTV કેમેરા અને જ્યાં કેમેરા નથી ત્યાં ગૂગલના માધ્યમથી આ સર્વેલન્સ હાથ ધરાય છે. આમ જાહેર માર્ગો પર પોલીસ દ્વારા તથા ટેકનોલોજીના માધ્યમથી પણ આ પહેલ કરાઈ છે. 

 નિવૃત્ત પોલીસ અધિકારીઓને કરાર આધારિત નીમી શકાશે
રાજ્ય સરકારે, પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઈન્સપેક્ટર કક્ષાના નિવૃત્ત થયેલા અધિકારીઓની મદદ લેવાનું તથા તેમને કરાર આધારિત નિમણૂક આપવા સરકારે નિર્ણય લીધો છે. ગૃહ વિભાગની જાણકારી મુજબ, છેલ્લા એક (૧) વર્ષમાં (૧-૪-૨૦૧૯થી ૩૧-૩-૨૦૨૦) સુધીમાં વય -નિવૃત્ત થયા હોય કે, આગામી ૩૦મી, એપ્રિલ સુધીમાં વય નિવૃત્ત થવાના હોય તેવા પોલીસ અધિકારીઓને પ્રથમ તબક્કે બે (૨) માસ અને જરુરિયાત જણાય તો, પે-માઈનસ-પેન્શનના ધોરણે કરાર આધારિત નિમણૂક આપી શકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુકટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Click For Gujarat Samachar in Hindi, India Hindi News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here